________________
૯૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिनसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ।। सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितं । आसन्नोऽयमृजुमार्गस्तद्भेदस्तत्कथं भवेत् ।। इति । ननु देशनाभेदान्नकः सर्वज्ञ इति सर्वेषां योगिनां नैकसर्वज्ञभक्तत्वमिति चेद्? न, विनेयानुगुण्येन सर्वेषां देशनाभेदोपपत्तेः, एकस्या एव तस्या वक्तुरचिन्त्यपुण्यप्रभावेन श्रोतृभेदेन भिन्नतया परिणतेः, कपिलादीनामृषीनामेव वा कालादियोगेन नयभेदात्तद्वैचित्र्योपपत्तेः तन्मूलसर्वज्ञप्रतिक्षेपस्य महापापत्वात् । उक्तं च (योग० समु० १३४-१४२) - चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ।।
(દ્રવ્ય-ભાવરોગશૂન્ય) અને નિષ્ક્રિય છે. આ નિર્વાણતત્ત્વને સંમોહશૂન્ય સમ્બોધ વડે પરમાર્થથી જાણ્ય છતે પ્રેક્ષાવાન્ પુરુષોને તેની ભક્તિમાં વિવાદ હોવો સંગત નથી અર્થાત્ હોતો નથી. આ અધિકૃત નિર્વાણતત્ત્વ અવશ્ય સર્વજ્ઞપૂર્વક જ હોય છે, કેમ કે અસર્વશને નિર્વાણ પ્રાપ્તિ થતી નથી. અર્થાત્ સર્વજ્ઞ થઈને જ નિર્વાણ પ્રાપ્તિ થાય છે. માટે સર્વજ્ઞપણું નિર્વાણની અત્યંત નજીકનો ઋજુ (સરલ) માર્ગ છે, તેથી તેમાં મતભેદ રૂપ સર્વજ્ઞભેદ શી રીતે હોય?
| (દેશનામાં વિચિત્રતા શા માટે ?) શંકા છતાં જુદા જુદા પ્રણેતાઓએ દેશના જુદી જુદી દીધી હોઈ (કર્તવ્ય-અકર્તવ્ય વગેરે ભિન્ન ભિન્ન દેખાડ્યા હોઈ) સર્વજ્ઞ એક જ છે' એવું મનાય નહિ, કેમકે સર્વજ્ઞ એક હોવામાં એનું જ્ઞાન પણ એકસરખું જ હોવાથી કર્તવ્ય વગેરેની પ્રરૂપણામાં ભેદ પડે નહિ. અને આમ સર્વજ્ઞ જો અનેક હોય (જાતિથી પણ) તો યોગદષ્ટિ પામેલા બધા યોગીઓ એક સર્વજ્ઞના ભગત છે એવું રહેશે નહિ.
સમાધાનઃ સર્વજ્ઞ એક હોવા છતાં અને તેથી જ તેઓનું જ્ઞાન પણ એક હોવા છતાં શિષ્યોની વિચિત્રતાને કારણે તેઓની દેશનામાં ભેદ પડે છે. અર્થાત જુદા જુદા શિષ્યો આત્મોન્નતિની જુદી જુદી ભૂમિકાએ પહોંચેલા હોય છે. જુદી જુદી ભૂમિકામાં કર્તવ્ય - અકર્તવ્ય વગેરે જુદા જુદા હોય છે. એટલે કે એક ભૂમિકામાં કર્તવ્ય હોય તે પણ અન્ય ભૂમિકામાં અકર્તવ્ય હોઈ શકે છે. માટે જુદા જુદા શિષ્યોને કર્તવ્ય વગેરે જુદું જુદું હોઈ તેને જણાવનાર તેઓની દેશના પણ જુદી જુદી હોવી સંગત જ છે. અથવા સર્વજ્ઞવક્તાના અચિજ્ય પુણ્યપ્રભાવે તે એક જ દેશના જુદા જુદા શ્રોતાઓને પોતપોતાને હિતકર બને એવી જુદી જુદી રીતે સમજાય છે. તેથી શ્રોતાઓની અપેક્ષાએ દેશનામાં ભેદ પડી જાય છે. અથવા તો કપિલ વગેરે ઋષિઓએ જ જુદા જુદા કાલને અનુસરીને જુદા જુદા નયને મુખ્ય કરી જુદી જુદી આપી છે છતાં તે પરમાર્થથી તો સર્વજ્ઞ મૂલક જ છે માટે તેઓની દેશનાનો કે “તેઓનું મૂળ સ્થાન સર્વજ્ઞ નથી' એમ કહી સર્વજ્ઞનો તિરસ્કાર કરવો યોગ્ય નથી, કેમ કે એમ કરવામાં દેશનાના ઉત્પત્તિસ્થાન રૂપ સર્વજ્ઞનો તિરસ્કાર થઈ જાય છે જે મહાપાપ છે. યોગદૃષ્ટિસમુચ્ચય (ગ્લો. ૧૩૪થી ૧૪૨)માં કહ્યું છે.