________________
૧૪૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ।। इत्यादीनि । एवं स्थिते तस्मिन्नभिन्नार्थेऽकरणनियमादौ वाक्ये विशिष्टक्षयोपशमादिवाक्येन सह, प्रद्वेषः= 'परसमयप्रज्ञापनेयं' इतीर्थ्या, मोहो=मूढभावलक्षणो, वर्त्तते बौद्धादिसामान्यजनस्यापि, विशेषतो जिनमतस्थितानां सर्वनयवादसङ्ग्रहान्मध्यस्थभावानीतहृदयाणां साधुश्रावकाणाम्'।
अत एवान्यत्राप्यनेनोक्तं -
गुणतस्तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसंमोहः ।। (षो. ४-११) રૂતિ एतत्समर्थयन्नाह - सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु तो सव्वं सुंदरं तंमि ।।६९४ ।। सर्वप्रवादमूलं भिक्षुकणभक्षाक्षपादादितीर्थान्तरीयदर्शनप्रज्ञापनानामादिकारणं, किं तद्? इत्याह - द्वादशाङ्गं द्वादशानामाचारादीनामङ्गानां प्रवचनपुरुषावयवभूतानां समाहारो, यतः कारणात् समाख्यातं सम्यक्प्रज्ञप्तं सिद्धसेनदिवाकरादिभिः। यतः पठ्यते -
उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ! दृष्टयः ।
न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ।। ધાર્મિક જનોએ અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ(નિષ્પરિગ્રહતા) અને મૈથુનવર્જનને પવિત્ર માન્યા છે” ઇત્યાદિ વાતો. આમ આવી વાતો પર દ્વેષ રાખવો એ મોહરૂપ હોવાથી જ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અન્યત્ર (ષોડશક ૪-૧૧) પણ કહ્યું છે કે “ગુણ=ઉપકારરૂપ ફળને આશ્રીને તુલ્ય એવી પણ વસ્તુમાં નામના ભેદમાત્રથી વ્યક્તિ જેના કારણે આ કર્તવ્ય છે આ અકર્તવ્ય ઇત્યાદિ વિપરીત દૃષ્ટિવાળો થાય છે તે ખરેખર દૃષ્ટિરાગ નામનો અધમ દોષ છે.” આ જ બધી વાતનું સમર્થન કરતાં ઉપદેશપદમાં (૬૯૪) આગળ કહે છે -
(અન્યશાસ્ત્રોક્ત સુંદર વાતોનો દ્વાદશાંગીમાં સમાવતાર) પ્રવચનપુરૂષના અવયવભૂત આચારાદિ બાર અંગોના સમુદાયાત્મક દ્વાદશાંગ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે વડે ભિક્ષુ-કણભક્ષ-અક્ષપાદાદિ તીર્થાન્તરીય દર્શનો રૂપ સર્વપ્રવાદોની પ્રરૂપણાનું મૂળ કારણ કહેવાયું છે. તેથી જણાય છે કે એ ખરેખર ક્ષીરોદધિ વગેરે રત્નાકર જેવું છે અને તેથી અન્ય દર્શનોમાં જે કંઈ સુંદર જોવા મળે તેનો તેમાં સમવતાર કરવો. અર્થાત્ યોગના તે તે શાસ્ત્રોમાં વ્યાસકપિલ-કાલાતીત-પતંજલિ વગેરે વડે કહેવાયેલા અકરણનિયમાદિના પ્રતિપાદક વચનો પણ જિનવચનરૂપ
१. सर्वप्रवादमूलं द्वादशाङ्गं यतः समाख्यातम् । रत्नाकरतुल्यं खलु ततः सर्व सुन्दरं तस्मिन् ॥