________________
સવ્વપ્નવાયમૂલ' ગાથા અને તેની વૃત્તિનો અર્થ
૧૪૯
अत एव रत्नाकरतुल्यं क्षीरोदधिप्रभृतिजलनिधिनिभं, खलु निश्चये, तद्-तस्मात्, सर्व अपरिशेषं, सुन्दरं यत्किञ्चित्प्रवादान्तरेषु समुपलभ्यते तत्तत्र समवतारणीयम् । इत्यकरणनियमादीन्यपि वाक्यानि तेषु तेषु योगशास्त्रेषु व्यासकपि(लका)लातीतपतञ्जल्यादिप्रणीतानि जिनवचनमहोदधिमध्यलब्धोदयान्येव दृश्यानीति । तेषामवज्ञाकरणे सकलदुःखमूलभूताया भगवदवज्ञायाः प्रसङ्गात् न काचित्कल्याणसिद्धिः' इति ।।
अत्र कश्चिदाह "जैनानामकरणनियमपरिहारशकानिरासार्थमेव तीर्थान्तरीयवर्णितत्वमुपवर्णितं, न त्वन्यतीथिकेष्वकरणनियमोऽस्तीति भणितम्। वर्णनं च वर्णनीयवस्तुविषयकयथार्थज्ञानसापेक्षमेव, अन्यथा च तथाभूतवर्णनं सम्यगेव स्यात्, तथा च तद्दर्शनेऽपि धर्मसद्भावप्रसङ्गः । इत्थं
સમુદ્રમાંથી જ ઉદ્ભવેલા જાણવા. તેથી તે અકરણનિયમ વગેરેની અવજ્ઞા કરવામાં જિનવચનની અવજ્ઞા થઈ જતી હોવાથી કાંઈ કલ્યાણપ્રાપ્તિ થતી નથી. દ્વાદશાંગ સર્વપ્રવાદોના મૂલ તરીકે આ રીતે કહેવાયું છે – હે પ્રભો ! સમુદ્રમાં જેમ બધી નદીઓ ભેગી થયેલી હોય છે તેમ તારા દર્શનમાં અન્યદર્શનો ભેગા થયેલા છે - સમાઈ ગયેલા છે. પણ જુદી જુદી નદીઓમાં જેમ સમુદ્ર દેખાતો નથી તેમ પૃથક દૃષ્ટિઓમાં તું (તારું દર્શન) દેખાતો નથી.”
(ઇતરોમાં અકરણનિયમનું માત્ર વર્ણન છે, પાલન નહિ - પૂર્વપક્ષ) આ બાબતમાં કોઈ શંકા કરે છે કે – શંકા - પણ જે અકરણનિયમ વગેરેના કારણે અન્યમાર્ગસ્થ જીવોમાં પણ તમે દેશઆરાધકત્વ માનવાનો આગ્રહ રાખો છો તે અકરણનિયમ વગેરે જ તેઓમાં હોતા નથી. ઉપદેશપદ (૬૯૨) વગેરેમાં “અન્યતીર્થિકોએ પાતંજલાદિ સ્વશાસ્ત્રમાં અકરણનિયમ વર્ણવ્યો છે.” ઇત્યાદિ જે કહ્યું છે તેમાં પણ અકરણનિયમ છોડી દેવાની “આ અકરણનિયમને તો છેતરો કરે છે, માટે આપણે ન કરવો જોઈએ.” ઇત્યાદિ શંકા જૈનોને ઊભી ન થાય એ માટે “અકરણનિયમનું અન્યશાસ્ત્રકારોએ વર્ણન કર્યું છે એટલું જ કહ્યું છે “અન્યદર્શનોમાં પણ તે હોય છે (તેનું વાસ્તવિક પાલન હોય છે)” એવું કહ્યું નથી. એમ તેની વૃત્તિમાં પણ “આ અકરણનિયમ અન્યતીર્થિકોએ વર્ણવ્યો છે એટલા માત્રથી એ “યુક્ત નથી એવું નથી પણ યુક્ત જ છે” એવું જ કહ્યું છે, “આ અકરણનિયમ અન્ય દર્શનોમાં પણ હોય છે એટલા માત્રથી એ યુક્ત નથી એવું નથી, પણ યુક્ત જ છે” એવું કહ્યું નથી. અર્થાત એવો અભિપ્રાય પ્રકટ કર્યો છે કે અન્ય દર્શનોમાં “અકરણનિયમની જે વાતો જોવા મળે છે તે માત્ર વાતો જ જાણવી, વાસ્તવિક પાલન નહિ. (અને તેથી જૈનોએ એને છોડવાની જરૂર નથી.)” ~ પણ તે તે દર્શનકારોએ તેનું વર્ણન કર્યું છે તે પોતપોતાના દર્શનમાં અકરણનિયમ જોઈને જ કર્યું હશે ને?” – એવી શંકા ન કરવી, કેમ કે કોઈપણ વસ્તુનું વર્ણન કરવું હોય એ માટે એ વસ્તુનું યથાર્થ જ્ઞાન જઈએ જ એવો નિયમ નથી. “જે વસ્તુનું જેવું વર્ણન કરવું હોય તે વસ્તુ તેવા રૂપે હાજર હોય અને તે રૂપે જણાતી હોય તો યથાર્થ જ્ઞાન થયું કહેવાય' એ ખ્યાલમાં રાખવું. તે વસ્તુ હાજર ન હોય અથવા તેવા રૂપે હાજર ન હોય અને છતાં “આ વસ્તુ અહીં આ રૂપે હાજર છે” એવા થઈ ગયેલા ભ્રમાત્મક જ્ઞાનથી