________________
સર્વજ્ઞ એક છતાં દેશનાવૈચિય કેમ?
यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ।। एकाऽपि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्राऽवभासते ।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताऽप्येवमस्याः सर्वत्र सुस्थिता ।। यद्वा तत्तनयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषाऽपि तत्त्वतः ।। तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। निशानाथप्रतिक्षेपो यथाऽन्धानामसङ्गतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ।। न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मतः ।। कुदृष्टादि च नो (कुदृष्ट्यादिवनो) सन्तो भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारवच्चैव किन्तु सत्त्वार्थकृत्सदा ।।
ननु यद्येवंविधं माध्यस्थ्यं परेषां स्यात् तदा मार्गानुसारितया भावजैनत्वं भवेत्, तदेव तु व्यवहारतो जैनमार्गाऽनाश्रयणे दुर्घटमिति न तेषां माध्यस्थ्यमिति चेद्? न, मोहमान्द्ये परेषामपि योगि
કે –“શિષ્યોને અનુસરીને આ કપિલ વગેરે ઋષિઓની દેશના અનેક પ્રકારની હોય છે, કેમ કે એ મહાત્માઓ સંસારરૂપ રોગના શ્રેષ્ઠ વૈદ્ય સમાન હતા. તેથી જે જીવને જે રીતે સાનુબંધ બીજાધાન વગેરે થવાનું હોય તે રીતે તેને તેઓ ઉપદેશ આપે છે. અથવા તેઓના અચિજ્ય પુણ્યપ્રભાવે એક પણ દેશના જુદા જુદા શ્રોતાઓને આશ્રીને જુદી જુદી જણાય છે. દરેક જીવને પોતપોતાના તથાભવ્યત્વ મુજબ તે દેશનાથી લાભ થાય છે તેથી આ રીતે દરેક જીવો વિશે એની સફળતા જળવાઈ રહે છે. અથવા તે તે નયની વિવક્ષાથી, તે તે કાલનો યોગ થવાથી કપિલ વગેરે ઋષિઓએ જ વિવિધ દેશના આપી. પણ એ દેશના પણ પરમાર્થથી તો સર્વજ્ઞમૂલક જ હોય છે, કારણ કે સર્વજ્ઞવચનના અનુસારે જ તે તેવી રીતે પ્રવર્તે છે. તેથી કરીને સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના છબસ્થ સજ્જનોએ તેનો વિરોધ કરવો યોગ્ય નથી, જે વિરોધ મહાઅનર્થકર છે. જેમ ચંદ્રનો વિરોધ કરવો, તિરસ્કાર કરવો કે તેના ભેદની પરિકલ્પના કરવી એ આંધળાઓ માટે અત્યંત અયોગ્ય છે તેમ છદ્મસ્થોએ સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરવો કે તેના ભેદો માનવા (સર્વજ્ઞોને જુદા જુદા પ્રકારના માનવા) એ અયોગ્ય છે. સામાન્ય માણસનો વિરોધ કરવો પણ સજ્જનને ઘટતો નથી. એટલા માટે આર્ય એવા સર્વજ્ઞનો વિરોધ કરવો તે તો સજ્જનને મન જીભ કપાઈ જવા કરતાં પણ અધિક છે. કુદષ્ટિ વગેરેવાળું નિંદ્ય વચન સજ્જનો પ્રાયઃ ક્યારેય પણ બોલતા નથી. કિંતુ નિશ્ચિત, સારવાળું અને જીવોનું હિત કરનાર વચન બોલે છે.”
શંકા જો આવું માધ્યસ્થ જૈનેતરોને પણ હોય તો તેઓમાં માર્ગોનુસારિતા આવવાથી ભાવજૈનત્વ સંભવે છે. પણ વ્યવહારથી જૈનમાર્ગનો સ્વીકાર ન હોય તો માધ્યચ્યું જ હોવું દુર્ઘટ હોય છે. તેથી તેઓમાં માધ્યશ્મ માની શકાતું નથી. અને તેથી ભાવજૈનત્વ પણ તેઓમાં શી રીતે હોય?