________________
૧૧૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ दृशा पर्यालोच्यमिति तेनोक्तम् ।
तत्रेदं विचारणीयं - चरमत्वं यथाप्रवृत्तकरणस्यानन्तपुद्गलपरावर्तभाविनश्चरमैकावर्त्तमात्रेणापि निर्वाह्यं, संनिहितग्रन्थिभेदत्वस्य तु न स्वल्पकालप्राप्तव्यसम्यक्त्वाक्षेपकता । જ મિથ્યાત્વી જીવોની પ્રવૃત્તિ અસુંદર જ હોય છે. એટલે કે દેશોનઅર્ધપુદ્ગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળા ચરમાવર્તવર્તી અપુનર્બન્ધકાદિ જીવોની પ્રવૃત્તિ પણ અસુંદર જ હોય છે.” એવું ફલિત થયું. આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી.” આવા કથનમાં આધાર તરીકે લેવાયેલ ઉપદેશપદની ગાથાનો અર્થ આ પ્રમાણે - “પ્રાય: અસવૃત્તિ હોવાથી તેમજ તત્ત્વની નિંદા-ઇતરની સ્તુતિ વગેરેના કારણે અસત્ પ્રવૃત્તિનો જ અનુબંધ પડતો હોવાથી આનું (=મિથ્યાત્વીનું) જ્ઞાન સંસારનું જ કારણ બને છે” તેની વૃત્તિનો અર્થ - “મિથ્યાત્વીને શાસ્ત્રના અભ્યાસથી પેદા થયેલ બોધ પણ સંસારનું જ કારણ બને છે, કેમ કે તે જ્ઞાન દ્વારા પણ મોટા ભાગે એ અસપ્રવૃત્તિ જ કરે છે, તેમજ આસપ્રવૃત્તિના જ અનુબંધો પાડે છે. અહીં મોટાભાગે એવું એટલા માટે કહ્યું છે યથાપ્રવૃત્તકરણના ચરમવિભાગે રહેલા, ગ્રન્થિભેદની નજીક રહેલા અને અત્યન્ત જીર્ણ થયેલ મિથ્યાત્વવાળા કેટલાક મિથ્યાત્વી જીવોને દુઃખી જીવો પર દયા, ગુણવાનું પર અષ વગેરે સમુચિત આચાર પ્રવૃત્તિ રૂપ સુંદર પ્રવૃત્તિ સંભવિત હોઈ તેઓમાં આવતા વ્યભિચારનું વારણ કરવું છે. વળી મોટા ભાગના મિથ્યાત્વીઓ અસ–વૃત્તિના જ અનુબંધો એટલા માટે પાડે છે કે મિથ્યાત્વથી હણાયેલા હોવાના કારણે વિપરીતરુચિવાળા થયેલા તેઓ શ્રી અરિહંત વગેરે સદ્ભૂત દેવાદિતત્ત્વની નિંદા કરતા હોય છે તેમજ ઈતર કુદેવ વગેરે અતત્ત્વને કુયુક્તિઓ ઊભી કરીને મહાનું તરીકે થાપતાં હોય છે. તેથી ભવાન્તરમાં પણ તેઓને અસતુપ્રવૃત્તિ અનુબંધયુક્ત જ થાય છે.”
(સ્વભ્રાન્તમાન્યતા અંગે પૂર્વપક્ષીની વિચારણા) ઉપદેશપદના આ વચનોને અનુસરીને પૂર્વપક્ષીએ અત્યન્ત સમ્યકત્વ અભિમુખ જીવોને છોડીને શેષ બધા મિથ્યાત્વીઓની પ્રવૃત્તિને અસુન્દર કહી છે તેમાં વિચારણીય બાબત આ છે (પ્રાયશો) “મોટાભાગે શબ્દ મૂકીને જે મિથ્યાત્વીઓની બાદબાકી કરવી અભિપ્રેત છે તે મિથ્યાત્વીઓના બે વિશેષણો વૃત્તિમાં મૂકેલ છે - યથાપ્રવૃત્તકરણચરમવિભાગભાનાં અને સંનિહિતગ્રન્થિભેદ. આ બે વિશેષણોનો ઉપલક દૃષ્ટિએ અર્થ વિચારી પૂર્વપક્ષીએ તેવી બાદબાકીને યોગ્ય મિથ્યાત્વીઓ તરીકે સમ્યક્ત્વ પ્રાપ્તિની અત્યન્ત નજીક રહેલા જ (કે જેઓનો સંસાર વધુમાં વધુ દેશોને અર્ધપુદગલ પરાવર્ત જ બાકી હોય) મિથ્યાત્વી જીવો પકડ્યા. તે આ દલીલથી–પસાર થઈ ગયેલ અનંતા પુદ્ગલ પરાવર્તમાં અનંતીવાર યથાપ્રવૃત્તકરણો કર્યા પણ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નહિ. તેથી પછી પણ તે કરવાના ઊભા રહ્યા. પણ જે યથાપ્રવૃત્તિકરણ પછી ગ્રન્થિભેદ – સમ્યકત્વપ્રાપ્તિ થઈ ગયા તે પછી યથાપ્રવૃત્તિકરણ કરવાનું રહ્યું નહિ. તેથી એ યથાપ્રવૃત્તિકરણ જ ચરમયથાપ્રવૃત્તિકરણ કે યથાપ્રવૃત્તિકરણનો ચરમવિભાગ કહેવાય. પોતાની આ માન્યતાને પૂર્વપક્ષીએ “સંનિહિતરન્થિભેદ એવા બીજા વિશેષણથી આ રીતે પુષ્ટ કરી - ‘આવા (ઉક્ત)