________________
૧૧૫
વિષાદિ પાંચ અનુષ્ઠાનો दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव कालान्तरनिपातनात् ।। अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । सम्प्रमुग्धं मनोऽस्येति ततश्चैतद् यथोदितम् ।। एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ।। जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ।। एवं च कर्तृभेदेन चरमेऽन्यादृशं स्थितम् । पुद्गलानां परावर्ते गुरुदेवादिपूजनम् ।। यतो विशिष्टः कर्ताऽयं तदन्येभ्यो नियोगतः । तद्योगयोग्यताभेदादिति सम्यग्विचिन्त्यताम् ।।
अत्र पूर्वं ह्येकान्तेन योगाऽयोग्यस्यैव देवादिपूजनमासीत, चरमावर्ते तु समुल्लसितयोगयोग्यभावस्येति चरमावर्त्तदेवादिपूजनस्यान्यावर्त्तदेवादिपूजनादन्यादृशत्वमिति वृत्तिकृद् विवृतवान् । एतेन “यत्त्वन्यतीर्थिकाभिमताकरणनियमादेः सुन्दरत्वेन भणनं तद् हिंसाद्यासक्तजनस्य मनुष्यत्वચિત્તને મારી નાંખે છે, તેમજ (૨) દેવપૂજા વગેરે રૂપ મોટી ચીજની અતિતુચ્છ એવી લબ્ધિ વગેરેની સ્પૃહા રાખીને લઘુતા કરે છે. ઈહલોકથી નિરપેક્ષપણે પારલૌકિક દિવ્યભોગની અભિલાષાથી અનુષ્ઠાન સચ્ચિત્તમારણ વગેરે ઉક્ત કારણોથી “ગર' બની જાય છે એમ પંડિતો કહે છે. માત્ર આ કાલાન્તરે હેરાન કરનાર હોઈવિષ નથી કહેવાતું, “ગર' કહેવાય છે. ઈહલોકાદિને વિશે અનાભોગવાળા જીવના દેવપૂજન વગેરે “અનનુષ્ઠાન' છે. આવા જીવનું મન અત્યન્ત સંપ્રમુગ્ધ હોય છે, તેથી એનું અનુષ્ઠાન યથોક્ત પ્રકારનું હોય છે. “સઅનુષ્ઠાન પરના ભાવબહુમાનથી આદિધાર્મિક કાલમાં કરાતું અનુષ્ઠાન મુક્તિઅદ્વેષ કે મુક્તિ પરના આંશિક રાગરૂપ શુભ ભાવાંશનો મેળાપ થયો હોવાથી સઅનુષ્ઠાનના પરિણામનો શ્રેષ્ઠ હેતુ બને છે. એવું યોગજ્ઞો કહે છે. તેથી એ તદ્ધતુ કહેવાય છે. ભગવાને કહ્યું છે માટે કરું છું' એવા અભિપ્રાયથી કરાતું અનુષ્ઠાન ભાવસાર શુદ્ધ શ્રદ્ધાની મુખ્યતાવાળું હોય છે. “એ અનુષ્ઠાન સંવેગગર્ભિત હોઈ અત્યન્ત અમરણ હેતુ હોવાથી અમૃત અનુષ્ઠાન છે.” એમ મહામુનિઓ કહે છે. આમ ચરમપુગલપરાવર્તમાં થતું ગુરુદેવાદિપૂજન કર્તા બદલાઈ ગયો હોવાના કારણે અચરમાવર્તભાવી અનુષ્ઠાનો કરતાં અન્ય પ્રકારનું હોય છે, કેમ કે તેનો આ ચરમાવર્તવર્ણી કર્તા બીજા અચરમાવર્તવર્ણી કર્તાઓ કરતાં યોગસંબંધી યોગ્યતારૂપ વિશેષ પ્રાપ્ત થયો હોવાથી અવશ્ય જુદો હોય છે એ સમ્યગૂ વિચારવું.”
આ બાબતમાં રહસ્ય એ છે કે તે અનુષ્ઠાનો કરનાર જીવ અચરમાવર્તામાં યોગ માટે એકાન્ત અયોગ્ય હતો જ્યારે ચરમાવર્તમાં તેનામાં યોગની કંઈક યોગ્યતા પેદા થઈ ગઈ હતી. આ કારણે ચરમાવર્તભાવી અનુષ્ઠાનો અન્ય અચરમાવર્તભાવી અનુષ્ઠાનો કરતાં વિલક્ષણ હોય છે, એવું ટીકાકારે વિવરણ કર્યું છે. આમ “ચરમાવર્તમાં માર્ગાનુસારીપણું અને દ્રવ્યઆજ્ઞા હોય છે તેમજ અનુષ્ઠાનો વિલક્ષણ સુંદર હોય છે, એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ પૂર્વપક્ષીની આ વાતનું નિરાકરણ થઈ ગયેલું જાણવું કે – “અન્યતીર્થિકોના અકરણનિયમ વગેરેને જે સુંદર હોવા કહ્યા છે તે પણ વાસ્તવિક