________________
૧૨૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ इत्यनेन ग्रन्थेन शुद्धाध्यवसायशुद्धायां वन्दनायां सत्यामुत्कृष्टोऽप्यपार्द्धपुद्गलावर्त्ताधिकः संसारो जीवानां न भवतीति पञ्चाशके प्रोक्तं, तदपुनर्बन्धकस्यावस्थाभेदेन विचित्रत्वाद् विधिशुद्धजैनक्रियाऽऽराधकमपुनर्बन्धकमधिकृत्यावसेयं, सर्वस्यापुनर्बन्धकस्य प्रागुक्तयुक्त्यैतावत्कालमानानियमाद्, भावशुद्धजैनक्रियाया एव एतावत्कालनियतत्वाद् । अत एवास्मिन्नर्थे
कालमणंतं च सुए अद्धापरिअट्टओ उ देसूणो ।
માસાયવિહુના સોસ અંતર હોદ્દ || (ાવ. નિ. ૮૧૨) इति सम्मतितयोद्भावितं वृत्तिकृता, मोक्षार्थितया क्रियमाणा हि विधिशद्धा जैनक्रियोत्कर्षत एतावत्कालव्यवधानेन मोक्षं प्रापयतीति विषयविशेष एषः। भवति च भावाविशेषेऽपि विषयविशेषात् फलविशेषः, सामान्यसाधुभगवद्दानादौ तद्दर्शनादिति श्रद्धेयम्। न चेदेवं तदा स्वतन्त्रान्यतन्त्रसिद्धक्रियाकार्यपुनर्बन्धकभेदो न स्यादिति भावनीयं सुधीभिः ।
कालमणतच
પુદ્ગલપરાવર્તથી વધુ ન હોવો જે કહ્યો છે તે જુદી જુદી અવસ્થાના કારણે અપુનબંધકની અપેક્ષાએ જ એ અર્ધપુદ્ગલપરાવર્ત કાલ કહ્યો છે. એ ધ્યાનમાં રાખવું. કેમ કે સામાન્યથી બધા અપુનબંધકનો કાળ વધુમાં વધુ અર્ધપગલપરાવર્ત હોવાનો નિયમ નથી એ તો પૂર્વે દલીલો સાથે સિદ્ધ કરી ગયા છીએ. (ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્ત કાલ સંસાર હોવો સિદ્ધ કરી ગયા તેનાથી). અને તેથી જ અહીં જે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાલ કહ્યો છે તે ભાવશુદ્ધ જૈને ક્રિયાના જ નિયમ રૂપ જાણવો. (વિશેષને દિ વર્તમાન વિધિનિષેધી સતિ વિશેષ્યવાધે વિશેષણમુપસંમત: એ ન્યાયે, અહીં વિશેષ્યભૂત અપુનબંધકમાં એ નિયમ બાધિત હોઈ વિધિશુદ્ધક્રિયારૂપ વિશેષણમાં લગાડવો.) તેથી જ આ અંગે વૃત્તિકારે આવશ્યક નિર્યુક્તિની ગાથા (૮૫૩) સાક્ષી તરીકે કહી છે. તે ગાથાનો અર્થ “શ્રુતનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધપગલપરાવર્ત જેટલું અનંત હોય છે. આ ઉત્કૃષ્ટ અંતર તીર્થકર વગેરેની અત્યંત આશાતના કરનાર જીવોને હોય છે.” મોક્ષના અર્થીપણાથી કરાતી જ વિધિશુદ્ધ જૈનક્રિયા ઉત્કૃષ્ટથી આટલા કાલના વ્યવધાન બાદ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. તેથી પંચાશકમાં અપુનબંધકનો કાળ જે અર્ધપુદ્ગલપરાવર્ત કહ્યો છે તે અમુક (વિધિશુદ્ધ જૈનક્રિયાકારી) અપુનબંધક અંગે જ જાણવો. સર્વ અપુનબંધકો માટે નહિ. અર્થાત્ આ વિશેષ પ્રકારના વિષય અંગેની વાત છે. અને ભાવમાં ફેર ન હોવા છતાં વિષયના ફેરના કારણે ફળમાં પણ ફેર પડે છે એ તો માનવું આવશ્યક છે જ, કેમ કે સામાન્ય સાધુને અને ભગવાનને અપાયેલા દાનમાં એ દેખાય છે. માટે આ અધિકૃત અપુનબંધક જીવો શેષ અપુનબંધકોને સમાન ભાવવાળા જ હોવા છતાં, વિધિશુદ્ધજૈનક્રિયા રૂપ વિશેષ પ્રકારના વિષયના પ્રભાવે ફળમાં “સંસારકાલ ઓછો હોવા' રૂપ વિશેષતા આવે છે, એ માનવું જોઈએ. વળી જો આવું ન હોય તો તો જિનોક્ત ક્રિયાઓ કરનાર અને અન્યશાસ્ત્રોક્ત
–––––––––– १. कालमनन्तं च श्रुतेऽर्धपरिवर्तस्तु देशोनः । आशातनाबहुलानामुत्कृष्टमन्तरं भवति ॥
-
-
-
-
-
-