________________
૧૦૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫, ૧૬ स्वतंत्रनीतितस्त्वेव जैनशास्त्रनीतेरेव न पुनस्तन्त्रान्तराभिप्रायेणापि, ग्रन्थिभेदे रागद्वेषमोहपरिणामस्यातीवदृढस्य विदारणे, तथा यथाप्रवृत्त्यादिकरणप्रकारेण, सति विद्यमाने, किम्? इत्याह-सम्यगदृष्टिः शुद्धसम्यक्त्वधरो, भवति-संपद्यते । कीदृशः? इत्याह-उच्चैः=अत्यर्थं, प्रागवस्थातः सकाशात्, प्रशमादिगुणान्वितः उपशम-संवेगनिर्वेदानुकंपाऽऽस्तिक्याभिव्यक्तियुक्त इति ।।२५२।।
एवं परेषामपि माध्यस्थ्ये द्रव्याज्ञासद्भावः सिद्धः ।।१५।। ननु द्रव्याज्ञाऽपि सिद्धान्तोदितक्रियाकरणं विनाऽपि कथं परेषां स्यात् ? इत्यत आह -
मग्गाणुसारिभावो आणाए लक्खणं मुणेयव्वं । किरिया तस्स ण णियया पडिबंधे वा वि उवगारे ।।१६।। मार्गानुसारिभाव आज्ञाया लक्षणं ज्ञातव्यम् ।
क्रिया तस्य न नियता प्रतिबंधे वाऽप्युपकारे ।।१६।। मग्गाणुसारिभावोत्ति । मार्गानुसारिभावो-निसर्गतस्तत्त्वानुकूलप्रवृत्तिहेतुः परिणामः, आज्ञाया लक्षणं, मुणेयव्वं ति ज्ञातव्यं, क्रिया-स्वसमयपरसमयोदिताचाररूपा, तस्य मार्गानुसारिभावस्य, उपकारे प्रतिबन्धे वा न नियता, स्वसमयोदितक्रियाकृतमुपकारं विनाऽपि मेघकुमारजीवहस्त्यादीनां तथाभव्यत्वपरिपाकाहिताऽनुकम्पादिमहिम्ना मार्गानुसारित्वसिद्धेः, परसमयक्रियायां च सत्यामपि જણાવે છે - જૈનશાસ્ત્રોક્ત રીતે જ (બીજા શાસ્ત્રોના અભિપ્રાય મુજબ નહિ) યથાપ્રવૃત્તકરણ વગેરે દ્વારા પૂર્વાવસ્થા કરતાં અત્યંત પ્રબળ ઉપશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્યની અભિવ્યક્તિવાળો સમ્યગ્દષ્ટિ બને છે.” આના પરથી એટલું તો સિદ્ધ થાય છે કે “અન્યમાર્ગસ્થ જીવોમાં પણ માધ્યશ્મ હોય તો દ્રવ્યઆજ્ઞા સંભવે છે.” II૧પા
સિદ્ધાન્તમાં કહેલ ક્રિયાઓ કર્યા વિના જ ઇતરોને (ભાવાજ્ઞા તો નહિ જ) દ્રવ્યઆજ્ઞા પણ શી રીતે સંભવે? એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે -
ગાથાર્થ ઃ માર્ગાનુસારીભાવ એ જ આજ્ઞાનું લક્ષણ જાણવું. તેનો પ્રતિબંધ કરનાર કે ઉપકાર કરનાર તરીકે કોઈ ચોક્કસ ક્રિયા નિયત નથી.
સહજ રીતે તત્ત્વાનુકૂલ પ્રવૃત્તિ થયા કરે તેવા પ્રવૃત્તિ હેતુભૂત પરિણામ રૂપ માર્ગાનુસારીભાવ એ આજ્ઞાનું લક્ષણ છે. “સ્વસિદ્ધાન્તમાં કહેલી ક્રિયા તે માર્થાનુસારીભાવના પ્રાપ્તિ અને ટકાવ રૂપ ઉપકાર માટે આવશ્યક છે' એવો નિયતભાવ ન જાણવો. અર્થાત્ “સ્વશાસ્ત્રોક્ત ક્રિયાનું પાલન હોય તો જ માર્ગાનુસારીપણું મળે અને ટકે એવું નથી કે “પરશાસ્ત્રોક્તક્રિયાનું પાલન હોય તો એ મળે જ નહિ અને ટકે જ નહિ એવું પણ નથી, કેમકે સ્વસમાયોક્ત ક્રિયાઓથી થયેલા ઉપકાર વિના પણ મેઘકુમારના જીવ હાથી વગેરેને તથાભવ્યત્વના પરિપાકથી પ્રાપ્ત થયેલ અનુકંપા વગેરેના પ્રભાવે માર્ગાનુસારિતા હતી,