________________
મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ
૭૫
दृढविपर्यासनियतप्रकारेण असत्प्रवृत्तिः स्यात्। केन? सदन्धज्ञातेन=समीचीनान्धदृष्टान्तेन। यथा हि सदन्धः सातवेद्योदयादनाभोगेनापि मार्ग एव गच्छति, तथा निर्बीजत्वेन निर्बीजभावाभिमुखत्वेन वा मोहापकर्षजनितमन्दरागद्वेषभावोऽनाभोगवान्मिथ्यादृष्टिरपि जिज्ञासादिगुणयोगान्मार्गमेवानुसरतीत्युक्तं च ललितविस्तरायाम्-'अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेन इत्यध्यात्मचिन्तकाः'। इदमत्र हृदयं-यः खलु मिथ्यादृशामपि केषाञ्चित्स्वपक्षनिबद्धोद्धरानुबन्धानामपि प्रबलमोहत्वे सत्यपि कारणान्तरादुपजायमानो रागद्वेषमन्दतालक्षण उपशमो भूयानपि दृश्यते, स पापानुबन्धिपुण्यबन्धहेतुत्वात्पर्यन्तदारुण एव, तत्फलसुखव्यामूढानां तेषां पुण्याभासकर्मोपरमे नरकादिपातावश्यभावादित्यसत्प्रवृत्तिहेतुरेवायम्। यश्च गुणवत्पुरुषप्रज्ञापनाऽर्हत्वेन जिज्ञासादिगुणयोगान्मोहापकर्षप्रयुक्तरागद्वेषशक्तिप्रतिघातलक्षण उपशमः, स तु सत्प्रवृत्तिहेतुरेव, आग्रहविनिवृत्तेः सदर्थपक्षपातસારત્વલિતિ ારા
પણ (તેથી સમ્યકત્વીની તો વાત જ શી ?), દઢવિપર્યાસવાળા જીવોમાં જેવી અસત્યવૃત્તિ હોય છે તેવી અસત્યવૃત્તિ સદબ્ધદષ્ટાન્ન મુજબ હોતી નથી. શાતાવેદનીયના ઉદયવાળો આંધળો તે સદબ્ધ. આવો સદન્ય “આ માર્ગ છે. આ માર્ગનથી' ઇત્યાદિ આભોગ=જાણકારી ન હોવા છતાં પણ જેમ સાતવેદનીયનો ઉદય હોવાના કારણે અનાભોગથી જ માર્ગ પર જ ચાલે છે તેમ મોહના ઘટાડાથી મંદ રાગદ્વેષવાળો થયેલો મિથ્યાત્વી પણ આભોગશૂન્ય હોવા છતાં નિર્બેજ થયો હોવાના કારણે કે નિર્ભુજ થવાની તૈયારીવાળો હોવાના કારણે જિજ્ઞાસા વગેરે ગુણોવાળો હોઈ માર્ગ મોક્ષમાર્ગ) ને જ અનુસરે છે. લલિતવિસ્તરામાં પણ કહ્યું છે કે અનાભોગથી પણ આ સદબ્ધદષ્ટાન્ન મુજબ માર્ગગમન જ છે એવું અધ્યાત્મચિન્તકો કહે છે.” આ બાબતમાં આ રહસ્ય છે : સ્વપક્ષની ગાઢ પકડવાળા પણ કેટલાક મિથ્યાત્વીઓમાં પ્રબળ મોહોદય હોવા છતાં બીજા કોઈ કારણે થયેલ રાગદ્વેષની મંદતારૂપ ઉપશમ જોરદાર જોવા મળે છે. તેઓનો તે ઉપશમ પાપાનુબંધી પુણ્યનો હેતુ હોઈ પરિણામે ભયંકર જ હોય છે, કેમ કે તે પુણ્યના ફળભૂત સુખમાં વ્યામૂઢ થયેલા તેઓ પુણ્યાભાસ જેવું તે કર્મ પૂરું થતાં નરકાદિ દુર્ગતિમાં અવશ્ય ધકેલાઈ જાય છે. તેથી તેઓનું તે માધ્યસ્થ (ઉપશમ) અસત્યવૃત્તિનો જ હેતુ છે એ નિશ્ચિત છે. જ્યારે ગુણવાન્ પુરુષ (ગુરુ વગેરે)ની સમજાવટને યોગ્ય હોઈ જિજ્ઞાસા વગેરે ગુણનો યોગ થવાથી મોહમાં જે નોંધપાત્ર ઘટાડો થાય છે તે ઘટાડાના કારણે રાગદ્વેષની શક્તિ હણાવા રૂપ ઉપશમ થાય છે. આ ઉપશમ સત્યવૃત્તિનો જ હેતુ બને છે, કેમ કે તેમાંથી અસદ્ આગ્રહ નીકળી ગયો હોઈ તે સાચી વસ્તુના જ પક્ષપાતવાળો હોય છે. //૧૧/