________________
વચનૌષધપ્રયોગથી અભવ્યાદિને થતું દુઃખ
૧૪૧
असदभिणिवेसवं सो, णिओगओ ता ण तत्तओ भोगो । सव्वत्थ तदुवघाया विसघारियभोगतुल्लो त्ति ।।
एतस्माद्धि वचनादभव्यादीनामेव निनवाद्यपेक्षयाऽप्यकालवचनौषधप्रयोगेण मिथ्याऽभिनिवेशदाढर्यादतिदुःखितत्वेन क्लिष्टतरदेवदुर्गतत्वं प्रतीयते, परेण त्वभव्यनिह्नवानामनाराधकत्वविराधकत्वाभ्यां वैपरीत्यमङ्गीकृतं, प्रसज्यते च तत्प्रक्रियया द्रव्याज्ञापेक्षयाऽभव्यादीनामपि सर्वाराधकत्वात् तात्त्विकसुदेवत्वमेवेति यत्किञ्चिदेतत् ।
-
अथ चारित्रापेक्षयाऽऽराधकत्वं द्रव्यप्रतिपत्त्यैव परिभाष्यते, ज्ञानदर्शनापेक्षया तु भावप्रतिपत्त्या, ततोऽभव्यादीनां द्रव्यलिङ्गिनां देशाराधकत्वमेव, निह्नवानां च देशाराधकत्वं देशविराधकत्वं च । ततो देशाराधकत्वापेक्षयोपपातसाम्यं, दुर्गतित्वनिबन्धनं चैकस्य साहजिकं मिथ्यात्वमपरस्य च
મિથ્યાર્દષ્ટિજીવને પણ સામગ્રી પરમાર્થથી ભોગરૂપ ન બનવાથી તે વિપુલસુખ પામતો નથી, કેમ કે તે અભવ્યાદિ નિયમા અસદ્ અભિનિવેશવાળો હોય છે. તેથી સુખનો તાત્ત્વિક ભોગ હોતો નથી, કારણ કે સર્વત્ર એનું સુખ તે અસઅભિનિવેશથી હણાયેલું હોઈ વિષમિશ્રઅન્ન તુલ્ય હોય છે.”
ઉપદેશપદના આ વચનો ૫૨થી જ જણાય છે કે અભવ્યાદિ અને નિર્ભવાદિ બંને દેવ દુર્ગત થયા હોય તો પણ અભવ્યાદિ જ વચનૌષધના અકાલપ્રયોગથી મિથ્યાઅભિનિવેશની દૃઢ પકડવાળા થયા હોઈ અત્યંત દુઃખિત હોવાના કારણે નિહ્નવાદિ કરતાં પણ વધુ કિલષ્ટતર દેવદુર્ગત હોય છે. જ્યારે પૂર્વપક્ષીએ તો આના કરતાં વિપરીત પ્રરૂપણા કરી છે. તેણે તો અભવ્યોને અનારાધક અને નિહ્નવોને વિરાધક કહેવા દ્વારા નિહ્નવોને જ વધુ બદતર દેવદુર્ગત કહ્યા છે. વળી અમે ૨૧મી ગાથામાં બતાવી ગયા એ રીતે તેની પ્રક્રિયા મુજબ અભવ્યાદિ તો દ્રવ્યઆજ્ઞાની અપેક્ષાએ સર્વઆરાધક જ હોવા ઠરે છે. તેથી તેઓમાં તો દેવદુર્ગતત્વ નહિ પણ તાત્ત્વિક સુદેવત્વ જ હોવાની આપત્તિ આવે છે. તેથી દ્રવ્યથી ચારિત્રાચારોના (સાધુસામાચારીના) પાલનના કારણે તેઓમાં આરાધકત્વ માનવાની વાત તુચ્છ છે એ જાણવું.
શંકા : આ ચતુર્થંગીમાં જ્ઞાન અને ચારિત્રની અપેક્ષાએ આરાધકત્વની જે વાત છે, એમાં અમે એવી પરિભાષા કરીએ છીએ કે ચારિત્રનું દ્રવ્યથી પાલન હોય તો પણ તેનું આરાધકત્વ આવી જાય, જ્યારે જ્ઞાન-દર્શનનું તો ભાવથી પાલન હોય તો જ તેનું આરાધકત્વ આવે, માત્ર તેના આચારોના દ્રવ્યપાલનથી નહિ. તેથી અભવ્ય વગેરે દ્રવ્યલિંગીઓમાં જ્ઞાનાંશનું આરાધકત્વ ન હોઈ સર્વઆરાધકત્વ આવતું નથી અને ચારિત્રાંશનું આરાધકત્વ હાજર હોવાથી દેશઆરાધકત્વ હોય છે. તેમજ નિહ્નવોમાં ચારિત્રની અપેક્ષાએ દેશઆરાધકત્વ હોય છે અને જ્ઞાન-દર્શનની અપેક્ષાએ દેશવિરાધકત્વ હોય છે. તેથી નિદ્ભવ અને અભવ્ય એ બંનેને દેશ આરાધકત્વના કારણે સમાન ગતિ મળે છે અને એ દુર્ગતિરૂપ १. असदभिनिवेशवान्स नियोगतस्तन्न ततो भोगः । सर्वत्र तदुपघाताद्विषधारितभोगतुल्य इति ॥