________________
૧૬૧
દ્વાદશાંગીમાં સર્વપ્રવાદમૂલત્વ त्वस्योपादेयत्वाप्रयोजकत्वात्, जिनवचनविहितत्वस्यैवोपादेयतायां तन्त्रत्वात् । सर्वेषामपि परवादानामवज्ञाकरणे च न जिनावज्ञाऽभ्युपगम्यते, किन्तु तद्गतसुन्दरप्रवादानामेव, इति 'जीवो हन्तव्यः' इत्यादिनयप्रवादानामवज्ञायां जिनावज्ञाऽऽपादनमसङ्गतमेवेति, ततो भावान्तरकल्पनं निर्मूलकमेवाऽसङ्गततरं च, अन्योक्ताकरणनियमावज्ञापरिहारार्थं प्रकृतगाथोपन्यासात्परकल्पितभावस्य च तद्विपरीतत्वात्, तदनुसारेणोभयाकरणनियमवर्णनाभेदे भगवदवज्ञाप्रसङ्गात्, तद्भेदव्यक्तयेऽन्याकरणनियमवर्णनावज्ञाया एव न्याय्यत्वप्रसङ्गादिति ।
तथाऽपि तत्र किञ्चिदुच्यते - द्वादशाङ्गं हि सर्वोत्कृष्टश्रुतज्ञानं सन्तानभेदाविवक्षया गृह्यते, તો કરવી જ નહિ, કેમકે દ્વાદશાંગીજન્ય બોધવિષયતા રૂપ દ્વાદશાંગીમૂલકત્વ ઉપાદેયતાનું પ્રયોજક નથી, કિન્તુ જિનવચનવિહિતત્વ જ તેવું છે. અર્થાત્ “જેની જાણકારી દ્વાદશાંગીમાંથી મળે તે ઉપાય બને એવો પ્રયોજક-પ્રયોજ્ય ભાવ નથી, કિન્તુ “જેને જિનવચનમાં (દ્વાદશાંગીમાં) કર્તવ્ય તરીકે કહેલ હોય એ જ ઉપાદેય બને' એવો પ્રયોજ્યપ્રયોજકભાવ છે. વળી જિનાવજ્ઞા પણ, બધા જ પરવાદોની અવજ્ઞા કરવામાં થઈ જવી મનાયેલી નથી, કિન્તુ તેમાં રહેલ સુંદરવાદોની અવજ્ઞામાં જ મનાયેલી છે. તેથી “જીવનો વધ કરવો જોઈએ' ઇત્યાદિ નયપ્રવાદોની અવજ્ઞામાં જિનાજ્ઞા થઈ જવાની આપત્તિ દેખાડવી એ તો સાવ અસંગત જ છે અને તેથી જ અન્ય અર્થની કલ્પના કરવી એ નિર્મુલક હોઈ વધુ અસંગત છે.
(પૂર્વપક્ષીકૃત વ્યાખ્યા ગ્રન્થસંદર્ભથી વિપરીત) એ અત્યંત અસંગત હોવામાં એ પણ એક કારણ છે કે ઉપદેશપદમાં આ અધિકૃત ગાથા અન્યદર્શનોક્ત અકરણનિયમની અવજ્ઞાનો પરિહાર કરવા માટે ઉપસ્થિત થઈ છે જ્યારે કલ્પના કરાયેલો આ અન્યભાવ તેનાથી વિપરીત જ છે, કેમ કે એ અન્યભાવ તે અવજ્ઞાના પરિવારને નહિ, પણ કર્તવ્યતાને સિદ્ધ કરે છે. તે આ રીતે – ઉભયના અકરણનિયમવર્ણનનો અભેદ માનવામાં આવે તો એ કલ્પનાને અનુસારે જિનાજ્ઞા થાય છે. અને તેથી એ ન થાય એ માટે ભેદ માનવો આવશ્યક છે. હવે આ ભેદની માન્યતા વ્યક્ત તો જ થાય જો “મિથ્યાત્વીનું અકરણનિયમ (વર્ણન) સમ્યકત્વીના અકરણનિયમ (વર્ણન) કરતાં ભિન્ન છે. વિપરીત છે” ઇત્યાદિ રૂપે એની અવજ્ઞા કરવામાં આવે. આમ એ કલ્પનાને અનુસાર તો એની અવજ્ઞા કર્તવ્ય હોવી સિદ્ધ થાય છે.
છતાં પણ તેઓની આ કલ્પના અંગે કંઈક કહીએ છીએ – “ “સળખવામૂર્તિ શ્લોકમાં શ્રી સુધર્માસ્વામી વગેરેએ રચેલ દ્વાદશાંગવિશેષની વાત નથી, કિન્તુ દ્વાદશાંગસામાન્યની જ વાત છે.” એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તેનો ફલિતાર્થ એ થાય છે કે તે સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગ જુદા જુદા જીવોનું પૃથક પૃથક્ હોવાની વિવેક્ષા રાખ્યા વગર જુદા જુદા દરેક દ્વાદશાંગને સાંકળી લેનાર એક