________________
૧૫૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ दकरणनियमवर्णनं मार्गानुसारिणामेव, यदृच्छाप्रणयनप्रवृत्तानामर्वाचीनानां च प्रवाहपतितत्वेन घुणाक्षरन्यायेनैवेति जिनवचनविषयकपरोपनिबन्धेऽप्यस्ति विशेषः । तदिदमुक्तं धर्मबिन्दुवृत्तौ (१श्लोक ३) यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोत्किरणव्यवहारेण क्वचित्किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि क्वचित्तदपि जिनप्रणीतमेव, तन्मूलत्वात्तस्येति' । एतेन "घुणाक्षरन्यायेन जैनाभिमतवस्तुवर्णनानुकारि वर्णनमन्यतीर्थिकेषु भवत्यपीति प्रवचने प्रतीतमेवेति तेषामकरणनियमवचनमाकृतिमात्रमेवेति" अपास्तं, मार्गानुसारिदृष्ट्या तद्वर्णनस्य घुणाक्षरઊભો રાખ્યો ન હોવાથી ફલિત રીતે તો વાસ્તવિક એવા જૈનમતને જ તેઓએ સ્વીકાર્યો હોય છે. (અર્થાત્ તેઓનો શુભભાવ ફલિત તરીકે તેવી જ માન્યતાને ઊભી કરી આપે છે) જીવાદિને અન્ય પ્રકારે માનનારા અમાર્ગાનુસારી અન્ય દર્શનીઓ તો તેવો પક્ષપાત ઊભો હોવાના કારણે નાસ્તિક છે જ એ ખ્યાલમાં રાખવું. આમ પક્ષપાતનો અભાવ હોય તો વાસ્તવિકતાનો સ્વીકાર ફલિત થતો હોવાથી, માર્ગાનુસારી જીવોનું અકરણનિયમવર્ણન જ શુભભાવવિશેષથી થયેલા અકરણનિયમવર્ણનરૂપ હોય છે, કેમ કે તેઓમાં જ પક્ષપાતનો અભાવ હોય છે.) જયારે તેવા શુભભાવ વગર યથેચ્છ રીતે જ પ્રરૂપણ કરવામાં પ્રવૃત્ત થયેલા જીવોનું તેમજ સ્વપૂર્વજોના વચનને અનુસરીને પ્રરૂપણા કરવામાં પ્રવૃત્ત થયેલા અર્વાચીન પ્રરૂપકનું અકરણનિયમવર્ણન પ્રવાહપતિત હોઈ ઘુણાક્ષર ન્યાયે થયેલા અકરણનિયમવર્ણન રૂપ જ હોય છે, (કમ કે તેઓમાં પક્ષપાતનો અભાવ હોતો નથી.) અર્થાતુ લાકડામાં થયેલ કીડો લાકડાને કોતરતાં કોતરતાં કોઈ અક્ષરની આકૃતિ ઉપજાવી કાઢે તો પણ જેમ એની કોઈ મહત્તા હોતી નથી તેમ તેઓએ કરેલા અકરણનિયમવર્ણનની પણ કોઈ મહત્તા નથી. આમ જિનવચનોક્ત વસ્તુના અન્યદર્શનીઓએ કરેલા વર્ણનમાં પણ આ બે વિશેષતાઓ સ્વીકારવી જોઈએ. (૧) શુભભાવથી થયેલું હોવું, અને (૨) ઘુણાક્ષરન્યાયે થયેલું હોવું. આ વિશેષતા ધર્મબિન્દુ ગ્રંથના પહેલા અધ્યાયના ત્રીજા શ્લોકની વૃત્તિમાં પણ જણાવી છે. ત્યાં કહ્યું છે કે “યાદેચ્છિક વર્ણન કરવામાં પ્રવર્તેલા અન્યદર્શનીઓ રાગાદિયુક્ત હોવા છતાં કીડાએ કોતરેલા અક્ષરના વ્યવહાર મુજબ તેઓનું ક્યાંક શ્રીજિનવચનને અવિરુદ્ધ જે કોઈ વચન મળે તે અથવા માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવના પણ તેવા જે કોઈક વચન મળે છે તે પણ જિનપ્રણીત જ જાણવા, કેમકે તે વચનો જિનમૂલક જ હોય છે.” (આમાં “અથવા' શબ્દ મૂકીને માર્ગાનુસારી જીવના વચનોને અન્ય જીવોના વચનોથી જે જુદા પાડ્યા છે તેનાથી માર્ગાનુસારી અન્યતીથિકનું અને અમાર્ગાનુસારી અન્યતીથિકનું અકરણનિયમવર્ણન જુદું જુદું હોય છે એ ફલિત થઈ જાય છે. આ જે ફલિતાર્થ સિદ્ધ કર્યો તેનાથી જ પૂર્વપક્ષની નિમ્નલિખિત વાતનું પણ નિરાકરણ થઈ ગયેલું જાણવું. તે વાત આ ~ “જૈનમાન્ય વસ્તુવર્ણનને અનુસરનારું વર્ણન અન્યતીર્થિકોમાં ઘુણાક્ષરન્યાયે હોય પણ છે.” તે પ્રવચનમાં પ્રસિદ્ધ જ છે. તેથી તેઓએ કહેલા અકરણનિયમવચનો પણ તત્વતિપાદક શ્રીજિનવચનોની સમાન આકૃતિમાત્રવાળા જાણવા, અકરણનિયમ વગેરેને જણાવનાર