________________
૧૪૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ देशनाऽनुसन्धानमूलप्रवृत्त्यनुपहितत्वादित्याशङ्कायामाह -
अण्णत्थवि जमभिण्णं अत्थपयं तं जिणिंदसुअमूलं । अण्णोवि तयणुसारी तो देसाराहगो जुत्तो ।।२४।। अन्यत्रापि यदभिन्नमर्थपदं तज्जिनेन्द्रश्रुतमूलम् ।
अन्योऽपि तदनुसारी ततो देशाराधको युक्तः ।।२४ ।। अण्णत्थवि त्ति । अन्यत्रापि पातञ्जलादिशास्त्रेऽपि, यदर्थपदं पुरुषार्थोपयोगिवचनं, अभिनं= भगवद्वचनेकार्थ, तज्जिनेन्द्रश्रुतमूलं, तदनुसारेणैव तत्र तदुपनिबन्धात्। तथा च ततोऽपि जायमाना मार्गानुसारिणी क्रिया वस्तुतो भगवदेशनाविषयत्वेन भावतो जैन्येव। नहि मध्यस्थस्यान्योक्तत्वज्ञानं तत्फलप्रतिबन्धकं, दृष्टिरागसहकृतस्यैव तस्य तथात्वात्। अत एव नाभिन्नार्थेऽन्योक्तत्वमात्रेण सर्वनयवादसंग्रहहेतुचिन्ताज्ञानापादितमाध्यस्थ्यगुणानां साधुश्रावकाणां प्रद्वेषः, तत्प्रद्वेषस्य तन्मूलदृष्टिवादप्रद्वेषमूलत्वेन महापापत्वात् । तदुक्तमुपदेशपदसूत्रवृत्त्योः (६९३)અનુસરીને પ્રવર્તતા જીવોની તે શીલાદિ ક્રિયા જૈની શી રીતે કહેવાય? કેમ કે તે, જિનવચનના “આ શ્રીજિનેશ્વર ભગવંતે કહી છે” એવા અનુસંધાનમૂલક હોતી નથી.” – એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે
(અન્યશાસ્ત્રોક્ત સમાનાર્થક વાતો જૈન શ્રતમૂલક જ છે.) ગાથાર્થ અન્યશાસ્ત્રમાં પણ જે સમાન અર્થપદ હોય છે તે શ્રીજિનેન્દ્રશ્રુતમૂલક જ હોય છે. તેથી તેને અનુસરીને પ્રવર્તનાર અન્યમાર્ગસ્થ પણ દેશઆરાધક હોવો યુક્ત જ છે.
પાતંજલાદિ શાસ્ત્રમાં પણ ધર્મપુરુષાર્થને ઉપયોગી જે વચન ભગવદ્રવચનને સમાન અર્થવાળું હોય તે શ્રીનિંદ્રપ્રણીત શ્રુતમૂલક જ હોય છે, કેમકે તેને અનુસરીને જ તે શાસ્ત્રમાં તે વચનો કહેવાયેલા હોય છે. તેથી એ શાસ્ત્રવચનોને અનુસરીને થતી માર્ગાનુસારી ક્રિયા પણ વસ્તુતઃ ભગવદ્ દેશનાના જ વિષયરૂપ હોઈ ભાવથી જૈની જ હોય છે.
શંકા છતાં તે ક્રિયા કરનારના મનમાં “હું પતંજલિએ કહેલી ક્રિયા કરું છું.” એવું જ હોય છે. તેથી હું આ જિનોક્ત ક્રિયા કરું છું.” એવા અભિપ્રાયપૂર્વક થતી ક્રિયાનું જેટલું ફળ મળે એટલું તો એને મળશે જ નહિ. તેથી એને જિનોક્ત અનુષ્ઠાનને તુલ્ય રીતે જ જૈની કેમ કહેવાય ?
સમાધાન મધ્યસ્થજીવોને થયેલું હું અન્ય (પતંજલિએ) કહેલ ક્રિયા કરું છું એવું અન્યોક્તત્વજ્ઞાન તેના પૂર્ણ ફળને અટકાવી શકતું નથી. પતંજલિ વગેરે અન્ય પરના દૃષ્ટિ રાગના સાહચર્યવાળું જ તે તેને અટકાવી શકે છે. તેથી જ સર્વનયવાદોનો સંગ્રહ કરવામાં હેતુભૂત એવા ચિન્તાજ્ઞાનથી માધ્યશ્ચ ગુણ