________________
શાક્યાદિપ્રવાદોમાં જિનાગમસંબંધિત્વ
૧૬૫ तित्थयरवयणसंगहविसेसपत्थारमूलवागरणी । दव्वट्टिओ अ पज्जवणओ अ सेसा विअप्पा सिं ।।। ___ यच्चोक्तं-" 'बिन्दुभावं भजन्ते' इति प्रयोगानुपपत्तिः, अवयवावयविनोरुपमानोपमेयभावे गौरवाभावादिति" तदसत, न पत्र हस्ताद्यवयवसाधारणमवयवत्वं, किन्तु समुदितेषु परप्रवादेषु तदेकदेशार्थत्वमिति गौरवाप्रतिघातात् । यच्चोक्तं 'समुद्रस्य बिन्दव इति भणनमप्यसंगतं' इत्यादि, तदप्यसत्, समुद्रस्थानीयजैनमहाशास्त्रप्रभवकल्लोलस्थानीयावान्तरशास्त्रेभ्यः सामान्यदृष्टिपवनप्रेरितपरसमयबिन्दूद्गमस्याविरोधात् । 'समुद्रान्निर्गतबिन्दुभिः समुद्रस्य गांभीर्यहानिः' इति तु न पामरस्यापि संमतमिति यत्किञ्चिदेतत् । एवकाराद्यध्याहारेण वृत्तिसङ्घटना तु वृत्तिकृदभिप्रायेणैव विरुद्धा, 'अन्यत्र न सुन्दरं' इत्यस्यार्थस्य वृत्तिकृदनभिप्रेतत्वात्, उदितानुदितयोरकरणनियमयोरभेदेन भणनं च यद्युदितस्याकरणनियमस्यावज्ञा तद्भदवादिभगवदवज्ञापर्यवसायिनी स्यात्तदा तद्भदवर्णनमपि सामान्याकरणनियमावज्ञा तदभेदवादिभगवदवज्ञापर्यवसायिनी स्यात्, न हि तद्भेदमेव भगवान् “શ્રીજિનવચનસંગ્રહના થયેલ વિશેષ વિસ્તારનું મૂળમાં પ્રતિપાદન કરનાર બે નયો છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. શેષ નયો આ બેના વિકલ્પો (પેટા ભેદો) છે.” વળી ~ “વિન્ડમાd બનત્તે એવો પ્રયોગ અસંગત થવાની આપત્તિ આવે છે, કેમ કે અવયવ-અવયવીને ઉપમાન-ઉપમેયભાવે વર્ણન કરવામાં અવયવીનું કોઈ ગૌરવ જણાતું નથી. ~ ઇત્યાદિ પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે પણ અસતુ જાણવું, કેમ કે અહીં હસ્તાદિના અંગુઠા વગેરે રૂપ અવયવોમાં જેવું અવયવત્વ છે તેવા સામાન્ય અવયવત્વમાત્રનું જ પ્રતિપાદન નથી પણ “સમુદિત થયેલા પણ પર પ્રવાદો તે જિનાગમ જેટલા બનતા નથી કિન્તુ તેના એક દેશ રૂપ જ બને છે” એવું પ્રતિપાદન છે. માટે એમાં જિનાગમનું ગૌરવ સ્પષ્ટ જણાય જ છે. વળી ~“સમુદ્રના બિન્દુઓ કહેવું પણ અયોગ્ય છે – ઇત્યાદિ જે કહ્યું છે તે પણ ખોટું છે, કારણ કે સમુદ્ર જેવા જૈનમહાશાસ્ત્રમાં ઉત્પન્ન થયેલા કલ્લોલ જેવા અવાન્તરશાસ્ત્રમાંથી સામાન્યદષ્ટિરૂપ પવનના કારણે પરશાસ્ત્રરૂપ બિન્દુઓ ઉત્પન્ન થવા સંભવિત હોઈ તે કથન અયોગ્ય નથી. તેમજ સમુદ્રમાંથી બિંદુઓ નીકળે તો સમુદ્રની ગંભીરતા હણાઈ જાય એ વાતને તો સાવ પામરો (જડબુદ્ધિ જીવો) પણ સ્વીકારતા નથી. તેથી તેમાં કાંઈ સાર નથી. વળી પૂર્વપક્ષીએ “જે કાંઈ સારું હોય તે બધાનો દ્વાદશાંગમાં જ સમવતાર કરવો” ઈત્યાદિ “જ' કારનો અધ્યાહાર કરવા પૂર્વક જે વૃત્તિવ્યાખ્યાની સંગતિ કરી છે તે હકીકતમાં તો વૃત્તિકારના અભિપ્રાયથી વિરુદ્ધ જ છે, કેમકે એવા અધ્યાહારથી ફલિત એ થાય છે કે ‘દ્વાદશાંગ સિવાય બીજે ક્યાંય સુંદર છે જ નહિ? જે વૃત્તિકારને અભિપ્રેત નથી.
વળી ઉદિત-અનુદિત અકરણનિયમને અભિન્ન કહેવા એ ઉદિત અકરણનિયમની અવજ્ઞારૂપ હોવાના કારણે તે બેના ભેદને જણાવનાર ભગવાનની જ અવજ્ઞા રૂપે પર્યવસિત જો થતી હોય તો તો તે બેને જુદા જુદા કહેવા એ પણ સામાન્ય (ઉદિત-અનુદિતમાં સાધારણ) અકરણનિયમની અવજ્ઞા રૂપ - - -
- १. तीर्थकरवचनसङ्ग्रहविशेषप्रस्तारमूलव्याकरणी। द्रव्यार्थिकश्च पर्यवनयश्चशेषा विकल्पा अनयोः॥
-
-
-
-
-
-
-
-