________________
વ્યવહારના બે ભેદ : નિશ્ચયપ્રાપક અને અપ્રાપક
૧૪૩ धात्, किन्तु निश्चयप्रापकाद् व्यवहाराद्देशाराधकत्वं तदुपपादकं च मार्गानुसारियमनियमादिक्रियावत्त्वं बालतपस्वित्वमित्येवं सन्द विरोधः। न च व्यवहारे निश्चयप्रापकत्वाप्रापकत्वाभ्यां विशेषः शास्त्रासिद्ध इति व्यामूढधिया शङ्कनीयं, योगबिन्दूपदेशपदादावेतद्विशेषप्रसिद्धेः। नन्वस्यामपि परिभाषायां कथं बालतपस्विनो देशाराधकत्वं, तद्गतमार्गानुसारिक्रियाया अपि मोक्षमार्गत्वाभावात्, तदंशचारित्रक्रियाया एवांशत्वादिति चेत्? न, संग्रहनयादेशादनुयोगद्वारप्रसिद्धदृष्टान्तेन स्वदेशदेशस्यापि स्वदेशत्वाविरोधादिति सूक्ष्ममीक्षणीयम् ।।२२।।
દેશઆરાધક હોય છે... આવા એક વાક્યમાં ઉદ્દેશ્યના અંશભૂત બાબતપસ્વીપણું નિશ્ચયનયે લેવું અને વિધેયના અંશભૂત દેશઆરાધકપણું અશુદ્ધવ્યવહારનયે લેવું એ સ્પષ્ટ સંદર્ભ વિરોધ રૂપ જ છે, માટે દ્રવ્યલિંગીને બાળતપસ્વી દેશઆરાધક તરીકે લેવો અયોગ્ય છે. આવો સંદર્ભ વિરોધ ન થાય એ માટે દેશઆરાધકપણું નિશ્ચયપ્રાપક વ્યવહારનયે લેવું અને તેને ઘટાવવા માટે માર્ગાનુસારી યમ-નિયમ વગેરે ક્રિયા રૂપ બાલતપસ્વીપણું લેવું યોગ્ય છે. ~“અમે પણ વ્યવહારથી જ દેશઆરાધકપણું કહ્યું અને તમે પણ વ્યવહારથી જ કહો છો તો બેમાં ફેર શું પડ્યો ?” – એવો પ્રશ્ન ન કરવો, કેમકે વ્યવહારવ્યવહારમાં પણ ઘણો તફાવત હોય છે. તમે તો જે વ્યાવહારિક આરાધકત્વ નિશ્ચયની (નૈયિક આરાધકત્વની) પ્રાપ્તિ પણ કરાવી આપતો નથી તેના અભિપ્રાયથી આરાધકત્વ લેવાનું કહો છો, જ્યારે અમે નિશ્ચયની પ્રાપ્તિ કરાવી આપનાર વ્યવહારથી તે લેવાનું કહીએ છીએ. ~“વ્યવહારના આવા નિશ્ચયપ્રાપક અને અપ્રાપક જેવા કોઈ ભેદ શાસ્ત્રોમાં કહ્યા નથી – એવી જડ બુદ્ધિ પ્રયુક્ત શંકા ન કરવી, કેમ કે યોગબિન્દુ-ઉપદેશપદ વગેરેમાં આવા ભેદ બતાવ્યા છે.
શંકાઃ વૃત્તિકારના અભિપ્રાયને અનુસરીને પરિભાષા કરવામાં પણ અન્ય માર્ગાનુસારી બાલતપસ્વીને દેશઆરાધક શી રીતે કહેવાય? કેમ કે તેની માર્ગાનુસારી ક્રિયા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રમાંથી એકેય રૂપ ન હોઈ એ, એ ત્રણના સમુદાયરૂપ મોક્ષમાર્ગના દેશરૂપ નથી.
સમાધાન: અનુયોગદ્વારમાં આપેલ પ્રદેશના દષ્ટાન્તને અનુસરીને સંગ્રહનયના અભિપ્રાયે સ્વદેશનો દેશ પણ સ્વદેશ રૂપ હોવામાં કોઈ દોષ નથી. માટે મોક્ષમાર્ગના દેશરૂપ જે ચારિત્ર અને તેના દેશભૂત
નુસારી બાબતપસ્વી જીવ આવા મોક્ષમાર્ગને વાસ્તવમાં આરાધતો ન હોઈ તૈક્ષયિક આરાધક નથી. તેમ છતાં એની પ્રવૃત્તિ પરંપરાએ એનામાં નૈક્ષયિક આરાધકત્વ લાવી આપે છે. તેથી એ નિશ્ચયપ્રાપકવ્યવહારનયે આરાધક છે. દ્રવ્યલિંગીની પ્રવૃત્તિ ખુદ આરાધનારૂપ ન હોઈ તૈક્ષયિક આરાધના તો નથી જ હોતી, પણ વાસ્તવિક આરાધનાને લાવી આપનાર પણ ન હોવાથી તાત્ત્વિક રીતે (નિશ્ચયપ્રાપક સદ્ભૂત) વ્યવહારનયે પણ આરાધના રૂપ નથી. છતાં પણ, દ્રવ્યલિંગીની પ્રવૃત્તિ મુગ્ધ લોકોને આરાધનાનો કંઈક આભાસ કરાવે તેવી હોય છે, તેથી અશુદ્ધવ્યવહારનયે (નિશ્ચયઅપ્રાપકવ્યવહારનયે) તે આરાધના કહેવાય છે. ઉપરછલ્લી દષ્ટિએ આરાધનારૂપ ભાસતી હોવા છતાં જે પ્રવૃત્તિને નૈઋયિક આરાધના સાથે કંઈ લાગતું વળગતું નથી તેવી પ્રવૃત્તિને શુદ્ધ વ્યવહારનય પણ આરાધનારૂપ માનવા તૈયાર નથી. માત્ર અશુદ્ધવ્યવહારનય તેવી આભાસરૂપ પ્રવૃત્તિને પણ આરાધના તરીકે સ્વીકારે છે. અને તેથી આરાધનાનો આવો વ્યવહાર કરનાર એ વ્યવહારનય પણ “અશુદ્ધવ્યવહારનય' કહેવાય છે. માટે દ્રવ્યલિંગીમાં દેશઆરાધકત્વ માત્ર અશુદ્ધ વ્યવહારનયે જ માની શકાય છે.