________________
યોગબીજો
૯૯
इदमत्र हृदयं-न ह्यादिधार्मिकस्य विधिः सर्व एव सर्वत्रोपयुज्यते, किन्तु क्वचित्कश्चिदेव, इति भिन्नाचारस्थितानामप्यन्तःशुद्धिमतामपुनर्बन्धकत्वमविरुद्धं, अपुनबंधकस्य हि नानास्वरूपत्वात् तत्तत्तन्त्रोक्ताऽपि मोक्षार्था क्रिया घटते, सम्यग्दृष्टेश्च स्वतन्त्रक्रियेवेति व्यवस्थितत्वात् । तदुक्तं योगबिन्दुसूत्रवृत्त्योः -
अपुनर्बंधकस्यैवं सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिलमवस्थाभेदसंश्रयात् ।।२५१।।
अपुनर्बंधकस्य-उक्तरूपस्य एवं उक्तरूपेण, सम्यग्नीत्या शुद्धयुक्तिरूपया, उपपद्यते घटते, किमित्याह - तत्तत्तन्त्रोक्तं कापिलसौगतादिशास्त्रप्रणीतं, मुमुक्षुजनयोग्यमनुष्ठानं, अखिलं-समस्तम् । कुतः? इत्याह - अवस्थाभेदसंश्रयात् अपुनर्बंधकस्यानेकस्वरूपाङ्गीकरणत्वात्। अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बंधकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायामवतरतीति ।।२५१।।
अथापुनबंधकोत्तरं यद्भवति तद्दर्शयति - स्वतंत्रनीतितस्त्वेव ग्रन्थिभेदे तथा सति । सम्यग्दृष्टिर्भवत्युच्चैः प्रशमादिगुणान्वितः ।।२५२।।
(અન્યમાર્ગોક્તક્રિયાથી પણ અપુનબંધકત્વ સંભવિત - ઉત્તરપક્ષ) અહીં આ રહસ્ય છે – આદિધાર્મિક જીવોને જે જે વિધિ કહી છે તે બધી બધે જ જરૂરી હોય છે એવું નથી - અર્થાતુ બધા જીવોને અપુનબંધકત્વની પ્રાપ્તિ અને સ્થિરતા માટે આવશ્યક હોય છે, એવું નથીપણ કોઈ જીવમાં કોઈક જ જોઈએ. તેથી ભિન્ન-આચારમાર્ગમાં રહેલ પણ શુદ્ધ અંત:કરણવાળા જીવોને ઉપર કહેલી જિનનમસ્કારાદિ જૈનમાર્ગસંબંધી ક્રિયારૂપ વિધિ ન હોવા છતાં સ્વસ્વશાસ્ત્રમાં મોક્ષ માટે કહેલી ક્રિયારૂપ વિધિ હાજર હોવાથી અપુનબંધકપણું સંભવિત છે. ~ “પણ તેઓના સ્વસ્વશાસ્ત્રમાં કહેલાં અનુષ્ઠાનો કંઈ તાદશવિધિરૂપ નથી કે જેથી એ વિધિના પાલનથી તેઓ અપુનબંધક બની જાય” ~ એવી શંકા ન કરવી, કેમ કે “અપુનબંધક અનેકપ્રકારના હોય છે. એવું જે કહ્યું છે તેનો ફલિતાર્થ આ નીકળે છે કે અપુનબંધક જીવો અનેક જુદી જુદી ભૂમિકાવાળા હોય છે અને તેથી તે તે ભૂમિકાને ઉચિત અનેક પ્રકારના અનુષ્ઠાનવાળા હોય છે. તેથી એ કથન તે તે માર્ગમાં મોક્ષ માટે કહેલી ક્રિયાઓને પણ અપુનબંધકપણા માટે યોગ્ય ઠેરવે છે. એટલે કે એ ક્રિયાઓ પણ તાદશ વિધિરૂપ બની શકે છે. હા, સમ્યગ્દષ્ટિ જીવોને એવા અનેક સ્વરૂપવાળા કહ્યા નથી કે જેથી અન્યમાર્ગીય અનુષ્ઠાનો તેઓને સ્વગુણપ્રાપ્તિ જાળવણી માટેની વિધિરૂપ બની શકે. તેથી તેઓને તો જૈનમાર્ગસંબંધી સ્વતન્ત્રક્રિયા જ સંગત છે તે જાણવું. યોગબિંદુસૂત્ર અને વૃત્તિમાં કહ્યું છે કે – “આમ ઉક્ત રીતે શુદ્ધ યુક્તિથી વિચારતાં જણાય છે કે કપિલ-સુગત વગેરેના તે તે શાસ્ત્રમાં મુમુક્ષુજીવો માટે કહેલાં બધા અનુષ્ઠાનો અવસ્થાભેદને આશ્રીને સંગત છે. અપુનબંધકના અનેક સ્વરૂપ અવસ્થા માની હોવાથી તે અનુષ્ઠાનો કોઈ ને કોઈ અવસ્થામાં ઉચિત હોવારૂપે અવતરે છે. અપુનબંધક બન્યા પછી (ઉપરની અવસ્થામાં) શું થાય છે? તે