________________
૧૨૭
મિથ્યાત્વગુણઠાણે પણ ગુણશ્રેણિસંભવ
यदपि "बीजाधानमपि ह्यपुनर्बन्धकस्य, न चास्यापि पुद्गलपरावर्त्तः संसारः' इति भगवतां सर्वभव्यनाथत्वेऽन्यतरस्माद् भगवतो बीजाधानादिसिद्धेरल्पेनैव कालेन सर्वभव्यमुक्तिः स्याद्" इत्यत्र हेतुतयोक्तं तदपि भगवत्प्रदेयविचित्रबीजापेक्षया । अत एव पूर्वसेवादेः पृथग्गणनया बीजाधाने पुद्गलपरावर्ताभ्यन्तरसंसारभणनोपपत्तिः, अन्यथाऽल्पतरकालाक्षेपकतया 'न चास्याप्यपार्द्धपुद्गलपरावर्त्ताधिकः संसारः' इत्येवोपन्यसनीयं स्यादिति सूक्ष्मधिया विभावनीयम् ।
ये तु वदन्ति “मिथ्यादृष्टीनां मार्गानुसारित्वाभ्युपगमे तेषां गुणवत्त्वावश्यंभावाद् मिथ्यात्वेऽपि ક્રિયાઓ કરનાર અપુનબંધકમાં ભેદ જ ન રહે એ બુદ્ધિમાનોએ વિચારવું.
વળી, ભગવાન સર્વભવ્યોના નાથ હોય (સમ્યક્ત્વાદિનો યોગ ક્ષેમ કરનાર હોય) તો તો ભગવાને પોતાના ક્ષેત્ર-કાલાદિના સાંનિધ્યવાળાતે તે દરેક ભવ્ય જીવોને બીજાધાન-સમ્યક્ત્વ પ્રાપ્તિ વગેરે કરાવી દેવા પડે. તેથી સર્વ ભવ્ય જીવોની કોઈને કોઈ શ્રીતીર્થકર પ્રભુ પાસેથી બીજાધાનાદિ થઈ જવાથી એક પુદ્ગલપરાવર્તરૂપ થોડા જ કાલમાં મુક્તિ થઈ જાય. આવી આપત્તિ આપવાની છે. પણ તેમાં શંકા ઊભી થાય છે કે ભગવાન પાસેથી બીજાધાન તો દરેક ભવ્યોને થઈ જ ગયું છે પણ એ પછી પણ ઘણા જીવો અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ ભમી મોક્ષમાં જવાના છે. તેથી ઉક્ત અલ્પકાળમાં સર્વભવ્યોની મુક્તિ થવાની આપત્તિ શી રીતે આવે? આ શંકાનું વારણ કરી આપત્તિને દઢ કરવા હેતુ તરીકે જે કહ્યું છે કે “બીજાધાન પણ અપુનબંધકને જ થાય છે અને અપુનબંધકનો પણ સંસાર પુદ્ગલપરાવર્ત તો હોતો જ નથી” (અર્થાત્ બધા ભવ્યોના નાથ હોઈ ભગવાન પાસેથી બધા ભવ્યોને બીજાધાનાદિ થઈ જશે અને તે પછી એક પુદ્ગલપરાવર્તમાં તો એ બધા મોક્ષમાં પણ ચાલ્યા જ જશે, તેથી અલ્પકાળમાં જ સર્વભવ્યોની મુક્તિ થઈ જશે.) તે પણ ભગવાને આપેલ બીજ વિચિત્ર હોય છે (અર્થાત્ કોઈ બીજ અત્યંત શીધ્ર વિધિશુદ્ધ જૈનક્રિયા પમાડે છે કોઈ વિલંબે) તેની અપેક્ષાએ જાણવું. તેથી જ પૂર્વસેવા વગેરેના કાલની જુદી ગણતરીથી “બીજાધાન થએ છતે પુદ્ગલપરાવર્તની અંદર સંસાર હોય છે” એવું જે કહ્યું છે તે સંગત થાય છે. નહીંતર તો (ભગવદેય બીજમાં જો વિચિત્રતા સંભવતી ન હોત તો) એ બીજ બધા જીવોને શીધ્ર જ વિધિશુદ્ધક્રિયા પમાડી દેવા દ્વારા અર્ધ પુલપરાવર્તમાં જ મુક્તિ પ્રાપ્તિ કરાવી દેનાર હોઈ સર્વ જીવોની મુક્તિના કાલની વધુ અલ્પતા દેખાડવા “એ અપુનબંધકનો સંસાર પણ અર્ધ પુદ્ગલપરાવર્ત કરતાં વધુ તો હોતો જ નથી.” એવો હેતુ આપવો યોગ્ય ગણાત એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી. (અલ્પકાળમાં સર્વભવ્યોની મુક્તિ થઈ જવાની જે આપત્તિ દેખાડી હતી તેનું વારણ કરવાનો અહીં અધિકાર નથી તેથી એ વારણ કર્યું નથી. કિન્તુ તેમાં હેતુ તરીકે કરેલા કથનમાં જે પુદ્ગલપરાવર્ત સંસાર કહ્યો છે તેની સાથે જ લેવાદેવા છે. એ ખ્યાલમાં રાખવું.)
(માર્થાનુસારી મિથ્યાત્વીઓમાં પણ ગુણશ્રેણિ હોય) વળી જેઓ કહે છે કે - “મિથ્યાષ્ટિઓને માર્ગાનુસારી માનવામાં ગુણવાનું પણ અવશ્ય માનવા