________________
ભાવજૈનત્વની પ્રાપ્તિ શી રીતે ?
<
दृष्टिर्दीपप्रभासदृशी, विशिष्टतरोक्तवीर्यबोधत्रयाद्, अतोऽत्रोदग्रे स्थितिवीर्ये, तत्पट्ट्ट्यपि प्रयोगसमये स्मृतिः, एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानप्रकर्ष एतावानिति समयविदः। इत्थं चोक्तस्य योगदृष्टिसमुच्चयग्रन्थार्थस्यानुसारेण मिथ्यादृष्टीनामपि मित्रादिदृष्टियोगेन तथागुणस्थानकत्वसिद्धेः तथाप्रवृत्तेरनाभिग्रहिकस्य संभवादनाभिग्रहिकत्वमेव तेषां शोभनमित्यापन्नम् ।।१३।।
૮૭
ननु योगदृष्ट्याऽपि मिथ्यादृशां कथं गुणभाजनत्वम् ? जैनत्वप्राप्तिं विना गुणलाभासंभवाद्, दृष्टिविपर्यासस्य दोषस्य सत्त्वाद् । अत एवोक्तं (योगशास्त्र ५९ ) -
मिथ्यात्वं परमो रोगो मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं पदमापदाम् ।।
इत्याशङ्क्याह
-
गलिआसग्गहदोसा अविज्जसंविज्जपयगया तेवि । सव्वण्णुभिच्चभावा जइणत्तं जंति भावेणं । ।१४।।
દૃષ્ટિમાં બોધપ્રકાશ દીપકના પ્રકાશ સમાન હોય છે. એટલે પૂર્વની ત્રણ દૃષ્ટિઓના બોધપ્રકાશ કરતાં વિશિષ્ટતર હોય છે. તેથી અહીં એનો (સંસ્કાર દ્વારા) ટકાવ અને તાકાત ઊંચા હોય છે. માટે વંદનાદિ ક્રિયા વખતે એનું સ્મરણ પણ સારું રહે છે. એટલે વંદનાદિ ક્રિયામાં (શરીર નમન-અંજલિ વગેરે) દ્રવ્યપ્રયોગ ભાવથી પણ થાય છે, તેથી અહીં એનો પ્રયત્ન વિશેષ થાય છે તે ભક્તિથી થાય છે. એટલે જ આટલો પ્રયત્ન એ પહેલાં ગુણસ્થાનકનો (મિથ્યાત્વની અતિમંદતાથી થયેલ ગુણને લીધે) પ્રકર્ષ છે એવું આગમવેત્તાઓ કહે છે.' આમ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થના આ અર્થને અનુસારે મિથ્યાત્વી જીવોમાં પણ મિત્રા વગેરે દૃષ્ટિનો યોગ થવાના કારણે વાસ્તવિક ગુણસ્થાનકત્વ સિદ્ધ થતું હોઈ તેમજ તેઓની તેવી પ્રવૃત્તિથી અનાભિગ્રહિક મિથ્યાત્વ જ સંભાવિત હોઈ તેઓમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ ગુણસ્થાનકના કારણભૂત સુંદર ચીજરૂપ છે એ નક્કી થાય છે. ૧૩
મિથ્યાર્દષ્ટિ જીવો યોગદૃષ્ટિ હોવા માત્રથી પણ ગુણોનું ભાજન શી રીતે બને ? કેમ કે જૈનત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દૃષ્ટિ વિપરીત હોવારૂપ દોષ ઊભો હોવાથી ગુણોનો લાભ સંભવતો નથી. તેથી જ તો કહ્યું છે કે “મિથ્યાત્વ પ્રબળ રોગ છે, મિથ્યાત્વ ગાઢ અંધકાર છે, મિથ્યાત્વ ભયંકર શત્રુ છે. મિથ્યાત્વ આપત્તિઓનું આશ્રય સ્થાન છે.” ~ આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે
(યોગદૃષ્ટિ પ્રાપ્ત મિથ્યાત્વીઓ ભાવથી જૈન)
ગાથાર્થ : યોગદૃષ્ટિ પામેલા તેઓ અવેઘસંવેદ્યપદસ્થિત હોવા છતાં કદાગ્રહદોષશૂન્ય હોવાથી સર્વજ્ઞના સેવકપણાના કારણે ભાવથી જૈનપણું પામે છે.