________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૪
नामेतादृशमाध्यस्थ्यस्येष्टत्वाद् । यदयं कालातीतवचनानुवादो योगबिन्दो ( श्लोक ३०० - ३०८) - माध्यस्थ्यमवलम्ब्यैवमैदम्पर्यव्यपेक्षया । तत्त्वं निरूपणीयं स्यात्कालातीतोऽप्यदोऽब्रवीत् ।। अन्येषामप्ययं मार्गो मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ।। मुक्तो बुद्धोऽर्हन् वाऽपि यदैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ।। अनादिशुद्ध इत्यादिर्यो भेदो यस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ।। विशेषस्यापरिज्ञानाद् युक्तीनां जातिवादतः । प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः ।। अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ।। अत्रा(स्या)पि योऽपरो भेदश्चित्रोपाधिस्तथातथा । गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ।।
૯૪
0
(જૈનેતરોમાં તેવું માધ્યસ્થ્ય સંભવિત)
સમાધાન ઃ એ બરાબર નથી, કેમ કે અન્ય (જૈનેતર) યોગીઓમાં પણ જો મોહ મંદ પડી ગયો હોય તો માધ્યસ્થ્ય હોવું શાસ્ત્રકારોને સંમત જ છે. આ સંમતિ યોગબિન્દુ શાસ્ત્રમાં (શ્લો. ૩૦૦ થી ૩૦૮) શાસ્ત્રકારે કાલાતીતના વચનોને જે ઉદ્ધૃત કર્યા છે તેના પરથી જણાય છે. તે આ રીતે ‘આમ માધ્યસ્થ્યને અવલંબીને પરમાર્થનું પર્યાલોચન કરવા વડે દેવ વગેરે તત્ત્વનો વિચાર કરવો. આ અંગે કાલાતીતે પણ આમ કહ્યું છે કે- ‘મુક્તજીવો અવિદ્યા વગેરેની પ્રરૂપણા કરનાર અન્ય તીર્થિકોનો પણ દેવ વગેરેની માન્યતાનો માર્ગ, સંજ્ઞા વગેરેનો ભેદ હોવા છતાં વસ્તુતઃ આ જ છે. પરબ્રહ્મવાદી- બૌદ્ધ અને જૈનોને પોતપોતાના દેવ તરીકે અભિમત મુક્ત-બૌદ્ધ-અરિહંત વગેરે પણ જ્ઞાન વગેરે ઐશ્વર્યથી યુક્ત છે. તેથી આપણો કહેલ ઈશ્વર પણ તે જ છે. માત્ર નામ જુદું છે, આ ઈશ્વરનો - તે અનાદિ શુદ્ધ છે - સર્વવ્યાપી છે - સાદિ શુદ્ધ અને અસર્વવ્યાપી છે - ઇત્યાદિ તે તે દર્શનને અનુસારે જે ભેદ કલ્પાય છે તે પણ (પૂર્વે કહેલ સંજ્ઞાભેદ તો ખરો જ) નકામો જ છે, કેમ કે તે મુક્ત-બુદ્ધ વગેરેમાં રહેલ ભેદ=વિશેષતાનું છદ્મસ્થોને પ્રત્યક્ષથી તો જ્ઞાન થતું નથી. અને અનુમાનાત્મક યુક્તિઓ પણ તે છલ-જાતિ વગેરે નિગ્રહસ્થાનોના કારણે અનુમાનાભાસરૂપ હોઈ તેમજ લગભગ પરસ્પર વિરુદ્ધ હોઈ તે જ્ઞાન કરાવતી નથી. તેમજ ગુણપ્રકર્ષાત્મક આરાધ્યપુરુષમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે હોવા છતાં તે બધાની આરાધનાથી સાધ્ય ક્લેશક્ષયરૂપ ફળ એક જ હોઈ વસ્તુતઃ તો તે બધામાં ભેદ છે જ નહિ. વેદાન્તિક-સાંખ્ય-જૈન વગેરેને અવિદ્યા-ક્લેશ-કર્મ વગેરે સંસારના કારણ તરીકે સંમત છે. તેથી જણાય છે કે આપણને (સંસારકારણ તરીકે) સંમત એવા આ ‘પ્રધાન’ નાં જ જુદાં જુદાં નામ પડી ગયાં છે. આ પ્રધાનનો પણ મૂર્ત્તત્વ-અમૂર્ત્તત્વ વગેરે વિવિધ ઉપાધિ રૂપ જે ભેદ તેવી તેવી રીતે કહેવાય છે તે પણ અતીત=પૂર્વોક્ત ‘પ્રત્યક્ષાદિથી વિશેષતા ન જણાવી' વગેરે રૂપ – હેતુઓથી બુદ્ધિશાળીઓને નિરર્થક