________________
મિથ્યાત્વના ભેદો बौद्धसाङ्ख्यादीनां स्वस्वदर्शनप्रक्रियावादिनाम्। यद्यपि वैतण्डिको न किमपि दर्शनमभ्युपगच्छति तथाऽपि तस्य स्वाभ्युपगतवितण्डावादार्थमेव निबिडाग्रहवत्त्वादाभिग्रहिकत्वमिति नाव्याप्तिः। 'अनाकलिततत्त्वस्य' इति विशेषणाद् यो जैन एव धर्मवादेन परीक्षापूर्वं तत्त्वमाकलय्य स्वाभ्युपगतार्थं श्रद्धत्ते तत्र नातिव्याप्तिः, यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षां बाधते तस्याभिग्रहिकत्वमेव, सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात्। तदुक्तं हरिभद्रसूरिभिः (लोकतत्त्वनिर्णय १३२) - पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। इति ।
यश्चागीतार्थो गीतार्थनिश्रितो माषतुषादिकल्पः प्रज्ञापाटवाभावादनाकलिततत्त्व एव स्वाभिमतार्थं जैनक्रियाकदम्बकरूपं श्रद्धत्ते तस्य स्वाभ्युपगतार्थश्रद्धानं नाऽप्रज्ञापनीयताप्रयोजकं, असद्એવી દૃઢ માન્યતા ધરાવે છે કે જેના કારણે સાચા તત્ત્વો તેને ગમે એટલા સમજાવવા છતાં તે સ્વીકારતો નથી માનતો નથી અને પોતાની માન્યતા છોડતો નથી. તો તેની આ માન્યતા એ આભિગ્રહિકમિથ્યાત્વ છે. જેમ કે સ્વદર્શનની પ્રક્રિયાને કહેનારા બૌદ્ધ-સાંખ્ય વગેરેનું મિથ્યાત્વ. એક પણ દર્શનને ન માનનારા અને બધાને ઊડાવવાની જ વાત કરનાર વૈતંડિકે જો કે એકે દર્શન સ્વીકાર્યું હોતું નથી. છતાં સર્વત્ર વિતંડા કરવી એ જ એનો અભ્યાગતાર્થ છે. જેની ગાઢ પકડના કારણે એ પણ અપ્રજ્ઞાપનીય બન્યો હોય છે. તેથી લક્ષણ તેના મિથ્યાત્વમાં પણ જતું હોવાથી અવ્યાપ્તિ નથી. વળી જે જૈન ધર્મવાદથી પરીક્ષા કરી તત્ત્વને જાણી “શ્રીજિનેશ્વરભગવંતોએ કહેલા જ તત્ત્વો યથાર્થ છે.” ઇત્યાદિ નિશ્ચય કરી એ તત્ત્વોને સ્વીકારે અને એવી જોરદાર શ્રદ્ધા કરે કે બીજા કોઈ દર્શનવાળો ગમે એટલી કયુક્તિઓથી સમજાવવાનો પ્રયત્ન કરે તો પણ એના તત્ત્વોને સ્વીકારે નહીં તો એમાં પણ અપ્રજ્ઞાપનીયતાપ્રયોજક સ્વાભુપગતાર્થ શ્રદ્ધા રહેલી કહેવાય. છતાં એ જીવ “અનાકલિતતત્ત્વ' ન હોવાથી એમાં આ લક્ષણ જતું નથી. તેથી આ વિશેષણના કારણે એવા જીવમાં આવનાર અતિવ્યાપ્તિ દોષનું વારણ થયેલું જાણવું. વળી જે નામથી જૈન હોવા છતાં સ્વકુલના આચારોથી આગમપરીક્ષાનો બાધ કરે છે અર્થાત્ “અમારી કુલપરંપરામાં આ આચારો આવ્યા છે માટે અમે પણ કરવાના” એટલો માત્ર વિચાર હોવાના કારણે ખરેખર આ આચારો હિતકર છે કે નહિ? એને જણાવનાર શાસ્ત્ર પ્રમાણભૂત છે કે નહિ? હિતકર હોય તો કઈ દૃષ્ટિએ? કયા વિધિથી? ઈત્યાદિ પરીક્ષા (વિચાર) કરવાની શક્તિ - સામગ્રી હોવા છતાં કરે નહિ તો એને પણ આભિગ્રહિક મિથ્યાત્વ જ જાણવું. કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ પરીક્ષા કર્યા વગર કશાનો પક્ષપાત કરતો નથી. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે (લોકતત્ત્વનિર્ણય ૧૩૨) કહ્યું છે કે “મને વીરમાં પક્ષપાત નથી કે કપિલાદિ પર દ્વેષ નથી. પણ જેનું વચન યુક્તિયુક્ત હોય તેનો સ્વીકાર કરવો યોગ્ય હોઈ હું સ્વીકાર કરું છું.” વળી માપતુષાદિ વગેરે જેવા કે ગીતાર્થનિશ્રિત અગીતાર્થ બુદ્ધિપટુતા ન હોવાના કારણે તત્ત્વોના અજાણ હોય છે. તેમજ જૈનક્રિયા કદંબકરૂપ સ્વાસ્થૂપગત અર્થની તે શ્રદ્ધા પણ કરે છે. તેમ છતાં તેની