SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ स्यावज्ञया जिनावज्ञा स्यात्, सा चानन्तसंसारहेतुरिति भणितम् । यथा मोक्षाङ्गं स्वरूपतः शुभमपि मनुष्यत्वं संयतजनस्य फलतोऽपि शुभमेव, मोक्षप्राप्तिपर्यन्तं सुगतिहेतुत्वात्, तदेव मनुष्यत्वं व्याधादेः फलतोऽशुभमेव, जीवघाताद्यसंयमहेतुत्वेन दुर्गतिहेतुत्वात् । एवं सत्यपि भेदे द्वयोरपि मनुष्यत्वयोस्तुल्यतया भणनं संयतजनमनुष्यत्वस्यावज्ञया जिनावजैव, जिनेनैव भेदेनाभिधानात्, दृश्यते च लोकेऽपि लक्षणोपेततदनुपेतयोर्मण्योस्तुल्यतया भणने लक्षणोपेतमणेरवज्ञया तत्परीक्षकस्यावज्ञैवेति । तदिदमखिलमकाण्डतुण्डताण्डवाडम्बरमानं, अनुपपत्तेरेवाभावात्, द्वादशाङ्गस्य विधिनिषेधविधया स्वसमयपरसमयप्रज्ञापनाविधया वा शुभाशुभसर्वप्रवादमूलत्वे दोषाभावात् । न चाशुभानामपि प्रवादानां ततः प्रवृत्तेस्तन्मूलकतयोपादेयताप्रसङ्गः, तज्जन्यप्रतिपत्तिविषयत्वरूपस्य तन्मूलकનિયમની અવજ્ઞા દ્વારા જિનાવજ્ઞા રૂપ જ બની જાય છે, જે અનંતસંસારહેતુ છે એ કહી ગયા છીએ. જેમ મોક્ષના કારણભૂત હોઈ સ્વરૂપે શુભ એવું પણ મનુષ્યત્વ સાધુઓને ફળતઃ પણ શુભરૂપે પરિણમે છે, કેમ કે મોક્ષપ્રાપ્તિ સુધી સુગતિ અપાવનાર બને છે. પણ એ જ મનુષ્યત્વ શિકારી વગેરે માટે ફળતઃ અશુભરૂપે જ પરિણમે છે, કેમ કે જીવહિંસાદિરૂપ અસંયમના હેતુભૂત હોઈ દુર્ગતિ હેતુ છે. આમ બંનેના (સાધુશિકારીના) મનુષ્યત્વને તેમાં સ્પષ્ટ ભેદ હોવા છતાં સમાન કહેવું એ સાધુના મનુષ્યત્વની અવજ્ઞા દ્વારા જિનાવશારૂપ જ બને છે, કેમ કે ભગવાને જ તે બેને જુદા જુદા કહ્યા છે. લોકોમાં પણ જોવા મળે છે કે લક્ષણયુક્ત અને લક્ષણશૂન્ય મણિને એક સરખા કહેવામાં લક્ષણયુક્ત મણિની અવજ્ઞા દ્વારા તેના પરીક્ષકની પણ અવજ્ઞા થાય જ છે. અર્થાત્ પરીક્ષકે જે બેને લક્ષણયુક્ત અને લક્ષણશૂન્ય તરીકે જુદા જુદા કહ્યા હોય તે બંનેને સમાન કહેવા એ તે પરીક્ષકની પણ તેનું વચન ન માનવા વગેરે રૂપ અવજ્ઞા જ છે. (ઉક્તગાથામાં અસંગતિનો જ અભાવ - ઉત્તરપક્ષ) ઉપદેશપદની અધિકૃત ગાથા અંગે કરાયેલી આ નવીન કલ્પનાઓ અકાળે થયેલા પ્રચંડ તાંડવના આડંબરમાત્રરૂપ છે, કેમ કે તેવી કલ્પના કરનારે તે ગાથાની વૃત્તિમાં કલ્પેલી અસંગતિનો જ વસ્તુતઃ અભાવ હોવાથી તેની કલ્પના કરવાનો કોઈ કાળ વસ્તુતઃ પાક્યો નથી (અવસર ઊભો થયો નથી), કેમ કે સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગ વિધિનિષેધરૂપે કે સ્વસિદ્ધાન્તપ્રરૂપણા-પરસિદ્ધાન્તપ્રરૂપણારૂપે શુભઅશુભ સર્વપ્રવાદોનું મૂલ હોય તો પણ સાધુઓએ સાવદ્ય ભાષા બોલવાની આપત્તિ વગેરે રૂપ દોષો (જે તેવી કલ્પના કરનારે કહ્યા છે તે) આવતા નથી, અર્થાત્ જીવદયા પાળવી (વિધિ) જીવહિંસા ન કરવી (નિષેધ) વગેરે વાતો કે “જીવદયા જાળવવી (સ્વસિદ્ધાન્ત પ્રરૂપણા) એ આપણો સિદ્ધાન્ત છે જ્યારે “યજ્ઞાદિ માટે જીવહિંસા કરવી” વગેરે એ અન્ય દર્શનોનો સિદ્ધાન્ત છે. આવી વાતો દ્વાદશાંગીમાં કરી હોય તો પણ એની પ્રરૂપણા કરનાર સાધુઓને સાવદ્યભાષા બોલવાનો દોષ લાગતો નથી. “જીવહિંસા વગેરેની પણ (ભલે નિષેધરૂપે) દ્વાદશાંગીમાં વાત કરી હોવાથી તે પણ ઉપાદેય બની જશે” એવી શંકા
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy