________________
મિત્રાદિ ચાર યોગદષ્ટિઓ मार्थतोऽपूर्वकरणमेवेति योगविदो विदन्ति । उक्तं च (योगदृष्टिसमुच्चये) -
अपूर्वासनभावेन व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ।।३९।।
अस्यां चावस्थायां मिथ्यादृष्टावपि गुणस्थानपदस्य योगार्थघटनोपपद्यते, उक्तं च (योगदृष्टिસમુખ્ય) – प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ।।४०।।
तारायां तु मनाक्स्पष्टं दर्शनं, शुभा नियमाः, तत्त्वजिज्ञासा, योगकथास्वविच्छिन्ना प्रीतिः, भावयोगिषु यथाशक्त्युपचारः, उचितक्रियाऽहानिः, स्वाचारहीनतायां महात्रासः, अधिककृत्यजिज्ञासा च भवति । तथाऽस्यां स्थितः स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनान्नानाविधमुमुक्षुप्रवृत्तेः कात्स्येन ज्ञातुमशक्यत्वाच्च शिष्टाचरितमेव पुरस्कृत्य प्रवर्त्तते । उक्तं च - नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ।।४८।। . बलायां दृष्टौ दृढं दर्शनं, स्थिरसुखमासनं, परमा तत्त्वशुश्रूषा, योगगोचरोऽक्षेपः, स्थिरचित्ततया
પરમશ્રદ્ધા અને સત્સંગ વગેરે અહીં પ્રવર્તે છે, કેમ કે ચરમયથાપ્રવૃત્તકરણના સામર્થ્યથી કર્મમલ અત્યન્ત અલ્પ થઈ ગયો હોય છે. તેથી જ “આ ચરમ યથાપ્રવૃત્તકરણ પરમાર્થથી તો અપૂર્વકરણ જ છે” એવું યોગના જાણકારો કહે છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં કહ્યું છે કે - “આ (ચરમયથાપ્રવૃત્તકરણ) અપૂર્વકરણની નજીક હોવાના કારણે તેમજ ગુણપ્રાપ્તિ કરાવવામાં વ્યભિચાર શૂન્ય હોવાના કારણે તત્ત્વથી અપૂર્વકરણ જ છે એવું યોગજ્ઞો માને છે.” આ અવસ્થામાં મિથ્યાત્વ હોવા છતાં “ગુણસ્થાન' શબ્દનો ગુણ અને સ્થાન શબ્દોના યોગથી થયેલ (ગુણોનું સ્થાન) અર્થ ઘટે છે. એ જ ગ્રન્થમાં આગળ કહ્યું છે કે સામાન્ય રીતે જેનું ગુણસ્થાન તરીકે વર્ણન કર્યું હતું તે આ અવસ્થામાં અન્વર્ણયુક્ત હોઈ મુખ્ય-પારમાર્થિક બની જાય છે.'
તારાદષ્ટિમાં કંઈક સ્પષ્ટ દર્શન, શુભ નિયમ રૂપ બીજું યોગાંગ, હિતકર પ્રવૃત્તિમાં અનુગ (ઉદ્વેગ દોષત્યાગ), યોગની વાતોમાં તૂટ્યા વગરની પ્રીતિ, ભાવયોગીઓ પ્રત્યે યથાશક્તિ ઉપચાર (પૂજા-સેવા વગેરે), ઉચિત ક્રિયાઓની અહાનિ, સ્વ આચારો હીન હોવાનો મહાત્રાસ અને અધિક કૃત્ય અંગેની જિજ્ઞાસા રૂપ શુભ પ્રવૃત્તિઓ ખીલે છે. વળી આ દૃષ્ટિવાળાને પોતાની કલ્પનાઓમાં વિસંવાદ દેખાવાથી તેમજ અનેક પ્રકારની મુમુક્ષુ પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે જાણવી અશક્ય હોવાથી તે શિષ્ટ પુરુષોના આચરણને જ આગળ કરીને પ્રવર્તે છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં જ કહ્યું છે કે “એક બાજુ અમારી બુદ્ધિ એવી જોરદાર નથી અને બીજી બાજુ શાસ્ત્રોનો વિસ્તાર ઘણો છે. (તેથી બધાનું રહસ્ય અમે તો શી રીતે તારવી શકીએ?) માટે અમારે માટે તો શિષ્ટો જ પ્રમાણ છે. આવું આ દૃષ્ટિમાં રહેલ જીવ હંમેશાં માને છે.' બલાદષ્ટિમાં દર્શન વધુ દઢ હોય છે. તેમજ સ્થિરસુખાસન રૂપ યોગાંગ, શ્રેષ્ઠ તીવ્ર તત્ત્વશુશ્રુષા