________________
અભવ્યના મિથ્યાત્વનો વિચાર
૪૫ समञ्जसम्। तस्मादभव्यानामपि दूरभव्यानामिव योग्यताऽनुसारेणाभिग्रहिकव्यक्तमिथ्यात्वोपगमे न दोष इति मन्तव्यम् ।
अथ 'अभव्या अव्यक्तमिथ्यात्ववन्तः, अव्यवहारित्वात्, संप्रतिपन्ननिगोदजीववद्' इत्यनुमानातेषामव्यक्तमिथ्यात्वसिद्धिः। अव्यवहारित्वं च तेषामनन्तपुद्गलपरावर्त्तकालस्थायित्वात्सिध्यति, व्यावहारिकाणामुत्कृष्टसंसारस्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तमानत्वात् । तदुक्तं कायस्थितिસ્તોત્ર – अव्ववहारियमझे भमिऊण अणंतपुग्गलपरट्टे । कहवि ववहाररासि संपत्तो नाह तत्थ वि य ।। उक्कोसं तिरियगईअसण्णिएगिंदिवणणपुंसेसु । भमिओ आवलिअअसंखभागसमपुग्गलपरट्टो ।।
अत एवोत्कृष्टो वनस्पतिकालोऽपि प्रवचने व्यावहारिकापेक्षयैवोक्तः । तथाहि (प्रज्ञापना १८ પ) – પડશે. આમ જીવ, અજીવ અને નોજીવની જેમ હિંસક-અહિંસક નોહિંસક, મૃષાવાદ-અમૃષાવાદી નામૃષાવાદી ઇત્યાદિ સર્વત્ર ત્રણ રાશિઓ માનવા રૂપ ઐરાશિક મતને અનુસરવામાં જૈન પ્રક્રિયાનો મૂળથી જ લોપ થઈ જવાથી મોટું અસમંજસ થશે. તેથી વ્યક્ત મિથ્યાત્વ ચરમ પુદ્ગલ પરાવર્તમાં જ હોય એ માન્યતા અયુક્ત જાણવી. અને તેથી જ દૂરભવ્યોની જેમ અભવ્યોને પણ યોગ્યતાનુસાર આભિગ્રહિક-વ્યક્ત મિથ્યાત્વ માનવામાં કોઈ દોષ નથી એ સ્વીકારવું જોઈએ.
(અભવ્યો અવ્યવહારી છે-પૂર્વપક્ષ) પૂર્વપક્ષ: “અભવ્યો અવ્યક્ત મિથ્યાત્વવાળા હોય છે, કેમ કે અવ્યવહારી હોય છે, જેમકે નિગોદમાંથી બહાર ન નીકળેલો વિવક્ષિત નિગોદ જીવ.” આવા અનુમાનપ્રયોગથી અભવ્યોમાં અવ્યક્ત મિથ્યાત્વ હોવું સિદ્ધ થાય છે. આ અનુમાનમાં સ્વરૂપાસિદ્ધિ દોષ નથી, કેમ કે- અભવ્યો અનંત પુદ્ગલ પરાવર્ત કાલ સુધી સંસારમાં રહેનાર હોઈ અવ્યવહારી હોય છે. તે પણ એટલા માટે કે વ્યવહારી જીવોનો તો ઉત્કૃષ્ટ સંસારકાળ પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા મુગલ પરાવર્ત જેટલો જ કહ્યો છે. શ્રી કાયસ્થિતિ સ્તોત્રમાં કહ્યું છે કે “હે નાથ ! અવ્યવહારરાશિમાં અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ભમીને કોઈક રીતે વ્યવહાર રાશિમાં આવ્યો. અને તેમાં પણ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલ પરાવર્ત કાળ સુધી તિર્યંચગતિ-અસંજ્ઞી-એકેન્દ્રિય-વનસ્પતિ-નપુંસક ભવોમાં ભમ્યો.” તેથી જ શાસ્ત્રમાં ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પણ વ્યાવહારિક જીવોની અપેક્ષાએ જ કહ્યો છે. જેમ - १. अव्यवहारिकमध्ये भ्रान्त्वाऽनन्तपुद्गलपरावर्तान् । कथमपि व्यवहारराशि संप्राप्तो नाथ ! तत्रापि च ॥ उत्कृष्टं तिर्यग्गत्यसंश्येकेन्द्रियवननपुंसकेषु । भ्रान्त आवलिकाऽसंख्येयभागसमपुद्गलपरावर्तान् ॥
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-