________________
મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ
૭૩
नन्वत्र माषतुषादीनां चारित्रिणामेव संशयानध्यवसाययोरसत्प्रवृत्त्यननुबन्धित्वमुक्तं, तच्च युक्तं, तेषां मिथ्यात्वमोहनीयानन्तानुबन्धिनां प्रबलबोधविपर्यासकारिणां प्रबलक्रियाविपर्यासकारिणां च तृतीयकषायादीनामभावात्। मिथ्यादृशां संशयानध्यवसाययोश्च न तथात्वं युक्तं, विपर्यासशक्तियुक्तत्वात्तेषाम्। अतः शुभपरिणामोऽपि तेषां फलतोऽशुभ एवोक्तः श्रीहरिभद्रसूरिभिः, तथाहि -
र्गलमच्छभवविमोअगविसन्नभोईण जारिसो एसो
मोहा सुहोवि असुहो तप्फलओ एवमेसोत्ति ।। (उप पद. १८८)
'गलेत्यादि-गलो नाम प्रान्तन्यस्तामिषो लोहमयः कण्टको मत्स्यग्रहार्थं जलमध्ये संचारितः, तद्ग्रसनप्रवृत्तो मत्स्यस्तु प्रतीत एव, ततो गलेनोपलक्षितो मत्स्यो गलमत्स्यः । भवाद् दुःखबहुलकुयोनिलक्षणाद् दुःखितजीवान् काकशृगालपिपीलिकादीन् तथाविधकुत्सितवचनसंस्कारात्प्राणव्यपरोपणेन मोचयत्युत्तारयतीति भवविमोचकः
(મિથ્યાત્વીના સંશય-અનધ્યવસાય અસત્પ્રવૃત્તિના અનુબંધી)
~ ઉપદેશપદની તમે આપેલ સાક્ષીગાથામાં તો માષતુષ વગેરે મુનિઓના જ સંશય- અનધ્યવસાયને અસત્પ્રવૃત્તિના અનનુબંધી કહ્યા છે. અર્થાત્ તાણીને અસત્પ્રવૃત્તિ ન કરાવે એવા કહ્યા છે. તે યુક્ત પણ છે, કેમ કે તેઓને બોધમાં જોરદાર વિપર્યાસ ઊભો કરનાર મિથ્યાત્વમોહનીય અને અનન્તાનુબંધીકષાયો તેમજ ક્રિયામાં જોરદાર વિપર્યાસ ઊભો કરનાર ત્રીજા કષાય વગેરે હોતા નથી. પણ મિથ્યાત્વીઓના સંશય-અનધ્યવસાયને પણ અસત્પ્રવૃત્તિ ન લાવી આપનાર તરીકે માનવા તો યુક્ત નથી, કેમકે તે મિથ્યાત્વી જીવો વિપર્યાસની શક્તિ (યોગ્યતા) ધરાવતા હોય છે. અર્થાત્ મિથ્યાત્વમોહનીય વગેરેનો તીવ્ર ઉદય ન હોવાના કારણે તેઓને વિપર્યાસ વ્યક્ત રૂપે ન હોવા છતાં, ક્ષયોપશમાદિ ભાવને ન પામેલા મિથ્યાત્વમોહનીય વગેરે કર્મનો જે મંદ પણ ઉદય હોય છે તેના કારણે તેઓમાં વિપર્યાસ થવાની શક્યતા તો પડેલી જ હોય છે. તેથી જ તો તેઓના શુભ પરિણામને પણ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ફલતઃ=પરિણામે અશુભ કહ્યો છે. જેમકે શ્રી ઉપદેશપદ-૧૮૮માં કહ્યું છે. “ગલમત્સ્ય, ભવવિમોચક, વિષાન્નભોજીનો આ શુભ પણ પરિણામ મોહના કારણે, અશુભફલક હોઈ અશુભ છે. તેમ આ પણ જાણવો.’ આ શ્લોકની વૃત્તિ - “ગલ એટલે માછલી પકડવા માટે પાણીમાં નંખાતો લોખંડનો કાંટો જેના છેડે માંસ ભેરવેલું હોય છે. આવા ગલથી ઉપલક્ષિત (ઓળખાયેલા) માછલો તે ગલમસ્ત્ય. “પીડામય જીવન જીવતા જીવોને મારી નાંખવાથી તેઓ દુઃખમાંથી મુક્ત થાય છે. અને તેથી તેમાં તેઓની દયા છે.” કુતીર્થિકોનાં આવાં વચનોનાં સંસ્કાર હોવાના કારણે જેઓ દુઃખપ્રચુર જન્મરૂપ ભવમાંથી કાગડોશિયાળ-કીડી વગેરે દુઃખી જીવોને મારી નાખીને છોડાવે છે તે પાખંડીઓ ભવિમોચક કહેવાય છે.
१. गलमत्स्यभवविमोचकविषान्नभोजिनां यादृश एषः । मोहाच्छुभोऽपि अशुभस्तत्फलत एवमेष इति ॥