________________
૮૯
મુખ્ય સર્વજ્ઞ એક છે ह्यसद्ग्रहदोषात्स्वस्वाभ्युपगतार्थपुरस्कारस्तेषां रागद्वेषादिविशिष्टकल्पितसर्वज्ञाभ्युपगन्तृत्वेऽपि न भावजैनत्वम् । येषां तु माध्यस्थ्यावदातबुद्धीनां विप्रतिपत्तिविषयप्रकारांशे नाग्रहस्तेषां मुख्यसर्वज्ञाभ्युपगन्तृत्वाद् भावजैनत्वं स्यादेवेति भावः । मुख्यो हि सर्वज्ञस्तावदेक एव, निरतिशयगुणवत्त्वेन । तत्प्रतिपत्तिश्च यावतां तावतां तद्भक्तत्वमविशिष्टमेव, सर्वविशेषाणां छद्मस्थेनाग्रहाद्, दूरासनादिभेदस्य च भृत्यत्वजात्यभेदकत्वादिति । तदुक्तं योगदृष्टिसमुच्चये (श्लो० १०२-१०९) - न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ।। सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ।। प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावताम् । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ।।
મૃત્યભાવવાળા હોઈ તેઓ પણ ભાવથી જૈન જ છે. - આવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે કે આવા ધર્મશાસ્ત્રને આગળ કરીને વર્તનારા પણ જો કદાગ્રહમુક્ત બન્યા હોય તો જ ભાવથી જૈન બને છે. જેઓ અસગ્ગહદોષના કારણે સ્વસ્વઅભ્યપગત અર્થને આગળ કરે છે તેઓ તો રાગદ્વેષાદિથી યુક્ત એવા (સ્વ)કલ્પિત સર્વશને માનતા હોવા છતાં ભાવજૈન નથી. પણ માધ્યશ્મના કારણે નિર્મળ થયેલી બુદ્ધિવાળા જીવો કે જેઓને વિવાદાસ્પદ વિષયોના ધર્મ અંગે આગ્રહ હોતો નથી, તેઓ વાસ્તવિક સર્વજ્ઞને માનનાર હોઈ ભાવથી જૈન છે જ. કેમ કે જે પકડેલું હોય તે જ માનવું એવો આગ્રહ ન હોવાના કારણે તેઓ જે સાચું હોય તે જ માનવાની ઇચ્છાવાળા હોય છે, અને સાચું તો સર્વશે કહેલું જ છે. વળી આ મુખ્ય સર્વજ્ઞ વ્યક્તિ અનેક હોવા છતાં વાસ્તવિક રીતે સમાનજ્ઞાનવાળા હોવાથી એક જ છે. તેથી તે સર્વજ્ઞવ્યક્તિની, શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી મહાવીર પ્રભુ વગેરે સર્વજ્ઞ વ્યક્તિઓના જીવનની વિશેષતાઓને છોડીને “સર્વ યપદાર્થોના જ્ઞાનવાળા”, “સાચું જ કહેનારા' વગેરે સામાન્ય ગુણવાળા હોવા રૂપે જે જે જીવોએ એ સ્વીકારેલા હોય તે બધા જીવો વાસ્તવમાં તે મુખ્ય સર્વજ્ઞના એક સરખા જ ભક્ત છે, કેમ કે તે તે વ્યક્તિઓની સર્વ વિશેષતાઓને તો કોઈ છદ્મસ્થ જાણી શકતો નથી. માટે છદ્મસ્થોએ તો તેના તે સામાન્ય ગુણોને જ આગળ કરવાના હોય છે. વળી જેમ રાજાની નજીકમાં અંગરક્ષક વગેરેનું કામ કરનારમાં અને દૂર દેશમાં રહી દૂત વગેરેનું કામ કરનારમાં નજીક-દૂર રહેવાપણાના ભેદના કારણે સેવકપણામાં કંઈ ભેદ પડી જતો નથી તેમ જૈનમાર્ગમાં રહેવારૂપ નજીકપણા અને અન્ય માર્ગમાં રહેવારૂપ દૂરપણાના કારણે સેવકપણામાં કંઈ ફેર પડી જતો નથી. યોગદષ્ટિસમુચ્ચયમાં પણ આ કહ્યું છે કે -
(અન્યદર્શનીઓ મુખ્યસર્વજ્ઞના ભક્ત શી રીતે ?) “ઘણા પણ સર્વજ્ઞો વસ્તુતઃ જુદા જુદા અભિપ્રાયવાળા (કે સ્વરૂપવાળા) હોતા નથી. તેથી તેને તેની શ્રદ્ધાવાળા જીવો સર્વજ્ઞોમાં જે ભેદ પાડે છે તે તેઓનો મોહ જ છે. જે કોઈ પારમાર્થિક સર્વજ્ઞ છે, તે વ્યક્તિભેદ હોવા છતાં સર્વત્ર તત્ત્વતઃ એક જ છે. તેથી સામાન્યથી (સર્વજ્ઞ તરીકે) જ તેને જે કોઈએ