________________
ભાવધર્મના બીજાંકુરાદિ
૧૨૧ बीजविमस्स णेयं दणं एयकारिणो जीवे । बहुमाणसंगयाए सुद्धपसंसाइ करणिच्छा ।। तीए चेवणुबन्धो अकलंको अंकुरो इहं णेओ । कटुं पुण विण्णेया तदुवायनेसणा चित्ता ।। तेसु पवित्ती य तहा चित्ता पत्ताइसरिसिगा होइ । तस्संपत्तीइ पुर्फ गुरुसंजोगाइरूवं तु ।। तत्तो सुदेसणाईहिं होइ जा भावधम्मसंपत्ती । तं फलमिह विनेयं परमफलपसाहगं णियमा ।। बीजस्सवि संपत्ती जायइ चरमंमि चेव परिअट्टे । अच्चंतसुंदरा जं एसावि तओ ण सेसेसु ।। ण य एअंमि अणंतो जुज्जइ णेयस्स णाम कालुत्ति । ओसप्पिणी अणंता हुंति जओ एगपरिअट्टे ।। बीजाइआ य एए तहा तहा संतरेतरा णेया । तहभव्वत्तक्खित्ता एगंतसहावबाहाए ।।
(બીજાદિ ક્રમે ભાવધર્મની પ્રાપ્તિ) વળી આ (ભાવધર્મ) ભવ્યજીવોને નિયમા બીજ વગેરેના ક્રમે જ પ્રાપ્ત થાય છે. એ વિના નહિ, જેમકે ઇષ્ટફળ આપનાર કલ્પવૃક્ષ. ધર્મને કરનારા જીવોને જોઈને બહુમાનયુક્ત શુદ્ધપ્રશંસા વડે તે ધર્મ પોતે પણ કરવાની ઇચ્છા કરવી એ ભાવધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે. તે ઇચ્છાનો જ નિષ્કલંક અનુબંધ પડવો એ અંકુર છે. તે ધર્મના ઉપાયભૂત સાધનોની વિવિધ શોધખોળ કરવી એ થડ છે. તે ઉપાયોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરવી એ પાંદડાં વગેરે રૂપ છે. યોગ્ય ગુરુનો સંયોગ વગેરે તેની સંપ્રાપ્તિનું ફૂલ છે. તે ગુરુ વગેરે પાસેથી મળેલી સદંશનાવગેરેથી જે ભાવધર્મની સંપ્રાપ્તિ થાય છે તેને અહીં ફળ જાણવું, જે અવશ્ય પરમફળ (મોક્ષ)નું પ્રસાધક હોય છે. બીજની સંપ્રાપ્તિ પણ ચરમ પુદ્ગલપરાવર્તમાં જ થાય છે, કેમકે એ પણ એક અત્યંત સુંદર ચીજ હોવાથી શેષ (અચરમ) પરાવર્તામાં થતી નથી. તેમ છતાં તે થવા માત્રથી “હવે એ જીવનો સંસારકાળ અનંત હોવો યોગ્ય નથી એવું નથી, કેમ કે એક પરાવર્તમાં પણ અનંતી અવસર્પિણીઓ હોય છે. આ બીજ – અંકુર વગેરે તે તે અનેક પ્રકારે વચમાં વચમાં અંતર પડવા પૂર્વક થાય છે કે નિરંતર પણ થાય છે, જેઓ એકાન્ત સ્વભાવને (એકાન્ત કૂટનિત્ય વગેરે રૂપ કે જીવની તે તે ભૂમિકા ન બદલાવા રૂપ કે માત્ર સ્વભાવથી જ બધા કાર્યો થાય છે તેવી માન્યતા રૂ૫) બાધિત કરીને તથાભવ્યત્વથી ખેંચાઈ આવેલા હોય છે.” આમ બીજાદિની પ્રાપ્તિ ચરમાવર્તમાં
१. बीजमप्यस्य ज्ञेयं दृष्ट्वैतत्कारिणो जीवान्। बहुमानसंगतया शुद्धप्रशंसया करणेच्छा ।।
तस्याश्चैवानुबन्धोऽकलङ्कोऽङ्कुर इह ज्ञेयः । काष्ठं पुनर्विज्ञेया तदुपायान्वेषणा चित्रा ॥ तेषु प्रवृत्तिश्च तथा चित्रा पत्रादिसदृशी भवति । तत्संप्राप्त्याः पुष्पं गुरुसंयोगादिरूपं तु ॥ ततः सुदेशनादिभिर्भवति या भावधर्मसंप्राप्तिः। तत्फलमिह विज्ञेयं परमफलप्रसाधकं नियमात् ।। बीजस्यापि संप्राप्तिर्जायते चरम एव परावर्ते । अत्यन्तसुंदरा यदेषाऽपि ततो न शेषेषु ।। न चैतस्मिन्ननन्तो युज्यते नैतस्य नाम काल इति। अवसर्पिण्योऽनन्ता भवन्ति यत एकपरावर्ते ॥ बीजादिकाश्च एते तथा तथा सान्तरेतरा ज्ञेयाः। तथाभव्यत्वाक्षिप्ता एकान्तस्वभावाबाधया।