________________
૧૦૬
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ प्रयोगे, अकालस्तु-अकाल एव, भवति ज्ञातव्यः। चरमपुद्गलपरावर्त्तलक्षणस्तु तथाभव्यत्वपरिपाकतो बीजाधानोभेदपोषणादिषु स्यादपि काल इति । अत एवाह-कालस्त्ववसरः पुनः अपुनर्बंधकप्रभृतिः, तत्रापुनर्बन्धकः 'पावं ण तिव्वभावा कुणइ...' (पंचा० ३-४) इत्यादिलक्षणः, आदिशब्दान्मार्गाभिमुखमार्गपतितौ गृह्यते । तत्र मार्गो ललितविस्तरायामनेनैव शास्त्रकृतेत्थंलक्षणो निरूपितः ‘मग्गदयाणं' इत्याद्यालापकव्याख्यायां, 'मार्गश्चेतसोऽवक्रगमनं, भुजङ्गमनलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही क्षयोपशमविशेषो हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः' तत्र पतितो भव्यविशेषो मार्गपतित इत्युच्यते, तदादिभावापनश्च मार्गाभिमुख इति, एतौ च चरमयथाप्रवृत्तकरणभागभाजावेव विज्ञेयौ, अपुनर्बन्धकोऽपुनर्बन्धककालः प्रभृतिर्यस्य स तथा, धीरैस्तीर्थकरादिभिः निर्दिष्टो व्यवहारत इति ।। निश्चयतः निश्चयनयमतेन पुनरेष-वचनौषधप्रयोगकालो विज्ञेयः, कः? इत्याह-ग्रन्थिभेदकालस्तु-ग्रन्थिभेदकाल एव यस्मिन् कालेऽपूर्वकरणानिवृत्तिकरणाभ्यां ग्रन्थिभिन्नो भवति तस्मिन्नेवेत्यर्थः । कुतः? यत एतस्मिन् ग्रन्थिभेदे सति विधिना=अवस्थोचितकृत्यकरणलक्षणेन सदा-सर्वकालं या पालना च वचनौषधस्य, तया कृत्वाऽऽरोग्यं संसारव्याधिरोधलक्षणं, एतस्माद्-वचनौषधप्रयोगाद्
અચરમપુદ્ગલપરાવર્તનો કાલ આ વચનૌષધપ્રયોગ માટે અકાલ=અનવસર જાણવો. જ્યારે ચરમપુદ્ગલપરાવર્તનો કાલ તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન-અંકુરઉદ્ભવ-પોષણ વગેરેની પ્રાપ્તિ થવામાં તેનો અવસર બને પણ છે. તેથી જ (ઉપદેશપદમાં) આગળ કહે છે કે “શ્રી તીર્થકર વગેરે ધીરપુરુષોએ તેના કાલ તરીકે વ્યવહારથી અપુનબંધક વગેરેનો કાલ કહ્યો છે. તેમાં “પાપ તીવ્રભાવે ન કરે” વગેરે પંચાશકમાં કહેલ સ્વરૂપવાળો જીવ અપુનર્બન્ધક જાણવો. તેમજ “આદિ' શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોનો સમાવેશ જાણવો. એમાં માર્ગનું સ્વરૂપ આ જ પ્રથકારે (શ્રી હરિભદ્રસૂરિ મહારાજે) લલિતવિસ્તરામાં મગ્નદયાણં' વગેરે આલાવાના વિવરણમાં આવું કહ્યું છે - “માર્ગ એટલે ચિત્તનું અવક્રગમન, અર્થાત્ સાપનું નલિકામાં થતું સીધું ગમન જેમ ઇષ્ટ સ્થાન પ્રાપક બને છે. તેમ વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવી આપનાર અને પોતાના સહજ અભિલાષથી પ્રવર્તેલો એવો ક્ષયોપશમ એ માર્ગ છે. વળી એના હેતુઓ, સ્વરૂપ અને ફળ એ ત્રણે શુદ્ધ હોવા જોઈએ. આને જ પાતંજલ યોગદર્શન વગેરેમાં સુખા કહ્યો છે.” આ માર્ગને પામેલ ભવ્યજીવ માર્ગપતિત કહેવાય છે. અને તેને યોગ્ય પ્રાથમિક ભૂમિકાને પામેલ જીવ માર્ગાભિમુખ કહેવાય છે. આ બન્ને પ્રકારના જીવો ચરમ-યથાપ્રવૃત્તકરણે જ રહેલા હોવા જાણવા.
(નિશ્ચયનયે વચનૌષધપ્રયોગકાળ) નિશ્ચયનયના અભિપ્રાય પ્રમાણે તો જે કાલમાં અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ વડે ગ્રન્થિ ભેદાય છે. તે પ્રન્થિભેદ કાલ (અને તે પછીનો કાલ) જ વચનૌષધના પ્રયોગનો અવસર છે, કેમ કે ગ્રન્થિ ભેદાયે છતે જ અવસ્થોચિત કર્તવ્યો કરવા રૂપ વિધિથી હંમેશા વચનૌષધનું પાલન થયા કરે છે જેનાથી સંસારરોગ