________________
-
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથાपाखण्डविशेषः । विषेण मिश्रमन्नं तद् भुङ्क्ते तच्छीलश्च यः स तथाविधः, ततो गलमत्स्यश्च भवविमोचकश्च विषान्नभोजी चेति द्वन्द्वः, तेषां यादृश एष = परिणामः प्रत्यपायफल एव । कुतः ? मोहादज्ञानात्पर्यन्तदारुणतया शुभोऽपि स्वकल्पनया स्वरुचिमन्तरेण तेषां तथा प्रवृत्तेरयोगात्सुन्दरोऽपि सन् अशुभः = संक्लिष्टः एव । कुतः ? इत्याह-तत्फलतः=भावप्रधानत्वान्निर्देशस्य तत्फलत्वाद् = अशुभपरिणामफलत्वाद् । अथ प्रकृते योजयन्नाह एवं=गलमत्स्यादिपरिणामवत्, एषोऽपि = जिनाज्ञोल्लङ्घनेन धर्मचारिपरिणामः तत्फलत्वादशुभ एव, आज्ञापरिणामशून्यतयोभयत्रापि समानत्वेन तुल्यमेव किल फलम्" इत्येतदाशङ्कायामाह
૭૪
मज्झत्थत्तं जायइ जेसिं मिच्छत्तमंदया वि । ण तहा असप्पवित्ती सदंधणाएण तेसिंपि । । ११ । ।
-
मध्यस्थत्वं जायते येषां मिथ्यात्वमन्दतयाऽपि । न तथाऽसत्प्रवृत्तिः सदन्धज्ञातेन तेषामपि ।। ११ ।।
मज्झत्थत्तंति । मध्यस्थत्वं = रागद्वेषरहितत्वं, जायते येषां मिथ्यात्वमन्दतयाऽपि, किंपुनस्तत्क्षयोपशमादित्यपिशब्दार्थः, तेषामपि = मन्दमिथ्यात्ववतामपि किं पुनः सम्यग्दृष्ट्यादीनाम्, न तथा =
વિષભળેલું અન્ન જે ખાય અથવા ખાવાના સ્વભાવવાળો હોય તે વિષાન્તભોજી. પછી ગલમત્સ્ય વગેરે આ ત્રણે પદોનો દ્વન્દ્વ સમાસ કરવો. માછલા વગેરે ‘આ માંસથી મને સુંદર આસ્વાદ મળશે અને તૃપ્તિ થશે' વગેરેની કલ્પના કરીને પોતાની રુચિથી જ આ માંસ-ખાવા વગેરેની પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓએ શુભ=સુંદર માનેલો એવો પણ આ માંસ ખાવા વગેરેનો પરિણામ મોહ=અજ્ઞાનના કારણે પરિણામે ફળરૂપે તો, જાતે તીક્ષ્ણ કાંટા વગેરેમાં ભોંકાવા વગેરે રૂપ અશુભ=અસુંદર પરિણામનું જે ભયંકર દુઃખ વગેરે ફળ મળે તે જ દારુણ ફળ દેનાર હોઈ અશુભ=સંક્લિષ્ટ જ છે. એમ ગલમસ્ત્યાદિના આ પરિણામની જેમ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને ધર્મ આચરવાનો આ પરિણામ પણ પરિણામે અશુભફળ આપનાર હોઈ અશુભ જ છે. આ પરિણામ પણ આજ્ઞાપાલનના પરિણામથી શૂન્ય હોઈ હિંસા વગેરે પાપ કરવાના પરિણામ જેવો જ હોવાના કારણે તે પરિણામ જેવું જ અશુભ ફળ આપનાર છે.” આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે
-
(મંદમિથ્યાત્વીને તેવી અસત્પ્રવૃત્તિ ન હોય)
ગાથાર્થ : મિથ્યાત્વની મંદતાના કારણે પણ જેઓમાં મધ્યસ્થતા આવે છે તેઓને પણ સદન્ધના દૃષ્ટાન્ત મુજબ તેવી અસત્પ્રવૃત્તિ હોતી નથી.
મધ્યસ્થપણું એટલે રાગદ્વેષરહિતપણું. તે જેઓને મિથ્યાત્વની મંદતાના કારણે પણ ઉત્પન્ન થાય છે. (તેથી મિથ્યાત્વના ક્ષયોપશમના કારણે થાય તો તો વાત જ શી કરવી ?) તે મંદમિથ્યાત્વી જીવોમાં