________________
મુખ્ય સર્વજ્ઞ એક છે
संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ।। चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा शमसाराऽखिलैव हि ।। इति ।
प्राप्यस्य मोक्षस्य चैकत्वात् तदर्थिनां गुणस्थानपरिणतितारतम्येऽपि न मार्गभेद इति तदनुकूलસર્વજ્ઞમવિવિવાદ વ તેષામ્ ૩ ૫ (યોવૃષ્ટિ. ૨૭-૨૩૩) – प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ।। एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।। संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।। सदाशिवः परंब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ।। तल्लक्षणाविसंवादानिराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ।।
સર્વજ્ઞ એક જ છે) નક્કી થાય છે. (સંસારી દેવો સ્થિતિ-ઐશ્વર્ય પ્રભાવ વગેરેના કારણે અનેક પ્રકારના હોઈ તેઓ અંગે ચિત્ર–અનેક પ્રકારની ભક્તિ વર્ણવેલી છે. જયારે મોક્ષાર્થીઓ માટે તો અચિત્ર=એક જ પ્રકારની ભક્તિ કહેલી છે તેના પરથી જણાય છે કે એ અંગેના દેવ એક જ હોવા જોઈએ.) તે તે દેવનિકાયમાં જવાવાળાને તે તે સંસારીદેવો પર ભક્તિ હોય છે. જ્યારે સંસારાતીત તત્ત્વ (સર્વજ્ઞ) પર સંસારાતીત=મોક્ષના માર્ગ પર ચાલનાર યોગીઓને ભક્તિ હોય છે. આદ્ય=સંસારીદેવો પરની ભક્તિ જાતજાતની હોય છે તેમજ સ્વઇષ્ટદેવ પરના રાગ અને એ સિવાયના બીજા દેવો પરના દ્વેષથી યુક્ત હોય છે. જ્યારે ચરમ =સંસારાતીત તત્ત્વરૂપ સર્વજ્ઞ પરની સંપૂર્ણ ભક્તિ ઉપશમની મુખ્યતાવાળી હોય છે.” મેળવવાને ઈષ્ટ એવો મોક્ષ એક હોવાથી તેના અર્થીઓમાં પ્રાપ્ત થયેલ ગુણોની પરિણતિનું તારતમ્ય હોવા છતાં માર્ગ જુદો જુદો હોતો નથી. તેથી તે માર્ગને અનુકૂલ એવી સર્વશભક્તિ અંગે પણ તેઓને વિવાદ હોતો નથી. કહ્યું છે કે – (યો.સ.ગ્લો. ૧૨૭ થી ૧૩૩)
' શબ્દ વગેરે પ્રાકૃત (પદ્ગલિક) પદાર્થોમાં જેઓનું ચિત્ત ઉત્સુકતા વિનાનું છે, સાંસારિકભોગોથી વિરક્ત થયેલા તે જીવો ભવાતીતાર્થયાથી (ભવાતીતાર્થ=મોક્ષ, ત્યાં જનારા) કહેવાય છે. આ ભવાતીતાર્થયાયી તે જીવોનો ચિત્તવિશુદ્ધિ રૂપ માર્ગ પણ એક જ છે જે શમપરાયણ હોય છે. ગુણસ્થાનકનો ભેદ હોવા છતાં તે માર્ગ એક જ હોય છે. જેમ કે દરિયામાં ગમે તે સ્થાને રહેલાઓને કિનારા પર જવાનો માર્ગ. નિર્વાણ એવી સંજ્ઞાવાળું શ્રેષ્ઠ તત્ત્વ એ સંસારાતીત તત્ત્વ છે. તેના વાચક શબ્દો જુદા જુદા હોવા છતાં પરમાર્થથી તે એક જ છે. તે એક જ વસ્તુ તેવા તેવા અર્થયુક્ત હોઈ સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા વગેરે કહેવાય છે. કેમકે આ બધા શબ્દોના વાર્થમાં નિર્વાણનું લક્ષણ અવિસંવાદપણે રહે છે. નિર્વાણનું લક્ષણ-સ્વરૂપ આ છે - આ પરતત્ત્વમાં જન્મ-જરા-મરણ ન હોવાથી એ નિરાબાધ, અનામય