________________
૧૪૫
જિનોપદેશની ચિત્રરૂપતા त्प्रमाणगुणाधानपर्यवसन इति यावत् । तदुक्तमुपदेशपदे (९३३) -
एवं जिणोवएसो उचियाविक्खाइ चित्तरूवोत्ति । अपमायसारयाएवि तो सविसय मो मुणेयव्वो ।। एतवृत्तिर्यथा-‘एवं-गुरुकर्मणां प्रव्रज्याप्रतिपत्त्यसहिष्णुत्वे सति, जिनोपदेशः सर्वज्ञप्रज्ञापनारूपः, उचितापेक्षया यो यत्प्रमाणस्योपदेशस्य योग्यस्तदपेक्षया चित्ररूपो-नानारूपतया प्रवर्त्तत इति प्राग्वत् । अप्रमादसारतायामपि-अप्रमादः सारः करणीयतया यत्र जिनोपदेशे स तथा तस्या भावस्तत्ता तस्यामपि, तत्-तस्मात्, सविषयः सगोचरः, मो इति पूर्ववत् मुणेयव्वोत्ति मुणितव्यः । यदा हि जिनोपदेशश्चित्ररूपतया व्यवस्थितोऽप्रमादसारोऽपि तदाऽपुनर्बन्धकादीन् निर्वाणमार्गप्रज्ञापनायोग्यानधिकृत्य केचित्सामान्यदेशनायाः केचित्सम्यग्दृष्टिगुणयोग्यप्रज्ञापनायाः केचिद्देशविरतिगुणस्थानकाहप्ररूपणायाः केचिनिधूतचारित्रमोहमालिन्या अप्रमत्ततारूपप्रव्रज्यादेशनाया योग्या इति नाऽविषयाऽप्रमत्तताप्रज्ञापनेति'। ततश्च मार्गानुसारिक्रियाऽपि भगवत्सामान्यदेशनाऽर्थ इति भावतो जैन्येवेति प्रतिपत्तव्यम् ।।२३।।
नन्वेवं भागवतीं सामान्यदेशनामनुसृत्य प्रवर्त्तमानानां मिथ्यादृशामपि सा मार्गानुसारिणी क्रिया सिद्ध्यतु दयादानादिका जैनी, पतञ्जल्याद्युक्तमनुसृत्य प्रवर्त्तमानानां तु सा कथं जैनी? जिन
હેતુ બતાવ્યો છે.) પરમ ઉપયરૂપ અપ્રમાદના જ મુખ્ય ઉદ્દેશવાળો જિનોપદેશ જુદી જુદી ભૂમિકાએ રહેલા જીવોમાં યોગ્ય ગુણો લાવી આપનાર હોવાથી અનેક પ્રકારનો હોય છે. અર્થાત્ જેને જેટલા ઉપદેશથી ગુણપ્રાપ્તિ થવાની હોય તેને માટે તેટલા જ પ્રમાણમાં તે પ્રવર્તે છે. ઉપદેશપદ(૯૩૩)માં કહ્યું છે કે “આમ ભારેકર્મી જીવો પ્રવ્રયાપાલનને અસમર્થ હોઈ સર્વશે કરેલી પ્રરૂપણારૂપ જિનોપદેશ, જે જીવ જેટલા ઉપદેશને યોગ્ય હોય તેની અપેક્ષાએ તેને ઉપદેશ અપાય છે. જીવોની ઉપદેશ ગ્રહણ યોગ્યતારૂપ ભૂમિકા અનેક પ્રકારની હોઈ ઉપદેશ પણ અનેક પ્રકારનો અપાય છે. તેથી અપ્રમાદ જ મુખ્ય કર્તવ્ય હોવા છતાં આ બધો જિનોપદેશ સવિષય છે. અર્થાત એના વિષય=યોગ્ય અધિકારી કોઈ નથી એવું નથી. આમ અપ્રમાદની મુખ્યતાવાળો એવો પણ જિનોપદેશ જો અનેક પ્રકારનો હોય છે તો મોક્ષમાર્ગની પ્રજ્ઞાપનાને યોગ્ય અપુનર્ધધક વગેરેમાંથી કેટલાક સામાન્ય દેશનાને, કેટલાક સમ્યકત્વ ગુણયોગ્ય પ્રજ્ઞાપનાને, કેટલાક દેશવિરતિ યોગ્ય ઉપદેશને અને ચારિત્રમોહનીય રૂપ મેલને ખંખેરી નાખનારા કેટલાક અપ્રમત્તતા રૂપ પ્રવજ્યાયોગ્ય દેશનાને યોગ્ય હોય છે. તેથી અપ્રમત્તતાની આ વિવિધ પ્રકારની પ્રજ્ઞાપના ક્યાંય પણ વ્યર્થ હોતી નથી.” તેથી માર્ગાનુસારી ક્રિયા પણ ભગવાનની સામાન્યદેશનામાં જણાવાયેલા પદાર્થરૂપ હોઈ ભાવથી જૈન જ હોય છે એ સ્વીકારવું જોઈએ. ર૭ll
~“ભગવાને આપેલ સામાન્ય દેશનાના વચનોને પકડીને દયા વગેરેમાં પ્રવર્તતા મિથ્યાત્વીઓની પણ તે માર્ગાનુસારી દયા-દાનાદિ ક્રિયા ભલે જૈની હોવી સિદ્ધ થાઓ, પણ પતંજલિ વગેરેના વચનોને
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
१. एवं जिनोपदेश उचितापेक्षया चित्ररूप इति । अप्रमादसारतायामपि ततः सविषयो ज्ञातव्यः॥