________________
સંપૂર્ણ સાધુસામાચારી પંચાચારરૂપ છે
૧૩૯ धको देशाराधकश्च कोऽपि व्यवहियते । अथ द्रव्यक्रियामाश्रित्यैवाराधकत्वविराधकत्वव्यवस्थाकरणात्सर्वविराधकत्वं निह्नवानां नेष्यते एव, प्रतिपन्नचारित्रविषयकद्रव्याज्ञाभङ्गाभावाद्देशाराधकत्वं, उत्सूत्रभाषणेन सम्यक्त्वविषयकप्रतिपन्नजिनाज्ञापरित्यागादेशविराधकत्वं चाविरुद्धमेव, अंशभेदादेकत्रैव सप्रतिपक्षोभयधर्मसमावेशाऽविरोधादिति चेत्, न, एवं सत्यसंयतभव्यद्रव्यदेवानां निह्नवानामभव्यादीनां चोपपत्तिमधिकृत्य साम्याभावप्रसङ्गात् । अथ नास्त्येव तेषामुपपातसाम्यं, ग्रैवेयकेष्वपि निह्नवस्य देवदुर्गततयोत्पादाद, देवदुर्गतत्वं च न केवलं देवकिल्बिषिकत्वादिनैव, तत्र तेषामभावाद्, किन्तु संमोहत्वेन, स च देवदुर्गतस्ततश्च्युतोऽनन्तकालं संसारे परिभ्रमति यदागमः -
कंदप्पदेवकिब्बिस अभिओगा आसुरी य संमोहा । ता देवदुग्गईओ मरणंमि विराहिआ हुँति ।। त्ति પ્રતિજ્ઞા ચારિત્રગ્રહણકાલે કરી હતી તે તો નિહ્નવઅવસ્થામાં પણ છોડી હોતી નથી. તે આપત્તિને ઈષ્ટપત્તિ જ માનવામાં શું વાંધો છે?' એવી શંકા ન કરવી, કેમ કે એમાં વ્યવહારવિરોધ થવાનો વાંધો છે. કારણ કે કોઈપણ સર્વવિરાધક જીવોનો દેશઆરાધક તરીકે વ્યવહાર કરી શકાતો નથી.
શંકાઃ આ પ્રરૂપણા અનુસાર આવતા આરાધકત્વકે વિરાધકત્વમાં દ્રવ્યક્રિયાને જનિયામક માનવાની છે. અર્થાત્ એનું પાલન હોય તો આરાધકત્વ આવે અને ખંડન હોય તો વિરાધકત્વ આવે. તેથી ગૃહીતદ્રવ્યક્રિયાનું ખંડન ન કરનાર નિહ્નવોમાં પણ સર્વવિરાધત્વ તો કહેવાનું જ ન હોવાથી દેશઆરાધકત્વ કહેવામાં કોઈ વ્યવહારવિરોધ નથી. વળી સમ્યક્ત્વ અંગેની સ્વીકારેલી દ્રવ્યઆજ્ઞાનો ઉત્સુત્રભાષણથી ભંગ કરી નાંખ્યો હોઈ એ જ કાલે તેઓમાં દેશવિરાધકત્વ પણ અવિરુદ્ધપણે હોય જ છે. કેમ કે જુદા જુદા અંશની અપેક્ષાએ એક જ સ્થળે (એક જ જીવમાં) પરસ્પર વિરુદ્ધ ઉભયધર્મનો (દશઆરાધકત્વદેશવિરાધત્વનો) સમાવેશ હોવામાં સ્યાદ્વાદશૈલી મુજબ કોઈ વિરોધ નથી.
સમાધાન: નિતવોમાં આ રીતે ઉભયધર્મો માનવા યોગ્ય નથી, કેમ કે તો પછી અસંયત ભવ્યદ્રવ્યદેવ એવા તેઓને મળતી ગતિમાં તમે અનારાધક તરીકે માનેલા અભવ્યોને મળતી ગતિનું સામ્ય રહી શકે નહિ, પણ રહે તો છે, કેમકે બંને જણા ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી જાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે.
શંકા તેઓને મળતી ગતિમાં સામ્ય હોતું જ નથી, કેમ કે રૈવેયકમાં પણ નિહ્નવો દુર્ગત તરીકે ઉત્પન્ન થાય છે. અભવ્યો નહિ. વળી દેવદુર્ગતત્વ પણ માત્ર કિલ્બિષિકત્વ વગેરેના કારણે જ હોય છે એવું નથી, કેમ કે એવું હોવામાં તો રૈવેયકમાં કિલ્બિષિકાદિ દેવો ન હોવાથી ત્યાં ગયેલા તે નિદ્વવોને દુર્ગત કહી શકાય નહિ, કિન્તુ સંમોહત્વના કારણે પણ હોય છે. દુર્ગત થયેલ તે નિહ્નવજીવ ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે એવીને સંસારમાં અનંત કાળ ભટકે છે. આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણક આગમમાં કહ્યું છે
કે -
કંદપદવ, કિલ્બિષિક, આભિયોગિક, આસુરી અને સંમોહ આ બધી દેવોની દુર્ગતિ છે. અને
१. कन्दर्पदेवकिल्बिषाभियोगा आसुरी च संमोहाः । ता देवदुर्गतयो मरणे विराधिता भवन्ति ।