________________
૧૧૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ अथैकभविकाद्यचितयोग्यतानियतत्वाद द्रव्याज्ञायाः सम्यक्त्वप्राप्त्यपेक्षया तदधिकव्यवधाने मिथ्यादशो न मार्गानुसारितेति निश्चीयते इति चेत् ? न, असति प्रतिबंधे परिपाके वाऽपुनर्बन्धकादेर्मार्गा
નથી.” – અહીં સિદ્ધિની જે આસન્નતા (સમીપતા) કહી છે તે આપલિક છે, અર્થાત્ પૂર્વના પુદ્ગલપરાવર્તામાં તે ઘણી દૂર હતી, તેની અપેક્ષાએ આ ચરમાવર્તમાં તે નજીક થઈ છે. માટે એને આસન્ના કહી છે. તેથી “આસન્નસિદ્ધિકત્વ' શબ્દથી કંઈ અત્યંત અલ્પકાળમાં સિદ્ધિની પ્રાપ્તિ હોવાનો અર્થ નીકળતો નથી.” એવો જો પૂર્વપક્ષીનો બચાવ હોય તો એ બચાવ તો “સંનિહિતગ્રન્થિભેદ' વિશેષણ માટે પણ સમાન જ છે, કેમ કે અચરમાવર્તકાલીન યથાપ્રવૃત્તિકરણોથી તે નજીક હોય જ છે. તેથી ચરમાવર્તવર્તી બધા મિથ્યાત્વી જીવોમાં “સંનિહિતગ્રન્થિભેદ' એવું વિશેષણ સંભવે જ છે. માત્ર અંતર્મુહૂર્તમાં સમ્યકત્વ પામનાર જીવોમાં જ તે સંભવે છે એવું નથી. માટે ઉપદેશપદના ઉક્ત શ્લોકનો “પ્રાયશો' શબ્દ અસુંદર પ્રવૃત્તિના નિર્દેશ અંગે ચરમાવર્તવર્તી અપુનબંધકાદિની પણ બાદબાકી કરે જ છે એ વાત નિશ્ચિત જાણવી. માટે જેઓનો સંસાર એક પુદ્ગલપરાવર્ત શેષ હોય તેવા પણ અપુનબંધક વગેરેની પ્રવૃત્તિ સુંદર હોવી સંભવે છે. આ સુંદર પ્રવૃત્તિ સાક્ષાત્ કે પરંપરાએ સમ્યક્ત્વાદિરૂપ ભાવાત્તાનું કારણ બનતી હોઈ દ્રવ્યાજ્ઞા રૂપ બને છે. તેથી આવા જીવોમાં માર્ગાનુસારિતા સિદ્ધ થાય છે. તેમ જ ઉપદેશપદ (૪૩૨)માં વચનૌષધપ્રયોગના અધિકારી માટે “ચરમયથા...' ઇત્યાદિ જે કહ્યું છે તેમાં પણ ચમત્વનો ઉક્ત રીતે નિર્વાહ કરવાનો હોઈ તે અધિકારી તરીકે ઉત્કૃષ્ટથી એક પુદ્ગલાવર્ત શેષ સંસારવાળા અપુનબંધકાદિ જીવો સિદ્ધ થાય છે. તેથી માર્ગાનુસારી તરીકે પણ તેટલા સંસારવાળા જીવો સિદ્ધ થાય છે.
(દ્રવ્યઆજ્ઞા અને ભાવાજ્ઞામાં કેટલું અંતર સંભવે?) શંકા જેમ દ્રવ્યદેવ એજ કહેવાય છે જેનામાં એકભવિકત્વ (પછીના ભવમાં દેવપર્યાય પામવાપણું), બદ્ધાયુષ્કત્વ (દેવઆયુષ્ય બાંધી દેવાપણું) કે અભિમુખનામગોત્રત્વ (દેવપર્યાય પ્રાપ્તિને અત્યન્ત સન્મુખ થઈ જવા પણું) રૂપ ઉચિત યોગ્યતા હોય. બે-ત્રણ વગેરે ભવ પછી દેવ બનનારા જીવો દ્રવ્યદેવ કહેવાતાં નથી. આ જ રીતે જેઓ પછીના ભાવમાં સમ્યત્વ વગેરે રૂપ ભાવઆજ્ઞા પામવાના હોય તેવા એકભવિકત્વ વગેરે યોગ્યતાવાળા જીવોમાં જ દ્રવ્યઆજ્ઞા હોવી કહી શકાય છે, અનેક ભવના વ્યવધાન (આંતરા) પછી ભાવઆજ્ઞા પામનાર જીવોમાં નહિ. તેથી એક પુદ્ગલપરાવર્તકાળ શેષ સંસાર બાકી હોય તેવા જીવોને તો ઓછામાં ઓછા પણ અર્ધપુદ્ગલપરાવર્ત કાળ પછી જ સમ્યકત્વ વગેરે રૂપ ભાવઆજ્ઞા પ્રાપ્ત થવાની હોઈ દ્રવ્યઆજ્ઞા માની શકાતી નથી. અને તેથી માર્ગાનુસારિતા પણ માની શકાતી નથી. તાત્પર્ય એ છે કે અધપુદ્ગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળા જીવોને ભાવાત્તા પ્રાપ્તિને હજુ એકભવ વગેરે કરતાં વધુ વ્યવધાન હોઈ દ્રવ્યઆજ્ઞા સંભવતી ન હોવાથી માર્ગાનુસારિતા પણ હોતી નથી એ નિશ્ચિત થાય છે.