________________
૧૬૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ वदति न त्वभेदमित्येकान्तोऽस्ति, भेदाभेदवादित्वात्तस्य, इति वक्रतां परित्यज्य विचारणीयं परगुणद्वेष एव भगवतामवज्ञा' इति । एतदर्थसमर्थनायैव हि सर्वप्रवादमूलं द्वादशाङ्गं रत्नाकरतुल्यं' इत्यत्र 'उदधाविव' इत्यादिसंमतितयोद्भावितं वृत्तिकृता ।
अत्र परः प्राह-यत्तु 'सर्वप्रवादानां मूलं द्वादशांगं रत्नाकरतुल्यं' इति समर्थनाय टीकाकारेण 'उदधाविव सर्वसिन्धवः' इत्यादिरूपं श्रीसिद्धसेनदिवाकरवचनं संमतितयोद्भावितं तच्च विचार्यमाणमसङ्गतमिवाभाति । तथाहि - यदि द्वादशाङ्ग रत्नाकरतुल्यं तर्हि नदीतुल्याः प्रवादा न भवेयुः, समुद्रानदीनामुत्पत्तेरभावात्, समुद्रस्य च नदीपितृत्वापत्त्या 'नदीपतिः समुद्रः' इति कविसमयव्याहतिप्रसक्तः, समुद्रस्य गांभीर्यहानिप्रसक्तेश्च तस्मात्स्तुतिकर्तुरभिप्रायोऽयं-हे नाथ ! त्वयि सर्वज्ञे दृष्टयो
હોઈ (કેમ કે સામાન્ય અકરણનિયમ તરીકે એ બન્ને અભિન્ન છે) તે બે અકરણનિયમના અભેદને જણાવનાર ભગવાનની અવજ્ઞામાં જ પર્યવસિત થશે. તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાત્વીના અકરણનિયમ ઉદિત-અનુદિત તરીકે જેમ જુદા જુદા છે તેમ સામાન્ય અકરણનિયમ તરીકે અભિન્ન પણ છે જ. તેથી “ભગવાને તે બેનો ભેદ જ કહ્યો છે, અભેદ નહિ એવો એકાન્ત પણ નથી, કેમ કે ભગવાન વાસ્તવિક એવા ભેદભેદને કહેનારા છે. માટે “તે બેના અકરણનિયમનો અમુક અપેક્ષાએ અભેદ કહેવો એ ભગવાનની અવજ્ઞારૂપ નથી, પણ પરના (અન્યદર્શનસ્થ માર્ગાનુસારીના) ગુણો પર (તેઓને દોષ તરીકે જણાવવા રૂપ) દ્વેષ રાખવો એ જ ભગવાનની અવજ્ઞા રૂપ છે” એ વાત વક્રતાનો ત્યાગ કરીને વિચારવી, કારણ કે તેવા જીવોના પણ તે ગુણોને ભગવાને ગુણ તરીકે કહ્યા છે. આ વાતના સમર્થન માટે જ “દ્વાદશાંગ સર્વપ્રવાદોનું મૂળ છે” ઇત્યાદિ બાબતમાં વૃત્તિકારે “ઉદધાવિવ..” ગાથાને સાક્ષી તરીકે કહી છે.
| (ઉદધાવિવ સર્વસિન્ધવની પૂર્વપક્ષવ્યાખ્યા) આ અંગે પૂર્વપક્ષીનું કહેવું એ છે કે (સ.શ. ૭૬) પૂર્વપક્ષઃ “સર્વપ્રવાદોનું મૂળ દ્વાદશાંગ છે” એ વાતનું સમર્થન કરવા ટીકાકારે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મ.નું ઉદધાવિવ...” ઇત્યાદિ વચન સાક્ષી તરીકે જે કહ્યું છે તે વિચાર કરતાં અસંગત જેવું લાગે છે, કેમ કે દ્વાદશાંગ જો રત્નાકર સમાન હોય તો પ્રવાદો નદી જેવા બની શકે નહિ, કેમ કે સમુદ્રમાંથી કંઈ નદીઓ નીકળતી નથી. વળી તેઓ નદીતુલ્ય હોવામાં તો દ્વાદશાંગરૂપ સમુદ્ર તેઓના પિતા બની જવાથી “સમુદ્ર નદીપતિ છે' એવો કવિઓમાં જે પ્રવાદ પ્રસિદ્ધ છે તે હણાઈ જાય, તેમ જ સમુદ્રનું ગાંભીર્ય પણ ખંડિત થઈ જાય, કેમ કે રહેવાની જગ્યા મળતી હોય તો પાણી ક્યાંયથી બહાર નીકળતું જ નથી. અહીં નદીઓ બહાર નીકળે છે એનો અર્થ જ એ કે હવે પાણીને સમાવાની જગ્યા સમુદ્રમાં છે જ નહિ. જેથી એ બહાર નીકળ્યું. તેમજ બધી નદીઓ સમુદ્ર તરફ જવાવાળી હોય છે એવી આગમપ્રસિદ્ધ અને સર્વાનુભવસિદ્ધ વાતને અન્યથા કરવા કોઈ