________________
ચતુર્ભગી અંગે ભગવતીજીનું સૂત્ર અને વૃત્તિ
૧૩૧ प्रकाराः । सीलवं असुयवंति कोऽर्थः ? उवरए अविण्णायधम्मेत्ति, उपरतो-निवृत्तः स्वबुद्ध्या पापात्, अविज्ञातधर्मा=भावतोऽनधिगतश्रुतज्ञानो बालतपस्वीत्यर्थः, गीतार्थाऽनिश्रिततपश्चरणनिरतोऽगीतार्थ इत्यन्ये । 'देसाराहए'त्ति देशं स्तोकमंशं मोक्षमार्गस्याराधयतीत्यर्थः, सम्यग्बोधरहितत्वात् क्रियापरत्वाच्चेति । असीलवं सुअवं ति कोऽर्थः? अणुवरए विण्णायधम्मेत्ति, पापादनिवृत्तो विज्ञातधर्मा चाविरतसम्यग्दृष्टिरिति भावः । देसविराहएत्ति देशं स्तोकमंशं ज्ञानादित्रयरूपस्य मोक्षमार्गस्य तृतीयभागरूपं चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्यापालनाद् अप्राप्तेर्वा । सव्वाराहएत्ति सर्वं त्रिप्रकारमपि मोक्षमार्गमाराधयतीत्यर्थः, श्रुतशब्देन ज्ञानदर्शनयोः संगृहीतत्वात्, न हि मिथ्यादृष्टिविज्ञातधर्मा तत्त्वतो भवति । एतेन समुदितयोः शीलश्रुतयोः श्रेयस्त्वमुक्तम्' इति ।।१८।। अत्र प्रथमभङ्गस्वामिनं भगवतीवृत्त्यनुसारेणैव स्वयं विवृण्वन्नन्यमतं दूषयितुमुपन्यस्यति -
पढमो बालतवस्सी गीयत्थाणिस्सिओ व अग्गीओ । अण्णे भणंति लिंगी समग्गमुणिमग्गकिरियधरो ।।१९।।
હોતો નથી. તે પુરુષ મારા વડે સર્વવિરાધક કહેવાય છે.” આ સૂત્રની વૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે –
વં=આગળ કહેવાશે એ પ્રમાણે. પુરિસનાપુરુષના પ્રકારો. શીલવાન્ - અશ્રુતવાનો શું અર્થ? આ-ઉપરત – અવિજ્ઞાતધર્મા. અર્થાત્ સ્વબુદ્ધિ અનુસારે પાપથી અટકેલ પણ ભાવથી શ્રુતજ્ઞાન નહિ પામેલ જીવ. આ ભાંગામાં બોલતપસ્વી આવે છે. કેટલાક અન્ય આચાર્યોના અભિપ્રાય પ્રમાણે ગીતાર્થની નિશ્રાશૂન્ય અને તપ-ચારિત્રમાં તત્પર એવો અગીતાર્થ આ ભાંગામાં આવે છે. આ જીવ દેશ આરાધક છે, અર્થાત્ મોક્ષમાર્ગના થોડા ભાગને આરાધે છે. કેમકે સમ્યગુ બોધશૂન્ય હોઈ જ્ઞાન-દર્શન અંશની આરાધના હોતી નથી અને ક્રિયામાં તત્પર હોઈ ચારિત્ર અંશની આરાધના હોય છે. અશીલવાનું શ્રુતવાનો શું અર્થ? આ-અનુપરત વિજ્ઞાતધર્મા. પાપથી નિવૃત્ત નહિ થયેલ એવો ધર્મનો ભાવથી જાણકાર. અવિરત સમ્યગ્દષ્ટિ જીવ આમાં આવે છે. આ દેશવિરાધક છે, અર્થાત્ જ્ઞાનાદિ ત્રણ રૂપ મોક્ષમાર્ગના દેશ=ત્રીજા ભાગરૂપ ચારિત્રને પ્રાપ્ત એવા તેના અપાલનથી કે પ્રાપ્તિ જ થઈ ન હોવાથી વિરાધે છે. સર્વઆરાધક એટલે સંપૂર્ણ–ત્રણ પ્રકારવાળા મોક્ષમાર્ગને આરાધે છે તે, કેમકે શ્રુતવાનું-શીલવાન શબ્દમાં “શ્રત શબ્દથી જ્ઞાન અને દર્શન બન્નેની હાજરી સૂચવી છે, કારણ કે મિથ્યાત્વી જીવ તાત્ત્વિક રીતે ધર્મનો જાણકાર હોતો નથી. અને “શીલવાનું” શબ્દથી ચારિત્રની આરાધના તો સૂચવેલી જ છે. આમ આ ચતુર્ભગી દ્વારા સમુદિત શીલ-શ્રુત જ મુખ્યતયા હિતકર છે એ જણાવ્યું. (બેમાંથી એકની પણ ગેરહાજરીમાં સર્વ આરાધકત્વ હોતું નથી એ દર્શાવવા દ્વારા.)” ૧૮
આ ચતુર્ભગીમાંના પહેલા ભાંગાના સ્વામીનું ભગવતી સૂત્રના વૃત્તિને અનુસારે જ સ્વયં વિવરણ કરતાં ગ્રન્થકાર ભેગા ભેગા અન્યના મતને પણ દૂષિત ઠેરવવા માટે કહે છે –
ગાથાર્થ: બાળ તપસ્વી કે ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ પ્રથમ ભાંગાનો સ્વામી છે. બીજા કેટલાકનું કહેવું છે કે સમગ્ર મુનિમાર્ગની ક્રિયાઓ પાલનાર લિંગી એનો સ્વામી છે.