________________
૧૬૯
ઉદધાવિવ૦ શ્લોકની પ્રાચીન વ્યાખ્યા સંગત लोकनीत्यापि बाधकाभावात्, अत एव न समुद्रस्य नदीपितृत्वापत्तिदोषोऽपि, लोकनीत्यापि तदनुपपत्तेः, यदि चोपमानबललभ्यधर्मेण तत्सहचरितानभिमतधर्मापत्तिः स्यात् तदा चन्द्रोपमया मुखादौ कलंकितत्वाद्यापत्तिरपि स्यादिति, न चैवं मेघात्प्राग नदीनामिव जैनागमानुसारिक्षयोपशमात् प्राक् परवादानामनुपचितावस्थत्वप्रसङ्गः, इष्टत्वात्, जैनागमानुसारिनयपरिज्ञानं विनाऽनुपनिबद्धमिथ्यात्वरूपतयैव तेषां स्थितत्वात्, न चैवं जिनदेशनाया उपचितमिथ्यात्वमूलत्वेनानर्थमूलत्वापत्तिः, विश्वहितार्थिप्रवृत्तावनुषङ्गतस्तदुपस्थितावपि दोषाभावाद्, भावस्यैव प्राधान्यात् । तदुक्तમe (૨૮-૮) –
इत्थं चैतदिहेष्टव्यमन्यथा देशनाऽप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद् दोषायैव प्रसज्यते ।। इति ।
જૈનાગમસમુદ્રમૂલક હોવામાં લૌકિક માન્યતા મુજબ પણ કોઈ બાધક નથી. વળી આ રીતે સંગતિ હોવાથી જ સમુદ્ર નદીપિતા બની જવાની પણ આપત્તિ નથી, કેમ કે નદીના આ રીતે ઉદ્દભવસ્થાન એવા પણ સમુદ્રને લોકો પણ નદીપિતા કહેતાં નથી. વળી અમુક ધર્મની અપેક્ષાએ આપેલ ઉપમાથી જો તે ઉપમાનમાં રહેલા બીજ (ઉપમેય)માં અનભિમત એવા પણ ધમ ઉપમેયમાં આવી જવાની આપત્તિ આવતી હોય તો તો દુનિયામાં કોઈને કોઈની ઉપમા જ આપી શકાશે નહિ. કેમકે મુખમાં અતિપ્રસિદ્ધ એવી પણ ચંદ્રની ઉપમા અનુપપન્ન બની જાય છે. તે એટલા માટે કે ચંદ્રના કલંક્તિત્વ વગેરે ધર્મો પણ મુખમાં માનવા પડે છે જે મુખને ગૌરવ બક્ષવાને બદલે હીનતા જ બક્ષે છે.
(અન્યદર્શનો પણ જૈનાગમબોધથી પુષ્ટ થાય). પણ આ રીતે સંગતિ કરવામાં એવું ફલિત થવાની આપત્તિ આવશે કે – “મેઘ વર્ષા કરે એ પહેલાં નદીઓ જેમ સૂકાયેલી હોય છે અને વૃષ્ટિ પછી છલકાય છે તેમ જૈનાગમને અનુસરીને થયેલ ક્ષયોપશમ પૂર્વે પરદર્શનો માયકાંગલા હતા અને પછી પુષ્ટ બન્યા” – આવી આપત્તિની શંકા ન કરવી, કેમ કે અમને એવો ફલિતાર્થ ઇષ્ટ જ છે. જ્યાં સુધી જૈનાગમ અનુસારી નયપરિજ્ઞાન થયું હોતું નથી ત્યાં સુધી તેઓ ગ્રન્થાદિમાં ઉપનિબદ્ધ થયા વિનાના મિથ્યાત્વરૂપે રહ્યા હોઈદુબળા જ હોય છે. પોતાની માન્યતાઓને ગ્રન્થાદિમાં અન્યનયાદિના ખંડનાદિપૂર્વક પ્રતિપાદિત કરવામાં જ તે તે દર્શનો પુષ્ટ થાય છે. - “જો હકીકત આ જ હોય તો ફલિત એ થશે કે ભગવાનની દેશના ઉપચિત (ગાઢ) મિથ્યાત્વનું મૂળ બનતી હોઈ અનર્થના મૂળભૂત છે” – એવી આપત્તિ પણ આપવી નહિ, કેમ કે વિશ્વનું હિત કરનાર પ્રવૃત્તિમાં ગૌણ રીતે સાથે કો'કનું મિથ્યાત્વ (તેના પોતાના દોષના કારણે) પુષ્ટ થઈ જાય તો પણ કોઈ દોષ નથી, કેમ કે પ્રવૃત્તિ દોષરૂપ છે કે ગુણરૂપ? એ નક્કી કરવામાં પ્રવૃત્તિ કરનારનો ભાવ જ મુખ્યભાગ ભજવે છે. દેશના દેવામાં ભગવાનનો વિશ્વનું હિત કરવાનો જ ભાવ હોય છે જે તે પ્રવૃત્તિને ગુણકર ઠેરવે છે. અષ્ટકપ્રકરણ ૨૮-૮માં કહ્યું છે કે “આમ પૂર્વે કહી ગયા એ મુજબ ભગવાને પુત્રાદિને કરેલ રાજયદાન