________________
૧૩૭
અભવ્યાદિ દ્રવ્યલિંગીમાં સર્વઆરાધકતાની આપત્તિ
जैन्या क्रियया द्रव्येणाराधकत्वपक्षे च ।
सर्वाराधकभावो भवेद् अभव्यादिलिङ्गिनाम् ।।२१।। जइणीएत्ति । जैन्या क्रियया निखिलसाधुसामाचार्यनुष्ठानरूपया, द्रव्येणाराधकत्वाभ्युपगमे चाभव्यादिलिङ्गिनां अभव्यादीनां द्रव्यलिङ्गधारिणां, सर्वाराधकभावो भवेत्, कुतोऽपि प्रयोजनातेषां निखिलसाधुसामाचारीग्रहणे तस्याः पञ्चाचाररूपत्वाद् द्रव्यतश्चारित्रस्येव द्रव्यतो ज्ञानदर्शनयोरप्याराधकत्वस्य तेषां बलादुपनिपाताद् । न हि 'ते सम्यक्त्वांशेऽनाराधका एव चारित्रांशे त्वाराधकाः' इत्यर्धजरतीयन्यायाश्रयणं प्रेक्षावतां घटते, सम्यक्त्वांशे भावतः सम्यक्त्वाभावेनोत्सूत्रभाषणव्रतभङ्गाद्यभावेन चाराधकविराधकस्वभावाभावादनाराधकत्वस्येव चारित्रांशेऽपि भावतश्चारित्राभावेन प्राणातिपातादिव्रतभङ्गाद्यभावेन चाराधकविराधकस्वभावाभावादनाराधकत्वस्या
સંપૂર્ણ સાધુસામાચારીરૂપ જૈન ક્રિયાથી દેશઆરાધકત્વ જો માનવાનું હોય તો અભવ્ય વગેરે દ્રવ્યલિંગધારીને સર્વઆરાધક માનવા પડશે. દેવલોકપ્રાપ્તિ વગેરે કોઈપણ ભૌતિક પ્રયોજનથી સ્વીકારેલ સંપૂર્ણ સાધુસામાચારી પંચાચારરૂપ હોઈ જેમ ચારિત્રાચારના પાલનથી યુક્ત હોય છે તેમ જ્ઞાનાચારદર્શનાચારના પાલનથી પણ યુક્ત હોય જ છે. તેથી ચારિત્રાચારના પાલનના કારણે જેમ તેઓમાં ચારિત્રનું દ્રવ્યથી આરાધકપણું માનવું છે. તેમ જ્ઞાનદર્શનના આચારોના પાલનના કારણે તેઓમાં જ્ઞાનદર્શનનું પણ દ્રવ્યથી આરાધકપણું અનિચ્છાએ પણ માનવું જ પડે છે. “સમ્યકત્વઅંશમાં અનારાધક એવા જ તેઓ ચારિત્ર અંશમાં આરાધક હોય છે' એવો અર્ધજરતીય ન્યાય લગાડવો પ્રેક્ષાવાનું પુરુષો માટે યોગ્ય નથી. અર્થાત્ ચારિત્રના આચારોના પાલનના કારણે ચારિત્રની દ્રવ્યઆરાધના માનવી અને જ્ઞાન-દર્શનના આચારોનું પાલન હોવા છતાં એની દ્રવ્ય આરાધના ન માનવી એ અયોગ્ય છે. “(૧) ભાવથી સમ્યક્ત્વ ન હોવાથી સમ્યક્ત્વઅંશની આરાધકતાનો અભાવ રહે છે અને (૨) ઉસૂત્રભાષણ વ્રતભંગ વગેરે ન હોવાથી સમ્યકત્વઅંશની વિરાધકતાનો અભાવ રહે છે. આ બે કારણો આપીને તમે સમ્યકત્વઅંશમાં જેમ દ્રવ્યલિંગીઓને ભાવથી અનારાધક માનો છો (પૂર્વપક્ષીએ આ રીતે તેઓને અનારાધક માનેલા છે જુઓ સર્વજ્ઞશતક -શ્લો. ૭૮ પૃ. ૨૧૧) તેમ નીચેના બે કારણો હાજર હોવાથી તમારે ચારિત્રઅંશમાં પણ તેઓને ભાવથી અનારાધક જ માનવા પડશે. અને તો પછી તેઓને દેશ આરાધકતો નહિ જમનાય!તે બે કારણો - (૧) ભાવથી ચારિત્ર ન હોવાથી ચારિત્રઅંશની આરાધકતાનો તેઓમાં અભાવ રહે છે અને (૨) પ્રાણાતિપાત વગેરે અંગેના વ્રતનો ભંગ વગેરે ન હોવાથી ચારિત્રઅંશની વિરાધકતાનો પણ અભાવ રહે છે. - અરે ભાઈ ! આ દેશઆરાધકભાંગામાં ચારિત્રાશની ભાવથી આરાધકતા, વિરાધકતા કે અનારાધકતાની ગણતરી જ નથી. માટે દ્રવ્યલિંગી ચારિત્રઅંશમાં ભાવથી અનારાધક હોય તો પણ દેશ આરાધક કાંઈ મટી જવાનો નથી. અહી દ્રવ્યથી જ આરાધકતાને ગણતરીમાં