________________
અન્યમાર્ગાનુસારી નાસ્તિક કેમ નથી?
૧૫૧ नीयक्षयोपशमजनितत्वेन स्वयमेवोक्तो निरनुबन्धशुभप्रकृतिहेतुत्वादनर्थहेतुरेवेति परेण वक्तुं युक्तं, निरुपधिभवबीजप्रहाणेच्छागोचरमार्गानुसारिशुभाध्यवसायस्य शुभानुबन्धिपुण्यनिमित्तत्वेनोक्तવાત્ ા તલુtપુનર્વસ્થofધારે યોવિન્ડો (૨૨૨-૨૪)क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । शुभानुबन्धिपुण्याच्च विशिष्टमतिसङ्गतः ।। ऊहतेऽयमतः प्रायो भवबीजादिगोचरम् । कान्तादिगतगेयादि तथा भोगीव सुन्दरम् ।।
अत एव परेषामकरणनियमवर्णनहेतुः शुभभावविशेषो वज्रवदभेद्यः प्रशस्तपरिणामभेद उपदेशपदवृत्तौ विवृतः। अयमेव ह्यस्य विशेषो यद्विशेषदेशनाप्रतिसंधानं विनाऽपि तद्विषयपर्यवसायित्वमिति । अत एव मार्गानुसारिणां परेषां जैनाभिमतप्रकारेण जीवाद्यनभ्युपगमान नास्तिकत्वं, विप्रतिपत्रांशे पक्षपातपरित्यागे सति वस्तुतस्तदभ्युपगमपर्यवसानाद्। अत एव च शुभभावविशेषाમોહનીયકર્મના થઈ ગયેલા તેવા પ્રકારના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલો કહ્યો છે તે શુભભાવવિશેષ અંગે જ પછી પૂર્વપક્ષી આવું જે કહે છે કે “એ શુભભાવવિશેષ નિરનુબંધ શુભપ્રકૃતિના હેતુભૂત હોવાથી પરિણામે અનર્થનો જ હેતુ છે. અને તેથી એના કારણે થયેલું અકરણનિયમવર્ણન વગેરે પણ શુભ ચીજ હોવી નક્કી થતી નથી)” તે યોગ્ય નથી, કેમ કે સંસારબીજનો નાશ કરવાની નિરુપાધિક ઇચ્છાથી પ્રવર્તેલો તેઓનો આ શુભ-અધ્યવસાય પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. જેમ કે યોગબિન્દુ (૧૯૩-૧૯૪)માં અપુનબંધકના અધિકારમાં કહ્યું છે કે “ક્રોધાદિથી બાધા ન પામેલો, શાન્ત, ઉદાત્ત, મહાન આશયવાળો અને શુભાનુબંધી પુણ્યથી વિશિષ્ટબુદ્ધિ (માર્ગાનુસારી પ્રૌઢપ્રજ્ઞા)વાળો થયેલો અપુનબંધક તે બુદ્ધિથી સંસારનું બીજ કર્મ, સંસારનું સ્વરૂપ વગેરેના પ્રાયઃ ઊહાપોહ (વિચાર) કરે છે. જેમ કે વિચક્ષણ ભોગીપુરુષ પ્રિયાના સુંદર ગીત-રૂપ વગેરેના વિચાર કર્યા કરે તેમ.”
| (ઇતરોક્ત અકરણનિયમ વર્ણનમાં વૈવિધ્ય) આમ અકરણનિયમવર્ણનનો હેતુ બનનાર અન્યતીર્થિકોનો આ શુભ અધ્યવસાય શુભાનુબંધી પુણ્યનો હેતુ હોવાથી તેને ઉપદેશપદ (શ્લોક ૬૯૨)ની વૃત્તિમાં વજ જેવા અભેદ્ય પ્રશસ્તપરિણામ તરીકે વર્ણવ્યો છે. તેઓના આ શુભ પરિણામની એ જ વિશેષતા હોય છે કે શ્રીજિનેશ્વર ભગવંતની સભૂત અકરણનિયમને જણાવનાર દેશનાવિશેષનું પ્રતિસંધાન ન હોવા છતાં તદ્વિષયક વર્ણનમાં જ એ ફલિત થાય છે. અર્થાત્ શ્રીજિનેશ્વરદેવની દેશના અકરણનિયમનું જેવું પ્રરૂપણ કરતી હોય તેવું આ શુભ અધ્યવસાય ફલિતરૂપે વર્ણન કરાવે છે.) અન્યમાર્ગસ્થ માર્ગાનુસારીજીવોને જિનવચનોનું અનુસંધાન ન હોવાથી જૈનો જીવાદિને જેવા માને છે તેવા તેઓ માનતા નથી કે પ્રરૂપતા નથી. તેમ છતાં, તેઓના શુભભાવની ઉક્ત વિશેષતાના કારણે જ તેઓ નાસ્તિક નથી, કેમ કે જેટલા અંશમાં તેઓ જુદી માન્યતા અને જુદી પ્રરૂપણા ધરાવે છે તેટલા અંશમાં પણ “પોતે માને છે એ જ સાચું છે' એવા પક્ષપાતને તેઓએ