________________
૧૬૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ तच्छुद्धज्ञानमेव ज्ञानाज्ञानसाधारणं वा? आद्ये तस्य सर्वप्रवादमूलत्वानुपपत्तिः, शुद्धाऽशुद्धयोरैक्यायोगाद् । अन्त्ये च संग्रहनयाश्रयणेन द्वादशाङ्गसामान्यस्य वस्तुतः सर्वनयप्रवादात्मकत्वसिद्धावपि व्यक्त्यनुपसङ्ग्रहापत्तिः । न हि यथा नानाजलोत्पन्नानि जलजानि जलजत्वेनोच्यन्ते तथा 'जलं सर्वजलजोत्पादकम्' इत्यपि व्यवहारः क्रियते, एवमेव हि 'सर्वप्रवादमूलं द्वादशाङ्गम्' इत्यपि न स्यात् । यदि चैकवचनेनापि व्यक्त्युपसंग्रहः क्रियते, भेदविवक्षयैव च मिथ्यादृशां द्वादशाङ्गमत्यल्पक्षयोपशमात्मकं सर्वांशक्षयोपशमशुद्धसम्यग्दृष्टिद्वादशाङ्गरत्नाकरापेक्षया बिन्दुतुल्यं व्यवस्थाप्यते तदा केयं वाचोयुक्तिः' 'सर्वेऽपि शाक्यादिप्रवादा जैनागमसमुद्रसम्बन्धिनो बिन्दव इति भ्रान्तिः'
સામાન્ય દ્વાદશાંગ રૂપે છે. તેના પર અમે પૂછીએ છીએ કે તે દ્વાદશાંગ શુદ્ધજ્ઞાન રૂપ જ છે કે જ્ઞાનઅજ્ઞાન સાધારણ (ઉભયાત્મક) છે? જો શુદ્ધજ્ઞાનરૂપ કહેશો તો એને સર્વપ્રવાદોનું મૂળ કહી શકાશે નહિ. કેમ કે શુદ્ધ-અશુદ્ધ ચીજનું ઐક્ય અસંભવિત હોઈ શુદ્ધજ્ઞાનરૂપ તે દ્વાદશાંગ અશુદ્ધનયપ્રવાદોનું મૂલ હોવું સંભવિત નથી. તેથી જો તેને જ્ઞાન-અજ્ઞાન સાધારણ કહેશો તો સંગ્રહનયના અભિપ્રાય મુજબ તે સર્વનયપ્રવાદાત્મક હોવું સિદ્ધ થવા છતાં, દ્વાદશાંગજાતિ જ્ઞાન-અજ્ઞાન ઉભયસાધારણ સંભવતી હોવા છતાં કોઈ દ્વાદશાંગ વ્યક્તિ એવી સંભવતી ન હોવાના કારણે વ્યક્તિના અનુપસંગ્રહની આપત્તિ આવશે. અર્થાત્ અધિકૃતગાથાના (કુવાતiા) એવા એકવચનાન્ત પ્રયોગથી જે કોઈ એક વ્યક્તિગત દ્વાદશાંગ (જેમ કે શ્રીસુધર્માસ્વામી સંબંધી દ્વાદશાંગ) ઉપસ્થિત થાય છે તે સર્વપ્રવાદોના મૂળ તરીકે તો સંગ્રહીત થતું ન હોવાથી આપત્તિ આવશે. તે આ રીતે – જેમ જુદા જુદા અનેક પાણીમાં ઉત્પન્ન થયેલ વિવિધ કમલો સામાન્યથી જલોત્પન્ન કહેવાતાં હોવા છતાં કોઈ એક જળને ઉદ્દેશીને “જળ સર્વજલોત્પાદક છે” એવો કાંઈ એકવચનાત્તપ્રયોગયુક્ત વ્યવહાર કરાતો નથી (પણ “પાણીઓ સર્વજલોત્પાદક છે' એવો બહુવચનાન્તપ્રયોગયુક્ત વ્યવહાર કરાય છે.) તેમ જુદા જુદા શુદ્ધ - અશુદ્ધ અનેક દ્વાદશાંગોમાંથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રવાદો દ્વાદશાંગોત્પન્ન હોવા કહેવાતાં હોવા છતાં કોઈ એક દ્વાદશાંગને (શ્રીસુધર્માસ્વામીસંબંધી દ્વાદશાંગને) ઉદ્દેશીને “દ્વાદશાંગ સર્વપ્રવાદોનું મૂળ છે” એમ કહી શકાતું નથી. (હા, દ્વાદશાંગો સર્વપ્રવાદના મૂળ છે' એમ કહી શકાય, પણ એવું તો ઉપદેશપદના અધિકૃત શ્લોકમાં કહ્યું નથી, કેમકે તેમાં તો એકવચનનો પ્રયોગ કર્યો છે.) તેથી ઉપદેશપદની ગાથાનું પ્રામાણ્ય જાળવી રાખવા જો એકવચનથી પણ વ્યક્તિનો ઉપસંગ્રહ માનશો તો પણ તમારે તે વ્યક્તિઓ રૂપ સંતાનોમાં ભેદની વિવેક્ષા રાખવી પડશે, કેમ કે ભેદની અવિવક્ષા તો ઉપરોક્ત આપત્તિના કારણે રાખી શકાતી નથી. તેથી ભેદની વિરક્ષા કરીને જો મિથ્યાષ્ટિઓનું અત્યંત અલ્પ ક્ષયોપશમાત્મક દ્વાદશાંગને સર્વાશ ક્ષયોપશમથી પ્રકટ થયેલ અને શુદ્ધ એવા સમ્યગ્દષ્ટિ સંબંધી દ્વાદશાંગ રૂપ રત્નાકરની અપેક્ષાએ બિન્દુતુલ્ય હોવું જો તમે કહેતાં હો તો પછી આ શી વચનયુક્તિઓ લડાવો છો કે “બધા શાક્યાદિકવાદો જૈનાગમસમુદ્રસંબંધી બિન્દુઓ છે એવો પૂર્વાચાર્યોનો પ્રવાદ એ બ્રાન્તિ છે”?