________________
અન્યદર્શનમાં પણ સામાન્યધર્મની હાજરી
૧૫૩ विलक्षणत्वात्, औधिकयोगदृष्ट्या सर्वविशेषावगाहिसम्यक्त्वाभावेऽपि सामान्यधर्मप्रदर्शनाविरोधात्, सामान्यधर्मसत्ता च तेषु 'बौद्धादिसामान्यधार्मिकजनस्यापी'ति वदत उपदेशपदवृत्तिकर्तुरेव वचनाद् व्यक्तं प्रतीयते । एवं सति 'मनागिहापि धर्मोऽस्ती'ति मरीचिवचनस्योत्सूत्रत्वं न स्यादिति त्वसमीक्षिताभिधानं, स्वतंत्रप्रमाणप्रतिपत्त्यनुबन्धिविषयतयाऽन्यदर्शने मनाग् धर्मस्याप्यभावेन तद्वचनस्योत्सूत्रत्वात्, तवृत्तिसामान्यधर्मेऽपि भगवद्वचनस्यैव स्वतन्त्रप्रमाणत्वात्, अथवा कपिलस्य बालत्वादन्यलिङ्गमेवान्यदर्शनत्वेन तेन प्रतीतं, तत्र च स्वनिरूपितकारणताविशेषेण न कोऽपि धर्मोऽस्तीति भावासत्यत्वात् तद्वचनस्योत्सूत्रत्वाव्याघात इति यथातन्त्रं विभावनीयम् ।
વાસ્તવિક વચનરૂપ નહિ. [કીડાએ કોરી કાઢેલા અક્ષરો જેમ માત્ર આકૃતિ જ કહેવાય છે, અક્ષર નહિ, તેમ])” – આ વચનોનું નિરાકરણ એટલા માટે થઈ જાય છે કે માર્ગાનુસારી દૃષ્ટિથી કરાયેલું તે વર્ણન ઘુણાક્ષર કરતાં વિલક્ષણ હોય છે એ હમણાં જ ઉપર બતાવી ગયા છીએ. સર્વવિશેષોને જણાવનારું સમ્યકત્વ ન હોવા છતાં ઔધિયોગદૃષ્ટિથી અકરણનિયમ વગેરે રૂપ સામાન્યધર્મનું પ્રદર્શન (જ્ઞાન અને વર્ણન) થવું વિરુદ્ધ નથી.
(ઇતરદર્શનમાં ય સામાન્યધર્મની હાજરી) (– ચાલો, આ રીતે ઔધિકયોગદષ્ટિથી સામાન્ય ધર્મનું જ્ઞાન અને વર્ણન થવું ભલે સ્વીકારી લઈએ. પણ તો પણ એટલા માત્રથી સામાન્યધર્મની તેઓમાં હાજરી તો સિદ્ધ થઈ જતી નથી. કેમ કે બધું જ વર્ણન યથાર્થ જ્ઞાનને સાપેક્ષ જ હોય એવો નિયમ નથી ઈત્યાદિ અમે આગળ કહી ગયા છીએ ~ આવી શંકાનું સમાધાન આ છે કે, તેઓમાં સામાન્યધર્મની હાજરી ઉપદેશપદના વૃત્તિકારે શ્લોક ૬૯૩ની વૃત્તિમાં જે કહ્યું છે કે “બૌદ્ધાદિ સામાન્ય ધાર્મિકજનની પણ મૂઢતારૂપ છે...' તેના પરથી સિદ્ધ થઈ જ જાય છે. આમાં બૌદ્ધ વગેરેનો સામાન્ય ધાર્મિકજન' તરીકે જે ઉલ્લેખ કર્યો છે તે જ બતાવી આપે છે કે તેઓમાં સામાન્યધર્મ તો હાજર હોય જ છે. “જો તેઓમાં સામાન્યધર્મની હાજરી હોય તો મરીચિનું “અહીં પણ કંઈક ધર્મ છે એવું વચન ઉસૂત્ર નહિ બને.” – એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે તો વિચાર્યા વગર જ કહ્યું છે. કેમ કે “તે તે દર્શનો પોતપોતાના પ્રણેતાઓથી સ્વસ્વપ્રતિભા અનુસાર કહેવાયેલા હોવાથી પ્રમાણભૂત છે' એ રીતે જો તે તે દર્શન માનવાના હોય તો તેઓમાં જરા પણ ધર્મ હોતો જ નથી અને તેથી એ વચન ઉસૂત્ર રૂપ જ છે. તેમાં સામાન્યધર્મની પણ જે હાજરી માનીએ છીએ તે પણ ભગવદ્ વચનને સ્વતંત્રપ્રમાણ તરીકે લઈને જ. માટે માત્ર પોતાના વચનનાં બળે જ પોતાના દર્શનમાં ધર્મ મનાવવાનું મરીચિનું વચન ઉસૂત્ર હતું જ. અથવા કપિલ “બાલ' હોવાથી (જે માત્ર બાહ્ય આચારોને જ જુએ તે બાલ). તેણે તો બાહ્ય પરિવ્રાજકલિંગને જ એક સ્વતંત્ર દર્શન (ધર્મ) તરીકે “અહ” શબ્દથી પકડ્યું. આ લિંગની કલ્પનામાં મરીચિએ જે કારણો કલ્પેલા કે “સાધુઓ ત્રિદંડથી ગુપ્ત છે, હું નથી, માટે હું ત્રિદંડ રાખીશ' વગેરે તે બધા કારણોને આગળ કરીને તો આ વેશમાં કોઈ