SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ प्रयोगे, अकालस्तु-अकाल एव, भवति ज्ञातव्यः। चरमपुद्गलपरावर्त्तलक्षणस्तु तथाभव्यत्वपरिपाकतो बीजाधानोभेदपोषणादिषु स्यादपि काल इति । अत एवाह-कालस्त्ववसरः पुनः अपुनर्बंधकप्रभृतिः, तत्रापुनर्बन्धकः 'पावं ण तिव्वभावा कुणइ...' (पंचा० ३-४) इत्यादिलक्षणः, आदिशब्दान्मार्गाभिमुखमार्गपतितौ गृह्यते । तत्र मार्गो ललितविस्तरायामनेनैव शास्त्रकृतेत्थंलक्षणो निरूपितः ‘मग्गदयाणं' इत्याद्यालापकव्याख्यायां, 'मार्गश्चेतसोऽवक्रगमनं, भुजङ्गमनलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही क्षयोपशमविशेषो हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः' तत्र पतितो भव्यविशेषो मार्गपतित इत्युच्यते, तदादिभावापनश्च मार्गाभिमुख इति, एतौ च चरमयथाप्रवृत्तकरणभागभाजावेव विज्ञेयौ, अपुनर्बन्धकोऽपुनर्बन्धककालः प्रभृतिर्यस्य स तथा, धीरैस्तीर्थकरादिभिः निर्दिष्टो व्यवहारत इति ।। निश्चयतः निश्चयनयमतेन पुनरेष-वचनौषधप्रयोगकालो विज्ञेयः, कः? इत्याह-ग्रन्थिभेदकालस्तु-ग्रन्थिभेदकाल एव यस्मिन् कालेऽपूर्वकरणानिवृत्तिकरणाभ्यां ग्रन्थिभिन्नो भवति तस्मिन्नेवेत्यर्थः । कुतः? यत एतस्मिन् ग्रन्थिभेदे सति विधिना=अवस्थोचितकृत्यकरणलक्षणेन सदा-सर्वकालं या पालना च वचनौषधस्य, तया कृत्वाऽऽरोग्यं संसारव्याधिरोधलक्षणं, एतस्माद्-वचनौषधप्रयोगाद् અચરમપુદ્ગલપરાવર્તનો કાલ આ વચનૌષધપ્રયોગ માટે અકાલ=અનવસર જાણવો. જ્યારે ચરમપુદ્ગલપરાવર્તનો કાલ તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન-અંકુરઉદ્ભવ-પોષણ વગેરેની પ્રાપ્તિ થવામાં તેનો અવસર બને પણ છે. તેથી જ (ઉપદેશપદમાં) આગળ કહે છે કે “શ્રી તીર્થકર વગેરે ધીરપુરુષોએ તેના કાલ તરીકે વ્યવહારથી અપુનબંધક વગેરેનો કાલ કહ્યો છે. તેમાં “પાપ તીવ્રભાવે ન કરે” વગેરે પંચાશકમાં કહેલ સ્વરૂપવાળો જીવ અપુનર્બન્ધક જાણવો. તેમજ “આદિ' શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોનો સમાવેશ જાણવો. એમાં માર્ગનું સ્વરૂપ આ જ પ્રથકારે (શ્રી હરિભદ્રસૂરિ મહારાજે) લલિતવિસ્તરામાં મગ્નદયાણં' વગેરે આલાવાના વિવરણમાં આવું કહ્યું છે - “માર્ગ એટલે ચિત્તનું અવક્રગમન, અર્થાત્ સાપનું નલિકામાં થતું સીધું ગમન જેમ ઇષ્ટ સ્થાન પ્રાપક બને છે. તેમ વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવી આપનાર અને પોતાના સહજ અભિલાષથી પ્રવર્તેલો એવો ક્ષયોપશમ એ માર્ગ છે. વળી એના હેતુઓ, સ્વરૂપ અને ફળ એ ત્રણે શુદ્ધ હોવા જોઈએ. આને જ પાતંજલ યોગદર્શન વગેરેમાં સુખા કહ્યો છે.” આ માર્ગને પામેલ ભવ્યજીવ માર્ગપતિત કહેવાય છે. અને તેને યોગ્ય પ્રાથમિક ભૂમિકાને પામેલ જીવ માર્ગાભિમુખ કહેવાય છે. આ બન્ને પ્રકારના જીવો ચરમ-યથાપ્રવૃત્તકરણે જ રહેલા હોવા જાણવા. (નિશ્ચયનયે વચનૌષધપ્રયોગકાળ) નિશ્ચયનયના અભિપ્રાય પ્રમાણે તો જે કાલમાં અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ વડે ગ્રન્થિ ભેદાય છે. તે પ્રન્થિભેદ કાલ (અને તે પછીનો કાલ) જ વચનૌષધના પ્રયોગનો અવસર છે, કેમ કે ગ્રન્થિ ભેદાયે છતે જ અવસ્થોચિત કર્તવ્યો કરવા રૂપ વિધિથી હંમેશા વચનૌષધનું પાલન થયા કરે છે જેનાથી સંસારરોગ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy