________________
૧૩૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨ विशेषाद्, द्रव्यतश्चोभयाराधकत्वाविशेषादिति । यत्तु तेषां द्रव्यतोऽपि स्वेच्छाविशेषाद व्रतांशस्यैव ग्रहणं न तु श्रद्धानांशस्य इति परस्य मतं तदुन्मत्तप्रलपितं, अखंडसामाचारीपालनबलेनैव तेषां ग्रेवेयकोत्पादाभिधानादिति ।।२१।। दोषान्तरमप्याह -
तह णिण्हवाण देसाराहगभावो अवढिओ हुज्जा । तो परिभासा जुत्ता वित्तिं परिगिज्झ वुत्तुं जे ।।२२।। तथा निह्नवानां देशाराधकभावोऽवस्थितो भवेत् ।
ततः परिभाषा युक्ता वृत्तिं परिगृह्य वक्तुम् ।।२२।। तहत्ति । तथेति दोषान्तरसमुच्चये । एकान्तद्रव्यक्रिययैवाराधकत्वाभ्युपगमे निह्नवानामभिनिवेशादिना त्यक्तरत्नत्रयाणां सर्वविराधकत्वकालेऽपि देशाराधकभावोऽवस्थितो भवेद, यथाप्रतिज्ञातद्रव्यक्रियाया अपरित्यक्तत्वात् । इष्टापत्तौ को दोषः? इति चेत्, व्यवहारविरोध एव, न हि सर्वविरा
લેવાની છે, અને તે તો દ્રવ્યલિંગીમાં છે જ. તો શા માટે એ દેશઆરાધક ન બને? – આવી શંકાનું સમાધાન એ છે કે આ રીતે દ્રવ્યથી આરાધકતાને જ જો ગણતરીમાં લેવાની હોય તો તો ચારિત્રની જેમ જ્ઞાનની પણ તે આરાધકતા દ્રવ્યલિંગીમાં હોય જ છે એ બતાવી ગયા છીએ. માટે દ્રવ્યથી તો તેઓને પણ સર્વઆરાધક માનવા પડશે – “તેઓએ દ્રવ્યથી પણ પોતાની સેવા પ્રકારની ઇચ્છાવશાત્ વતાંશનું જ ગ્રહણ કર્યું હોય છે, શ્રદ્ધાનાંશનું નહિ (અર્થાત્ તેઓને દ્રવ્યથી ચારિત્રનું જ આરાધકત્વ હોય છે, જ્ઞાનનું નહિ. માટે તેઓને સર્વઆરાધકમાનવાની આપત્તિ નથી.) – એવું પૂર્વપક્ષીનું કથન પણ ઉન્મત્તવ્યક્તિના પ્રલાપ જેવું જાણવું, કેમ કે ક્રિયાના બળે જે રૈવેયક પ્રાપ્તિ તેઓને થવી કહી છે તે સંપૂર્ણ સામાચારી પાલનના બળે જ કહી છે, આંશિકપાલનના બળે નહિ. માટે દ્રવ્યથી જ્ઞાનાંશનો પણ સ્વીકાર અને પાલન તેઓમાં માનવા જ પડે છે. રક્ષા ગૌણ આરાધકત્વ લેવાના આ જ અન્ય મતમાં બીજો દોષ દેખાડતાં ગ્રન્થકાર કહે છે
(
નિવામાં દેશઆરાધકતા જળવાઈ રહેવાની આપત્તિ) ગાથાર્થ તથા નિહ્નવોમાં દેશઆરાધકપણું તો ઊભું જ રહેવાની આપત્તિ આવશે. અને તેથી જો પરિભાષા જ કરવી પડે તેમ હોય તો વૃત્તિને અનુસરીને જ તે કરવી યોગ્ય છે.
“તથા” શબ્દ બીજા દોષનો ગણતરીમાં ઉમેરો કરવા માટે વપરાયો છે. સર્વથા દ્રવ્યભૂત એવી ક્રિયા વડે જ આરાધકત્વ માની લેવામાં અભિનિવેશાદિના કારણે રત્નત્રયીને ફગાવી દેનારા નિહ્નવોમાં સર્વવિરાધક અવસ્થામાં પણ દેશઆરાધકભાવ જળવાઈ રહેવાની આપત્તિ આવશે, કેમકે જે દ્રવ્યક્રિયાની