________________
અન્યદર્શનોક્ત સમાનાર્થક વાતો પરમાર્થથી જૈનધ્રુતમૂલક
૧૪૭ जं अत्थओ अभिन्न अण्णत्था सद्दओवि तह चेव । तंमि पओसो मोहो विसेसओ जिणमयठिआणं ।। य=वाक्यम्=अर्थतो वचनभेदेऽप्यर्थमपेक्ष्य अभिन्नं एकाभिप्रायं, तथा अन्वर्थाद्=अनुगतार्थात्, शब्दतोऽपि शब्दसन्दर्भमपेक्ष्य, तथैव अभिन्नमेव, इह परसमये द्विधा वाक्यान्युपलभ्यन्ते, कानिचिदर्थत एवाभिन्नानि -
अप्पा णई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुधा घेणू अप्पा मे नंदणं वनं ।। (उत्तरा. २०-३६) इत्यादिभिर्वाक्यैर्यथा भारतोक्तानि - इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्गनरकावुभौ । निगृहीतविशि(स)ष्टानि स्वर्गाय नरकाय च ।। आपदां प्रथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदामग्रे येनेष्टं तेन गम्यताम् ।। इत्यादीनीति । कानिचिच्छब्दतोऽर्थतश्च-'जीवदया सच्चवयणं' इत्यादिभिः प्रसिद्धरेव वाक्यैः सह, यथा -
પામેલા સાધુ અને શ્રાવકો અન્યશાસ્ત્રોક્ત સમાન બાબતો પર અન્યોક્તત્વમાત્રના કારણે પ્રષ રાખતા નથી, કેમ કે એના પરનો એ દ્વેષ તે તે બાબતોના મૂળભૂત દષ્ટિવાદ પરના દ્વેષમૂલક હોવો પર્યવસિત થતો હોઈ મહાપાપરૂપ છે. ઉપદેશપદ સૂત્ર (૯૩) માં કહ્યું છે કે “અન્યશાસ્ત્રમાં કહેલી જે વાત અર્થથી સમાન હોય કે જે શબ્દથી પણ સમાન હોય તેમાં દ્વેષ રાખવો એ મૂઢતા છે, વિશેષ કરીને જિનમતમાં રહેલા જીવો માટે.” તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે “જે બાબત વચનભેદ હોવા છતાં અર્થથી સમાન અભિપ્રાયવાળી હોય તથા જે વાત સાવર્થ શબ્દની અપેક્ષાએ પણ સમાન હોય તેવા વિશિષ્ટ ક્ષયોપશમાદિને જણાવનાર જિનવચન સાથે અભિન્ન અર્થવાળા અકરણનિયમ વગેરેને જણાવનાર વાક્યોમાં “આ તો અન્ય શાસ્ત્રની વાતો છે” એવો દ્વેષ રાખવો એ બૌદ્ધ વગેરે સામાન્યધર્મી માણસો માટે પણ મૂઢતા રૂપ છે અને સર્વનયવાદોનો સમન્વય કરવાથી મધ્યસ્થ ચિત્તવાળા થયેલા સાધુશ્રાવકોને માટે તો એવો દ્વેષ વિશેષથી મૂઢતારૂપ છે. અન્ય શાસ્ત્રોમાં બે પ્રકારના વાક્યો હોય છે. કેટલાક માત્ર અર્થથી જ સમાન હોય છે. જેમકે ઉત્તરાધ્યયન (૨૦-૩૬)ના “આત્મા પોતે જ વૈતરણી નદી છે, આત્મા જ મારા માટે કાંટાળું શાલ્મલી વૃક્ષ છે, આત્મા જ ઈચ્છાઓને પૂરનાર કામધેનુ છે અને આત્મા જ મારા માટે નંદનવન છે” ઇત્યાદિ જણાવનાર વાક્યો સાથે “ઇન્દ્રિયો જ સ્વર્ગ અને નરક બને છે. નિગ્રહ કરાયેલી ઇન્દ્રિયો સ્વર્ગને આપનારી બને છે અને નિગ્રહ ન કરાયેલી (છૂટી મૂકાયેલી) તે નરક આપનારી બને છે. ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિઓનો અને જય ભાવિ સંપત્તિઓના ધોરીમાર્ગ છે. તેથી જે માર્ગ ગમે તે માર્ગે જાઓ.” ઇત્યાદિ જણાવનાર ભારત વચનો સમાનાર્થક છે. કેટલાક વાક્યો શબ્દથી અને અર્થથી બન્ને રીતે સમાન હોય છે. જેમ કે “જીવદયા સત્યવચન...” વગેરે પ્રસિદ્ધ વાક્યો સાથે “સર્વ १. यदर्थतोऽभिन्नमन्वर्थाच्छब्दतोऽपि तथा चैव। तस्मिन्प्रद्वेषो मोहाद् विशेषतो जिनमतस्थितानाम् । २. आत्मा नदी वैतरणी, आत्मा मे कूटशाल्मली। आत्मा कामदुधा धेनुरात्मा मे नन्दनं वनम् ॥