________________
૧૩૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૯
प्रथमो बालतपस्वी गीतार्थानिश्रितो वाऽगीतः ।
अन्ये भणन्ति लिङ्गी समग्रमुनिमार्गक्रियाधरः ।।१९।। पढमोत्ति । प्रथमः प्रथमभङ्गस्वामी ज्ञानदर्शनरहितः क्रियापरश्च देशाराधकत्वेनाधिकृतो, बालतपस्वी परतन्त्रोक्तमुमुक्षुजनोचिताचारवान् वृत्तिकृन्मते, गीतार्थाऽनिश्रितोऽगीतः पदैकेदेशे पदसमुदायोपचारादगीतार्थो वाऽन्येषामाचार्याणां मते । अस्मिंश्च साम्प्रदायिकमतद्वये नातिभेद इत्यग्रे दर्शयिष्यते । अन्ये-संप्रदायबाह्या भणन्ति-लिङ्गी केवललिङ्गभृत् समग्रमुनिमार्गक्रियाधरो मिथ्यादृष्टिरेव सन् कुतश्चिनिमित्तादगीकृतजिनोक्तसाधुसामाचारीपरिपालनपरायणो देशाराधकः प्रथमभङ्गस्वामीति । अयमेतेषामाशयः-शाक्यादिमार्गस्थः शीलवानपि न देशाराधकः, प्रतिपन्नयदनुष्ठानाकरणेन जिनाज्ञाया विराधकत्वं तदनुष्ठानकरणेनैव जिनाज्ञाया आराधकत्वमिति नियमात्, शाक्यादिमार्गानुष्ठानस्य चानीदृशत्वात् तदगीकृत्यापि तत्करणाकरणाभ्यां जिनाज्ञाराधनविराधनयोरभावाद्, अन्यथा तन्मार्गानुष्ठानत्याजनेन जैनमार्गानुष्ठानव्यवस्थापनाऽयुक्तत्व
જ્ઞાનદર્શનશૂન્ય અને ક્રિયાતત્પર એવા દેશઆરાધક ભાંગામાં બાલતપસ્વી આવે છે જે ઇતર શાસ્ત્રોમાં મુમુક્ષુઓ માટે કહેલા આચારોનું પાલન કરતો હોય એવો વૃત્તિકારનો અભિપ્રાય છે, અને એ જ ભાંગામાં ગીતાર્થ અનિશ્ચિત અગીતાર્થે આવે છે એવો અન્ય આચાર્યનો મત છે. શ્લોકમાં જે
ગો=અગીત શબ્દ વાપર્યો છે તે “અગીતાર્થ રૂપ પદસમુદાયના એકદેશરૂપ છે. તેથી તેમાં તે પદસમુદાયનો ઉપચાર કરી અગીતાર્થ એવો અર્થ કર્યો છે. આ બન્ને સાંપ્રદાયિક મતોમાં વિશેષ ફેર નથી એ વાત આગળ બતાવાશે. બીજા કેટલાંક સંપ્રદાયબાહ્ય વિવેચનકારોનું કહેવું છે કે (સર્વજ્ઞશ. ૭૮) “આ ચતુર્ભગીના પહેલા ભાંગામાં સમગ્ર સાધુ ક્રિયા આચરનાર દ્રવ્યલિંગી આવે છે.” અર્થાત્ મિથ્યાત્વી જ હોવા છતાં દેવલોક-ઋદ્ધિવૈભવ આદિ કોઈ નિમિત્તે સાધુપણું લઈ તે માટે જ જિનોક્ત સંપૂર્ણ સામાચારીનું પરિપાલન કરવામાં તત્પર જીવ આ પહેલાં ભાંગાનો સ્વામી દેશ આરાધક છે. આવું કહેવા પાછળ તેઓનો આશય આ છે
| (સાધુકિયાના દ્રવ્યપાલનથી દેશઆરાધકતા આવે - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ શાક્યાદિ માર્ગમાં રહેલ શીલવાનું પણ દેશઆરાધક નથી. કારણ કે સ્વીકારેલ જે અનુષ્ઠાન ન કરવાથી જિનાજ્ઞાનું વિરાધકત્વ આવે છે તે જ અનુષ્ઠાન કરવાથી તેનું આરાધકત્વ આવે એવો નિયમ છે. શાક્યાદિમાગક્ત અનુષ્ઠાનો કંઈ આવાં નથી, કેમ કે તેને કરવા - ન કરવા પર જિનાજ્ઞાની આરાધના-વિરાધના ઊભી નથી. નહીંતર તો-અર્થાતુ તે અનુષ્ઠાનોના પાલનથી પણ જો આરાધકત્વ આવી જતું હોય અને સ્વીકાર્યા પછી અપાલનથી જો વિરાધકત્વ આવી જતું હોય તો તો જીવોને એ માર્ગના અનુષ્ઠાનો છોડાવી જૈનમાર્ગના અનુષ્ઠાનો પકડાવવા એ અયુક્ત બની જશે, કેમકે