SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ દ્વાદશાંગીમાં સર્વપ્રવાદમૂલત્વ त्वस्योपादेयत्वाप्रयोजकत्वात्, जिनवचनविहितत्वस्यैवोपादेयतायां तन्त्रत्वात् । सर्वेषामपि परवादानामवज्ञाकरणे च न जिनावज्ञाऽभ्युपगम्यते, किन्तु तद्गतसुन्दरप्रवादानामेव, इति 'जीवो हन्तव्यः' इत्यादिनयप्रवादानामवज्ञायां जिनावज्ञाऽऽपादनमसङ्गतमेवेति, ततो भावान्तरकल्पनं निर्मूलकमेवाऽसङ्गततरं च, अन्योक्ताकरणनियमावज्ञापरिहारार्थं प्रकृतगाथोपन्यासात्परकल्पितभावस्य च तद्विपरीतत्वात्, तदनुसारेणोभयाकरणनियमवर्णनाभेदे भगवदवज्ञाप्रसङ्गात्, तद्भेदव्यक्तयेऽन्याकरणनियमवर्णनावज्ञाया एव न्याय्यत्वप्रसङ्गादिति । तथाऽपि तत्र किञ्चिदुच्यते - द्वादशाङ्गं हि सर्वोत्कृष्टश्रुतज्ञानं सन्तानभेदाविवक्षया गृह्यते, તો કરવી જ નહિ, કેમકે દ્વાદશાંગીજન્ય બોધવિષયતા રૂપ દ્વાદશાંગીમૂલકત્વ ઉપાદેયતાનું પ્રયોજક નથી, કિન્તુ જિનવચનવિહિતત્વ જ તેવું છે. અર્થાત્ “જેની જાણકારી દ્વાદશાંગીમાંથી મળે તે ઉપાય બને એવો પ્રયોજક-પ્રયોજ્ય ભાવ નથી, કિન્તુ “જેને જિનવચનમાં (દ્વાદશાંગીમાં) કર્તવ્ય તરીકે કહેલ હોય એ જ ઉપાદેય બને' એવો પ્રયોજ્યપ્રયોજકભાવ છે. વળી જિનાવજ્ઞા પણ, બધા જ પરવાદોની અવજ્ઞા કરવામાં થઈ જવી મનાયેલી નથી, કિન્તુ તેમાં રહેલ સુંદરવાદોની અવજ્ઞામાં જ મનાયેલી છે. તેથી “જીવનો વધ કરવો જોઈએ' ઇત્યાદિ નયપ્રવાદોની અવજ્ઞામાં જિનાજ્ઞા થઈ જવાની આપત્તિ દેખાડવી એ તો સાવ અસંગત જ છે અને તેથી જ અન્ય અર્થની કલ્પના કરવી એ નિર્મુલક હોઈ વધુ અસંગત છે. (પૂર્વપક્ષીકૃત વ્યાખ્યા ગ્રન્થસંદર્ભથી વિપરીત) એ અત્યંત અસંગત હોવામાં એ પણ એક કારણ છે કે ઉપદેશપદમાં આ અધિકૃત ગાથા અન્યદર્શનોક્ત અકરણનિયમની અવજ્ઞાનો પરિહાર કરવા માટે ઉપસ્થિત થઈ છે જ્યારે કલ્પના કરાયેલો આ અન્યભાવ તેનાથી વિપરીત જ છે, કેમ કે એ અન્યભાવ તે અવજ્ઞાના પરિવારને નહિ, પણ કર્તવ્યતાને સિદ્ધ કરે છે. તે આ રીતે – ઉભયના અકરણનિયમવર્ણનનો અભેદ માનવામાં આવે તો એ કલ્પનાને અનુસારે જિનાજ્ઞા થાય છે. અને તેથી એ ન થાય એ માટે ભેદ માનવો આવશ્યક છે. હવે આ ભેદની માન્યતા વ્યક્ત તો જ થાય જો “મિથ્યાત્વીનું અકરણનિયમ (વર્ણન) સમ્યકત્વીના અકરણનિયમ (વર્ણન) કરતાં ભિન્ન છે. વિપરીત છે” ઇત્યાદિ રૂપે એની અવજ્ઞા કરવામાં આવે. આમ એ કલ્પનાને અનુસાર તો એની અવજ્ઞા કર્તવ્ય હોવી સિદ્ધ થાય છે. છતાં પણ તેઓની આ કલ્પના અંગે કંઈક કહીએ છીએ – “ “સળખવામૂર્તિ શ્લોકમાં શ્રી સુધર્માસ્વામી વગેરેએ રચેલ દ્વાદશાંગવિશેષની વાત નથી, કિન્તુ દ્વાદશાંગસામાન્યની જ વાત છે.” એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તેનો ફલિતાર્થ એ થાય છે કે તે સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગ જુદા જુદા જીવોનું પૃથક પૃથક્ હોવાની વિવેક્ષા રાખ્યા વગર જુદા જુદા દરેક દ્વાદશાંગને સાંકળી લેનાર એક
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy