________________
૧૦૧
આજ્ઞાનું લક્ષણ : માર્ગાનુસારી ભાવ समुल्लसितयोगदृष्टिमहिम्नां पतञ्जल्यादीनां मार्गानुसारित्वाप्रतिघातात् । अत्र कश्चिदाह-ननु पतञ्जल्यादीनां मार्गानुसारित्वमशास्त्रसिद्धम्, उच्यते-नैतदेवं, योगदृष्टिसमुच्चयग्रन्थ एव योगदृष्ट्यभिधानात् तेषां मार्गानुसारित्वसिद्धेः । 'उक्तं च-निरूपितं पुनः, योगमार्गज्ञैः=अध्यात्मविद्भिः पतंजलिप्रभृतिभिः, तपोनिषूतकल्मषैः-प्रशमप्रधानेन तपसा क्षीणप्रायमार्गानुसारिबोधबाधकमोहमलैरिति ‘उक्तं च योगमार्ग स्तपोनिधूतकल्मषैः' इति प्रतीकं विवृण्वता योगबिन्दुवृत्तिकृताऽपि तेषां तदभिधानाच्च ।
अयमिह परमार्थः-अव्युत्पन्नानां विपरीतव्युत्पन्नानां वा परसमयस्थानां जैनाभिमतक्रिया यथाऽसद्ग्रहपरित्याजनद्वारा द्रव्यसम्यक्त्वाद्यध्यारोपेन मार्गानुसारिताहेतुस्तथा सद्ग्रहप्रवृत्तानां तेषामुभयाभिमतयमनियमादिशुद्धस्वरूपक्रियाऽपि पारमार्थिकवस्तुविषयपक्षपाताधानद्वारा तथा, हेयोपादेयविषयमात्रपरीक्षाप्रवणत्वादध्यात्मविदाम् । तथा च नियतक्रियाया मार्गानुसारिभावजनने नैका
તેમજ વિકસેલી યોગદષ્ટિના પ્રભાવે પતંજલિ વગેરેને જે માર્ગાનુસારીપણું પ્રાપ્ત થયું હતું તે અન્યદર્શનોક્ત ક્રિયા હોવા છતાં ચાલ્યું ગયું નહોતું. અહીં કોઈ શંકા કરે છે કે –“પતંજલિ વગેરે માગનુસારી હતા એ વાત કયા શાસ્ત્રમાંથી કહો છો ?” તો એનું સમાધાન આવું જાણવું – એ શંકા બરાબર નથી, કેમકે યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં જ તેઓને યોગદષ્ટિઓ હોવી કહી છે તેના પરથી તેઓ માર્ગાનુસારી હોવા સિદ્ધ છે. તેમજ યોગબિન્દુના વૃત્તિકારે પણ “ઉક્ત ચ..” (ગ્લો. ૬૬)ના ઉક્ત ચ ઇત્યાદિ પ્રતીકનું જે વિવરણ કર્યું છે કે “પ્રશમની મુખ્યતાવાળા તપથી, જેઓનો માર્ગાનુસારીબોધનો બાધક એવો મોહરૂપી મલ નષ્ટપ્રાય થઈ ગયો છે તેવા પતંજલિ વગેરે અધ્યાત્મના જાણકાર યોગમાર્ગજ્ઞોએ કહ્યું છે...” ઇત્યાદિ વિવરણ દ્વારા પણ એ કહી જ દીધું છે.
(ઇતરને પણ માન્ય ક્રિયા માર્ગોનુસારિતહેતુ શી રીતે?) અહીં તાત્પર્ય આ છે – અવ્યુત્પન્ન કે અન્યદર્શનમાં રહેલ વિપરીત વ્યુત્પન જીવોને જૈન અભિમત ક્રિયા અસદ્ગહ દૂર કરાવવા દ્વારા દ્રવ્યસમ્યક્ત્વ વગેરેના આરોપણથી માર્ગાનુસારિતાનો હેતુ બને છે તેમ “સાચી હોય એટલી વસ્તુ સ્વીકારવી-કદાગ્રહ ન રાખવો' ઇત્યાદિ સગ્રહવાળા અજમાર્ગસ્થ જીવોને ઉભય (જૈન અને ઇતર) માન્ય યમ-નિયમ વગેરે રૂપ શુદ્ધ સ્વરૂપવાળી (સ્વરૂપશુદ્ધ) ક્રિયા પણ (ર્જન અભિમત ક્રિયા તો ખરી જ) પારમાર્થિક વસ્તુ અંગે પક્ષપાત ઊભો કરી આપવા દ્વારા માર્ગાનુસારિતાનો હેતુ બને છે, કેમકે સદ્ગહપ્રવૃત્ત તે અધ્યાત્મજ્ઞ જીવો હેય-ઉપાદેયવિષય માત્રની પરીક્ષા કરવામાં કુશલતત્પર હોય છે. અર્થાત્ “છોડવા જેવું શું છે? અને આદરવા જેવું શું છે? તેનો જ તેઓ વિચાર કરે છે. “આ કોના દર્શનમાં કહ્યું છે?' ઇત્યાદિ વિચાર નહિ.
અવ્યુત્પન્ન કે વિપરીત વ્યુત્પન્ન જીવો સ્વમાત્ર અભિમત જ નહિ પણ યમ-નિયમાદિ ઉભય ૨. ગણોત્તરાર્ધ - વિયોહિતાયો વૈદલીપ વ: દ્દિદ્દા