________________
૭૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ चारिसञ्जीवनीचारन्याय एष सतां मत । नान्यथाऽत्रेष्टसिद्धिः स्याद्विशेषेणादिकर्मणाम् ।।११९ ।। चारेः प्रतीतरूपाया मध्ये सञ्जीवनी औषधिविशेषश्चारिसञ्जीवनी, तस्याश्चारः=चरणं, स एव न्यायो दृष्टान्तश्चारिसञ्जीवनीचारन्यायः, एषोऽविशेषेण देवतानमस्करणीयतोपदेशः, सतां शिष्टानां मतोऽभिप्रेतः ।। भावार्थस्तु कथागम्यः सा चेयमभिधीयते । अस्ति स्वस्तिमती नाम नगरी नागराकुला ।। तस्यामासीत्सुता काचिद् ब्राह्मणस्य तथा सखी । तस्या एव परं पात्रं सदा प्रेम्णो गतावधेः ।। तयोविवाहवशतो भिन्नस्थाननिवासिता । जज्ञेऽन्यदा द्विजसुता जाता (स्थिता) चिन्तापरायणा ।। कथमास्ते सखीत्येवं ततः प्राघूर्णिका गता । दृष्टा विषादजलधौ निमग्ना सा तया ततः ।। पप्रच्छ किं त्वमत्यन्तविच्छायवदना सखि! । तयोचे पापसद्माऽहं पत्युर्दुर्भगतां गता ।। मा विषीद विषादोऽयं निर्विशेषो विषात्सखि! । करोम्यनड्वाहमहं पतिं ते मूलिकाबलात् ।। तस्याः सा मूलिकां दत्त्वा संनिवेशं निजं ययौ । अप्रीतमानसा तस्य प्रायच्छत्तामसौ ततः ।। अभूद्गौरुद्धरस्कन्धो झगित्येव च सा हदि । विद्राणाथ(णैष) कथं सर्वकार्याणामक्षमोऽभवत् ।। गोयूथान्तर्गतो नित्यं बहिश्चारयितुं सकः । तयाऽऽरब्धो वटस्याधः सोऽन्यदा विश्रमं गतः ।। ।
(ચારિસંજીવની ચાર ન્યાય) “આ ચારિસંજીવનીચાર ન્યાય તરીકે સજ્જનોને સંમત છે. એ ન્યાય વિના અહીં દેવપૂજનાદિમાં ઈષ્ટ સિદ્ધિ થાય નહિ, વિશેષ કરીને પ્રારંભિક કક્ષાના જીવોને તે થાય નહિ.” ચારામાં રહેલ સંજીવની ઔષધને ચરી જવી એ જ ન્યાય દષ્ટાન્તને ચારિસંજીવની ચાર ન્યાય કહેવાય છે. સર્વદવોને એક સરખી રીતે નમસ્કાર કરવાનો આ ઉપદેશ, આ ન્યાય તરીકે શિષ્ટપુરુષોને સંમત છે. એ ન્યાયનો ભાવાર્થ કથા પરથી સમજાય તેવો છે. માટે તે કથા હવે કહેવાય છે –
પૌરજનોથી વ્યાપ્ત એવી સ્વસ્તિમતી નામની નગરી છે. તેમાં કોઈ એક બ્રાહ્મણપુત્રી તથા નિઃસીમ પ્રેમનું શ્રેષ્ઠ પાત્ર એવી તેની એક સખી રહેતી હતી. વિવાહના કારણે બન્નેએ જુદા જુદા સ્થાને રહેવાનું થયું. એકવાર બ્રાહ્મણપુત્રી ચિંતાતુર બની કે મારી સખી કેવી હશે? તેથી તે મહેમાન બનીને સખીને ત્યાં ગઈ. ત્યાં તેણીએ પોતાની સખીને વિષાદના સાગરમાં ડૂબેલી જોઈ. તેથી તેણીએ પૂછ્યું કે “હે સખિ ! તું અત્યંત ખિન્નવદનવાળી કેમ છે?” તેણીથી કહેવાયું કે “પાપી એવી હું પતિને અપ્રિય થઈ પડી છું.” બ્રાહ્મણ પુત્રીએ કહ્યું કે “આ કષ્ટ ખરેખર ઝેરથી કંઈ ઊતરતું નથી. પણ તું ખેદ ન કર, હું તારા પતિને મૂલિકા (જડીબુટ્ટી)ના પ્રભાવે બળદીયો બનાવી દઉં છું.” સ્વસખીને મૂલિકા આપીને તે બ્રાહ્મણપુત્રી તો પોતાના ઘરે ગઈ. પછી નાખુશ થયેલી સખીએ પતિને તે મૂલિકા આપી. તેના પ્રભાવે તે ઉન્નત સ્કંધવાળો બળદ બની ગયો. એ જોઈને તૂર્ત જ સખી દિલમાં ડંખ પામી અને વિચાર્યું કે ખરેખર! આ તો બધા કામ માટે નકામો બની ગયો. પછી તો ગાય-બળદના જૂથમાં ભેગા તે બળદને પણ રોજ બહાર ચરાવવા તેણી