________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨૦, ૨૧
प्रत्युत प्रत्येकपक्षविशेषसङ्घटनानुपपत्तिः । किञ्च, शीलवानश्रुतवान् देशाराधकः इत्यत्र योग्यताबलादपि मार्गानुसारिबालतपस्व्येव गृहीतुं युज्यते नान्यः, तद्गतभावशून्यक्रियायाः समुदायादेशत्वादपुनर्बन्धकादिक्रियायामेव मोक्षसमुचितशक्तिसमर्थनाद्, अनुपचितशक्तिकोपादानकारणस्यैव देशत्वेन शास्त्रे व्यवहाराद्, अत एव मृद्द्रव्यमेव घटदेशो न तु तन्त्वादिर्दण्डादिर्वा, मोक्षोपादानत्वं च क्रियायां योगरूपायामुपयोगरूपायां वेत्यन्यदेतत् ।।२०।।
૧૩૬
–
अमुख्याराधकत्वाङ्गीकारेऽपि दोषान्तरमाह
-
जइणीए किरियाए दव्वेणाराहगत्तपक्खे य । सव्वाराहगभावो होज्ज अभव्वाइलिङ्गीणं । । २१ । ।
જ છે” એ વાત સ્પષ્ટ કરવાનું આ ચતુર્વાંગી પ્રરૂપણાનું જે પ્રયોજન છે તે સ૨શે નહિ, કેમ કે બેના સમુદાયથી પણ મોક્ષપ્રાપ્તિ નથી. અને ઉપરથી દેશ આરાધક-દેશવિરાધક વગેરે રૂપ દરેક ભાંગાઓ પણ અસંગત બની જશે. વળી “શીલવાન્ અશ્રુતવાન્ દેશઆરાધક છે.” આ ભાંગામાં યોગ્યતાના કારણે પણ માર્ગાનુસારી બાલતપસ્વી જ લેવો યુક્ત છે, બીજો કોઈ દ્રવ્યલિંગી વગેરે નહિ, કેમ કે તે લિંગી વગેરેની સાવ ભાવશૂન્ય ક્રિયા મોક્ષસાધક જ્ઞાન-ક્રિયાસમુદાયના દેશરૂપ નથી. અપુનર્બંધક વગેરેની જ ક્રિયા તે સમુદાયના દેશરૂપ હોય છે. કેમ કે એમાં જ મોક્ષાનુકૂલ શક્તિ હોવાનું શાસ્ત્રકારોએ સમર્થન કર્યું છે. તે પણ એટલા માટે કે સહકારી કારણોની વિકલતાના કારણે જેનું સામર્થ્ય પુષ્ટ થયું નથી તેવા ઉપાદાનકારણનો જ શાસ્ત્રમાં ‘દેશ’ તરીકે વ્યવહાર કર્યો છે. તેથી માટી જ ઘટદેશ કહેવાય છે, તંતુ વગેરે કે દંડ વગેરે નહિ. અપુનબંધક વગેરેની ક્રિયા જ એવી હોય છે જેનું સામર્થ્ય જ્ઞાન વગેરેનો સહકાર પ્રાપ્ત થયે છતે પુષ્ટ થાય છે. દ્રવ્યલિંગી વગેરેની ક્રિયામાં તો પહેલેથી જ એવું અલ્પ સામર્થ્ય પણ હોતું જ નથી તો પછી પુષ્ટ પણ શું થાય ? તેથી તે ક્રિયા દેશરૂપ ન હોઈ તેના કારણે દેશઆરાધકતા માની શકાતી નથી. મોક્ષના દેશરૂપ બનવા માટે આવશ્યક એવું ઉપાદાનકારણત્વ જે ક્રિયામાં છે તે યોગરૂપ છે કે ઉપયોગરૂપ એ વાત અહીં પ્રસ્તુત ન હોવાથી ચર્ચી નથી. I૨૦
જે મોક્ષાનુકૂલ ન હોવાથી વાસ્તવિક રીતે આરાધકત્વ નથી પણ બાહ્યદૃષ્ટિએ વાસ્તવિક આરાધકત્વ જેવું દેખાતું હોઈ ઉપચારથી આરાધકત્વ કહેવાય છે તેને આગળ કરીને દ્રવ્યલિંગીને દેશઆરાધક માનવામાં બીજો પણ વાંધો દેખાડતાં ગ્રન્થકાર કહે છે
(અભવ્યાદિદ્રવ્યલિંગીમાં સર્વઆરાધકતાની આપત્તિ)
ગાથાર્થ : જૈન ક્રિયાથી જ દ્રવ્યઆરાધકત્વ (=દેશ આરાધકત્વ) માની લેવામાં અભવ્ય વગેરે દ્રવ્યલિંગીઓમાં સર્વઆરાધકપણું માનવાની આપત્તિ આવશે.