________________
અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર
૮૧ इत्थं चास्यानाभिग्रहिकमपि गुणकारि सम्पन्नम्। तथा चानाभिग्रहिकमप्याभिग्रहिककल्पत्वात्तीव्रमेवेति 'सुनिश्चितमित्यादि' (अयोग व्य० द्वा. २७) संमतिप्रदर्शनपूर्वं यः प्राह तन्निरस्तं, मुग्धानां स्वप्रतिपत्तौ तस्य गुणत्वात्, सुनिश्चितमित्यादिना विशेषज्ञस्यापि मायादिना माध्यस्थ्यप्रदर्शनस्यैव दोषत्वप्रतिपादनाद् । न चास्याविशेषप्रतिपत्तिः सम्यग्दृष्टेरिव दुष्टेति शङ्कनीयं, अवस्थाभेदेन दोषव्यवस्थानाद्, अन्यथा साधोरिव सम्यग्दृशः साक्षाद्देवपूजादिकमपि दुष्टं स्यादिति विभावनीयम्। एतेन "पृथिव्याघारंभप्रवृत्तापेक्षया निजनिजदेवाराधनप्रवृत्तानामध्यवसायः शोभनः, देवादिशुभगतिहेतुत्वाद् इत्यसत्, तथाभूताध्यवसायस्य शोभनत्वे सम्यक्त्वोच्चारे ‘णो कप्पइ अण्णउत्थिए वा०' इत्यादिरूपेण मिथ्यात्वप्रत्याख्यानानुपपत्तिप्रसक्तेः। न हि शुभाध्यवसायस्य तद्धेतोर्वा प्रत्याख्यानं
(અવસ્થાભેદે ગુણદોષ ભેદ) આમ સામાન્ય દેવપૂજા વગેરે પૂર્વસેવાનો હેતુ બનતું અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ લાભદાયક બને છે એ નિશ્ચિત થયું. અને તેથી “અનાભિગ્રહિક પણ આભિગ્રહિક જેવું જ હોઈ તીવ્ર જ હોય છે એવું અયોગવ્યવચ્છેદકાત્રિશિકાના “સુનિશ્ચિત' ઇત્યાદિ સાક્ષીશ્લોકપૂર્વક જે કહેવાયું છે” તેનો નિરાસ જાણવો, કેમ કે મુગ્ધજીવોને “બધા દેવો પૂજ્ય છે.” વગેરે રૂપ પોતપોતાની માન્યતામાં એ ગુણકર બને છે. “સુનિશ્ચિત' ઇત્યાદિ શ્લોક તો વિશેષ જાણકાર જીવ પણ માયાદિના કારણે જે માધ્યશ્મ દેખાડવાનો ડોળ કરે છે, તેને જ આભિગ્રહિક મિથ્યાત્વને તુલ્ય દોષરૂપ જણાવે છે. ~ “બધા દેવાદિને એક સરખી રીતે માનવા એ સમ્યકત્વને જેમ દોષરૂપ છે તેમ આ મુગ્ધજીવને પણ દોષરૂપ નહિ બને?” એવી શંકા કરવી નહિ, કેમકે દોષની વ્યવસ્થા અવસ્થાભેદે ભેદવાળી હોય છે. અર્થાત્ અમુક અવસ્થામાં જે દોષરૂપ હોય તેવું આચરણ પણ બીજી કોઈ વિશેષ અવસ્થામાં દોષરૂપ રહેતું નથી, ઉપરથી ક્યારેક ગુણરૂપ બની જતું હોય છે. જો આવું ન હોય તો (અર્થાત્ અમુક અવસ્થામાં જે દોષરૂપ હોય તે સર્વ અવસ્થામાં દોષરૂપ જ રહેતું હોય તો) સ્વયં દ્રવ્યપૂજા કરવી એ સાધુઓને દોષરૂપ હોઈ સમ્યગ્દષ્ટિ વગેરેને પણ દોષરૂપ માનવી પડે. આમ અવસ્થાભેદે દોષવ્યવસ્થા છે એવું જે જણાવ્યું તેનાથી જ એકાન્ત અભિનિવેશરૂપ નીચેનો પૂર્વપક્ષ (સર્વજ્ઞશતક શ્લો. ૭૯) નિરસ્ત જાણવો.
(પૃથિવ્યાદિની હિંસા કરતાં અન્ય દેવપૂજા અશુભ?) પૂર્વપક્ષ “પૃથ્વીકાય વગેરેનો આરંભ-સમારંભ કરનારા મિથ્યાત્વી કરતાં પોતપોતાનાં દેવાદિની આરાધના કરનાર મિથ્યાત્વીનો પરિણામ શુભ હોય છે, કેમ કે દેવ વગેરે શુભ ગતિનો હેતુ છે” એવી માન્યતા અયુક્ત જાણવી. કેમ કે તે અધ્યવસાય જો શુભ હોય તો સમ્યકત્વના આલાવામાં “અન્યતીર્થિકદેવાદિ માનવા ન કલ્પે” ઇત્યાદિ રૂપે મિથ્યાત્વનું જે પચ્ચખાણ છે તે અસંગત થઈ જાય. કેમ
१. सुनिश्चितं मत्सरिणो जनस्य न नाथ! मुद्रामतिशेरते ते। माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः॥
- - - - - - - - - - --