________________
૧૫૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ च कपिलस्य पुरस्तात् 'मनागिहापि धर्मोऽस्ति' इति परिव्राजकदर्शनमधिकृत्य मरीचिवचनमुत्सूत्रं न स्याद्" इति, तदसत्, तीर्थान्तरीयाणामपि सद्भूताकरणनियमवर्णनस्य शुभभावविशेषसापेक्षत्वेन मार्गानुसारितया तेषु सामान्यधर्मसिद्धेः। शुभभावविशेषसापेक्षत्वं च तस्य
इत्तो अकरणनियमो अण्णेहि वि वण्णिओ ससत्यंमि । सुहभावविसेसाओ ण चेवमेसो ण जुत्तोत्ति ।।६९२।। इत्युपदेशपदवचनेनैव प्रसिद्धम् । न चैवंविधस्तेषां शुभाध्यवसायस्तथाभूतज्ञानावरणीयमोह
પણ તેવું વર્ણન થઈ શકે છે. બાકી વર્ણન જો યથાર્થ જ્ઞાનથી જ થઈ શકતું હોય તો એવો નિયમ ફલિત થઈ જાય કે “કોઈપણ વ્યક્તિએ જે કાંઈ વર્ણન કર્યું હોય તે બધું સમ્યગુ જ હોય.” વળી આવો નિયમ ફલિત થઈ જાય તો આપત્તિ એ આવે કે અન્ય દર્શનકારોએ સ્વદર્શનમાં જે અકરણનિયમ વગેરેનું વર્ણન કર્યું છે તે સમ્યગુ જ હોવાથી તેઓના દર્શનમાં તે ધર્મની પણ હાજરી માનવી પડે. વળી આ રીતે તો કપિલની આગળ મરીચિએ “અહીં પણ કંઈક ધર્મ છે.” એવું જે વચન કહ્યું હતું તે પરિવ્રાજકદર્શનની અપેક્ષાએ ઉત્સુત્ર નહિ બને. તાત્પર્ય : મરીચિનો પરિવ્રાજક વેશ જોઈ કપિલને તો “અહીં શબ્દથી પરિવ્રાજક દર્શન જ મનમાં ઉપસ્થિત થયું. “વળી જે કોઈ વર્ણન હોય તે સમ્યગુ જ હોય' એવો તમે નિયમ માન્યો છે. તેથી મરીચિના એ વચન રૂપ વર્ણન સમ્યગુ જ માનવું પડે. એટલે કે પરિવ્રાજક દર્શનમાં પણ એ સમ્યગ્દર્શન અનુસારે કંઈક ધર્મની હાજરી સિદ્ધ થઈ જ જાય અને તો પછી મરીચિના એ વચનને ઉત્સુત્ર શી રીતે કહેવાય? આવી આપત્તિ ઊભી ન થાય એ માટે “વર્ણન યથાર્થ જ્ઞાનથી જ થાય, વર્ણન સમ્યગૂ જ હોય.” એવો નિયમ માની શકાતો નથી. તેથી જ “અન્યશાસ્ત્રોમાં પણ અકરણનિયમનું વર્ણન છે. એવું જણાવનાર ઉપદેશપદના વચન પરથી તેનું વર્ણન માત્ર હોવું સિદ્ધ થાય છે, હાજરી નહિ. તેથી અન્ય દર્શનોમાં સદ્દભૂત અકરણનિયમ વગેરે ક્રિયા જ હોવી સિદ્ધ નથી તો કઈ ક્રિયાને ભાવથી જૈન ક્રિયા માની અન્યમાર્ગસ્થ જીવોને માર્ગાનુસારી કહી શકાય?
(અકરણનિયમ વર્ણન પણ શુભભાવસાપેક્ષ/માર્ગાનુસારિતાસાધક - ઉત્તરપક્ષ) સમાધાન આવી શંકા યોગ્ય નથી. સભૂત અકરણનિયમનું વર્ણન શુભભાવસાપેક્ષ હોય છે. તેથી અન્યતીર્થિક કરેલ તે વર્ણન પરથી, તેના કારણભૂત શુભભાવની તેઓમાં વિદ્યમાનતા સિદ્ધ થાય છે. જેના કારણે તેઓમાં માર્ગોનુસારિતાની સિદ્ધિ થવાથી તરૂપ સામાન્યધર્મની પણ સિદ્ધિ થાય જ છે. તે વર્ણન શુભભાવવિશેષને સાપેક્ષ હોય છે એ વાત ઉપદેશપદ (૬૯૨) ના આ વચનથી જ સિદ્ધ છે. “તેથી જ અન્યતીર્થિકો વડે પણ પાતંજલ વગેરે સ્વશાસ્ત્રમાં અકરણનિયમનું શુભભાવવિશેષથી વર્ણન કરાયું છે. અન્યતીર્થિકોએ એ વર્ણવ્યો છે એટલા માત્રથી એ યુક્ત નથી એવું નથી.”
વળી, તેઓનો આ શુભભાવવિશેષ કે જેને ખુદ પૂર્વપક્ષીએ પોતે જ જ્ઞાનાવરણ કર્મના અને १. इतोऽकरणनियमोऽन्यैरपि वर्णितः स्वशास्त्रे । शुभभावविशेषान्न चैवमेव न युक्त इति ॥