________________
૧૪૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨ विराधनाजन्यमिति परिभाषायां को दोष इति चेत् ? नन्वेवं परिभाषाऽऽश्रयणावश्यकत्वे वृत्तिकृत् स्वारस्येनैव साऽऽश्रणीयेत्यभिप्रायवानाह-तत्-तस्माद् वृत्तिं परिगृह्य परिभाषा वक्तुं युक्ता । जे इति पादपूरणार्थो निपातः । वृत्तौ हि श्रुतशब्देन ज्ञानदर्शनयोः शीलशब्देन च प्राणातिपातादिनिवृत्तिक्रियाया एव परिभाषणादश्रतवान शीलवांश्च मार्गानुसार्येव बालतपस्वी पर्यवस्यतीति भावः, न हि द्रव्यलिङ्गधरोऽभव्यादिर्व्यवहारेण बालतपस्वी वक्तुं युज्यते । ‘ता एते बालतवस्सिणो दट्ठव्वा' इति महानिशीथे नागिलवचनं कुशीलेषु बालनिश्चयाभिप्रायकमेवेति, न चैकस्मिोव वाक्ये देशाराधकत्वमशुद्धव्यवहारात्, तदुपपादकं बालतपस्वित्वं च निश्चयादिति वक्तुं युक्तम्, सन्दर्भविरोજે બની જાય છે તે એકને (અભવ્યને) સાહજિકમિથ્યાત્વના કારણે અને બીજાને (નિતવને) વિરાધનાજન્ય મિથ્યાત્વના કારણે. આમ, આરાધકત્વની આવી પરિભાષા કરવાથી કોઈ દોષ રહેતો નથી અને તેથી દેશ-આરાધક તરીકે દ્રવ્યલિંગી જ લેવા જોઈએ.
(દ્રવ્યલિંગીને બાળતપસ્વી તરીકે લેવામાં સંદર્ભ વિરોધ) સમાધાનઃ આ રીતે પરિભાષા કરવી જ આવશ્યક બની જતી હોય તો વૃત્તિકારના અભિપ્રાયને અનુસરીને જ તે કરવી જોઈએ એવા અભિપ્રાયથી “તો પરિભાસા...” ઇત્યાદિ ઉત્તરાર્ધ કહ્યો છે. એમાં ને પાદપૂર્તિ કરવા માટેનો નિપાત (અવ્યય) છે. વૃત્તિમાં “શ્રુત' શબ્દથી જ્ઞાન-દર્શન અને “શીલ શબ્દથી પ્રાણાતિપાત વિરમણાદિ ક્રિયા (જિનોક્ત સાધુસામાચારી નહિ) લેવાની જ પરિભાષા કરી હોઈ “અશ્રુતવાનું- શીલવા તરીકે માર્ગાનુસારી હોય એવો જ બોલતપસ્વી લઈ શકાય છે. વળી ‘બાલતપસ્વી દેશઆરાધક છે' આ વચનમાં દેશઆરાધકત્વ જો વ્યવહારથી જ લેવાનું હોય તો બાલતપસ્વીપણું પણ વ્યવહારથી જ લેવું યુક્ત ઠરે. અને તો પછી દ્રવ્યલિંગધારી અભવ્યાદિને આ ભાંગામાં શી રીતે લેવાય? કેમકે તેઓ તો જિનોક્ત તપ વગેરે અનુષ્ઠાન કરતાં હોઈ વ્યવહારથી બાલતપસ્વી હોતાં નથી. હા, તેઓ પૌલિક આશાથી તપ વગેરે કરતાં હોવાથી નિશ્ચયથી બાળતપસ્વી હોય છે. શ્રીમહાનિશીથ સૂત્ર (અ.૪) માં પણ સુમતિના દષ્ટાન્તમાં “તેથી આ લોકોને બાળતપસ્વી જાણવા.” એવું નાગિલનું જે વચન કહેવાયું છે તે પણ પાંચ સાધુઓના ગચ્છ અંગે નૈઋયિક બાળતપસ્વીના અભિપ્રાયથી જ બોલાયેલું જાણવું. તેથી દ્રવ્યલિંગીમાં બાળતપસ્વીપણું તો નિશ્ચયથી જ લેવું પડે છે. અને તો પછી અભવ્યાદિ દ્રવ્યલિંગીને પહેલાં ભાંગામાં લેવામાં સંદર્ભ વિરોધ થશે. તે આ રીતે - બાલતપસ્વી દેશ આરાધક તરીકે તમને અભવ્યાદિ દ્રવ્યલિંગીઓ સંમત છે. એ જીવોમાં દેશઆરાધકત્વ અંશુદ્ધવ્યવહારનયે રહ્યું છે. વળી તેઓમાં બાળતપસ્વીપણું તો ઉપર કહી ગયા મુજબ નિશ્ચયનયથી જ લેવું પડે છે. બાલતપસ્વી
१. तत एते बालतपस्विनो द्रष्टव्या इति । ૨. સમ્યગ્દર્શન-શાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગની જે જીવ વાસ્તવિક આરાધના કરી રહ્યો હોય તેનામાં નૈક્ષયિક આરાધકત્વ હોય છે. માર્ગા